Home /News /business /JanDhan બેંક ખાતાધારકો ફટાફટ કરી લે આ કામ, નહીં તો થઈ શકે છે 1.30 લાખનું નુકસાન
JanDhan બેંક ખાતાધારકો ફટાફટ કરી લે આ કામ, નહીં તો થઈ શકે છે 1.30 લાખનું નુકસાન
પ્રતીકાત્મક તસવીર: Shutterstock
જનધન ખાતામાં ગ્રાહકોને રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે, જેમાં એક લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો મળે છે. જો તમે તમારું બેંક ખાતું આધાર સાથે લિંક કરાવ્યું હશે તો જ આ ફાયદો મળશે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર તરફથી દેશની જનતાને જનધન ખાતા (JanDhan Account)ની સુવિધા આપવામાં આવે છે. જો તમે પણ આવું ખાતું (Bank account) ખોલાવો છો તો તમને અનેક પ્રકારની સુવિધા મળે છે. પરંતુ જો તમે વીમા (Insurance)નો લાભ લેવા માંગો છો તો તમારે તમારું બેંક ખાતું આધાર કાર્ડ (Aadhaar card) સાથે લિંક કરવું જરૂરી છે. જો તમે તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તમને સીધું જ રૂપિયા 1.30 લાખનું નુકસાન થઈ શકે છે.
આ ખાતામાં ગ્રાહકોને રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે, જેમાં એક લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો મળે છે. જો તમે તમારું બેંક ખાતું આધાર સાથે લિંક કરાવ્યું હશે તો જ આ ફાયદો મળશે. એટલે કે આધાર સાથે લિંક ન કરાવવાથી સીધુ જ તમને એક લાખ રૂપિયાનું નુકસાન થશે. આ ઉપરાંત આ ખાતા પર 30,000 રૂપિયાનું અકસ્માતે મોતનું સુરક્ષા કવચ પણ આધાર કાર્ડ સાથે ખાતું લિંક હશે તો જ મળશે. આથી જો તમે પણ જનધન ખાતું ખોલાવ્યું છે, તો તમારે તેને આધાર કાર્ડ સાથે લિંક કરવું જોઈએ.
તમે તમારી બેંકની મુલાકાત લઈને આધાર કાર્ડ લિંક કરાવી શકો છો. બેંકમાં તમારે આધારકાર્ડની ફોટોકોપી અને પાસબુક લઈને જવું પડશે. અનેક બેંક ફક્ત એક મેસેજથી આધારકાર્ડને ખાતા સાથે લિંક કરી રહી છે. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના ગ્રાહકો પોતાના નોંધાયેલા મોબાઇલ નંબર પરથી UID <સ્પેસ> આધાર નંબર <સ્પેસ> ખાતા નંબર લખીને 567676 પર મોકલીને બેંક ખાતાના આધાર સાથે લિંક કરી શકે છે. યાદ રાખો કે SMS એ જ નંબર પરથી કરવાનો રહેશે જે બેંક સાથે નોંધાયેલો હોય. આ ઉપરાંત નજીકના એટીએમ ખાતે જઈને પણ આ કામ કરી શકો છો.
પ્રધાનમંત્રી જનધન ખાતા પર ગ્રાહકોને પાંચ હજાર રૂપિયાનો ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળે છે. ઓવરડ્રાફ્ટની સુવિધાનો લાભ લેવા માટે પણ આધારકાર્ડ હોવું જરૂરી છે. આ ઉપરાંત PMJDY સાથે આધારકાર્ડ લિંક હોય તે પણ જરૂરી છે. આ યોજનાનો ઉદેશ્ય દરેક પરિવાર માટે બેંક ખાતું ખોલવાનો છે. જનધન યોજના અંતર્ગત તમે 10 વર્ષથી નાની ઉંમરના બાળકનું ખાતું પણ ખોલી શકો છો.
>> છ મહિના પછી ઓવરડ્રાફ્ટનિ સુવિધા >> 2 લાખ રૂપિયા સુધી અકસ્માત વીમા સુરક્ષા >> 30,000 રૂપિયાનો લાઇફ વીમો, જે લાભાર્થીના મોત પર યોગ્ય શરત પૂર્ણ કરવા પર મળે છે >> ડિપોઝિટ પર વ્યાજ મળે છે >> ખાતા સાથે ફ્રી મોબાઇલ બેન્કિંગની સુવિધા મળે છે >> જનધાન ખાતું ખોલાવવા પર રૂપે ડેબિટ કાર્ડ મળે છે. જેનાથી પૈસા ઉપાડી શકાય છે અને ખરીદી પણ કરી શકાય છે >> જનધન ખાતાથી વીમો, પેન્શન પ્રોડક્ટ્સ ખરીદવી સરળ છે >> દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા >> સરકારી યોજનાના ફાયદા સીધા જ બેંકમાં જમા થાય છે
જો તમારું કોઈ જૂનું બેંક ખાતું છે તો તેને પણ તમે જનધન ખાતામાં બદલી શકો છો. આ માટે તમારે બ્રાંચમાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભરતાની સાથે જ તમારું બેંક ખાતું જનધન યોજનામાં ટ્રાન્સફર થઈ જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર