ખેડૂતો આનંદો: દેશનું પ્રથમ CNG ટ્રેક્ટર થશે લૉંચ, જાણો CNG ટ્રેક્ટરના ફાયદા

પ્રતીકાત્મક તસવીર

Benefits of CNG tractor: દાવો કરવામાં આવ્યો છે કે CNG એન્જીન ધરાવતા ટ્રેક્ટરનું આયુષ્ય ડીઝલ ટ્રેક્ટરની સરખામણીમાં વધારે હશે.

  • Share this:
    નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel price)ના વધી રહેલા ભાવ વચ્ચે ખેડૂતો માટે એક સારા સમાચાર છે. હવે ખેતીકામ માટે સીએનજીથી ચાલતા ટ્રેક્ટર (CNG tractor)નો ઉપયોગ કરી શકાશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) આજે (9 ફેબ્રુઆરી, 2021) દેશનું પ્રથમ સીએનજી ટ્રેક્ટર લૉંચ કરશે. ડીઝલની સરખામણીમાં સીએનડી ટ્રેક્ટરથી ખેતી કરવાથી ઇંધણ (Fuel)ની બચત થશે. જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે.

    રાવમેટ ટેક્નો સૉલ્યૂશન અને ટોમેસેટો અચીલે ઇન્ડિયા (Rawmatt Techno Solutions and Tomasetto Achille India)એ ટ્રેક્ટરમાં સીએનજી કીટ લગાવી છે. આ સીએનજી ટ્રેક્ટરથી ખેડૂતોને સીધો લાભ મળશે. સીએનડી ટ્રેક્ટરથી ખેતી કરવાથી ખર્ચ ઓછો આવશે. તેની સાથે સાથે ડીઝલની વધી રહેલી કિંમતમાં પણ રાહત મળશે. આ ઉપરાંત અન્ય એક ફાયદો એ પણ રહેશે કે સીએનજી ટ્રેક્ટરથી પ્રદૂષણ પણ ઓછું થશે. એટલે કે આ ટ્રેક્ટર પર્યાવરણ માટે પણ સારા સમાચાર લઈને આવશે.

    એવો દાવો કરવામાં આવ્યો છે કે સીએનજી એન્જીન ધરાવતા ટ્રેક્ટરનું આયુષ્ય ડીઝલ ટ્રેક્ટરોની સરખામણીમાં વધારે હશે. આ ઉપરાંત સીએનજી ટ્રેક્ટરની માઇલેજ પણ વધારે હશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સીએનજી ટ્રેક્ટરથી ખેડૂતોને દર વર્ષે ઇંધણમાં એક લાખ રૂપિયા સુધીની બચત થશે.

    આ પણ વાંચો: અમદાવાદ: વેલેન્ટાઈન ડે પહેલા કૉલેજમાં બબાલ, બે લોકોએ વિદ્યાર્થીના માથામાં પથ્થર મારી દીધો

    ઉલ્લેખનીય છે કે હાલ સીએનજી અને ડીઝલની કિંમતમાં ખૂબ મોટો તફાવત છે. દિલ્હીમાં ડીઝલનો ભાવ 78 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ છે, જ્યારે સીએનજીનો ભાવ 42.70 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલના ભાવમાં દરરોજ વધારો ઘટાડો થાય છે.

    સીએનડી ટ્રેક્ટરના ફાયદા:

    - સીએનજી એક સ્વચ્છ ઇંધણ છે. તેમાં કાર્બન કે અન્ય તત્વોની માત્રા ખૂબ ઓછી હોય છે.
    - સીએનજી, એન્જીનનું આયુષ્ય વધારવામાં મદદ કરે છે. ટ્રેક્ટરની સારસંભાળનો ખર્ચ પણ ઓછો થશે.
    - સીએનજી વેસ્ટ ટૂ વેલ્થ કાર્યક્રમનો જ હિસ્સો છે.
    - ડીઝલથી ચાલતા એન્જીનની સરખામણીમાં રેટ્રોફિટેડ ટ્રેક્ટર વધારે તાકાત પેદા કરે છે.
    - ડીઝલની સરખામણીમાં કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ 70% ઓછું થાય છે.
    - ખેડૂતોને ઇંધણ પાછળના ખર્ચમાં 50% સુધીની બચત થશે.
    - હાલ ડીઝલની કિંમત 78 રૂપિયા પ્રતિ લીટર, ગેસની કિંમત 42 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.

    આ પણ વાંચો: SBI ગ્રાહક એલર્ટ: જન ધન ખાતા પર બેંક તરફથી બે લાખ રૂપિયાના લાભની જાહેરાત, જાણો વિગત

    રોડ પરિવહન અને હાઇવે મંત્રાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "સીએનજીમાં રૂપાંતરિત કરેલું પ્રથમ ડ્રીઝલ ટ્રેક્ટર કાલે (શુક્રવારે) નીતિન ગડકરી ઔપચારિક રીતે બજારમાં રજૂ કરશે. આ ટ્રેક્ટર ખૂબ સુરક્ષિત છે. કારણ કે તેની સીએનજી ટેન્ક પર મોટું સીલ લગાવવામાં આવ્યું છે. આનાથી ઇંધણ ભરતી વખતે અથવા ગેસ લીક થવાના કેસમાં વિસ્ફોટ થવાનો ખતરો ઓછો થાય છે." નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "ભવિષ્ય આનું જ હશે, કારણ કે હાલમાં દુનિયાભરમાં 1.2 કરોડ વાહનો પહેલાથી જ પ્રાકૃતિક ગેસ પર ચાલી રહ્યા છે. દરરોજ અનેક કંપનીઓ અને નગરપાલિકાઓ ગેસ વિતરણમાં શામેલ થઈ રહી છે."
    Published by:Vinod Zankhaliya
    First published: