Bank Holidays: મે મહિનામાં બેંક 12 દિવસ બંધ રહેશે, ઘરેથી નીકળતા પહેલા જાણી લો આખી યાદી

Bank Holidays: મે મહિનામાં બેંક 12 દિવસ બંધ રહેશે, ઘરેથી નીકળતા પહેલા જાણી લો આખી યાદી
પ્રતીકાત્મક તસવીર

Bank Holidays List In May 2021: આમ તો કોરોના કાળમાં કામ વગર ઘર બહાર નીકળવું જરા પણ હિતાવહ નથી. જોકે, બેંકના કામ માટે ફરજિયાત બહાર નીકળવું પડે તો મે મહિનામાં કયા કયા દિવસોમાં બેંકો બંધ રહેશે તેની યાદી જોઈ લો

  • Share this:
    નવી દિલ્હી: કોરોના મહામારી (Corona pandemic)માં હાલ તો ઘરમાં રહો અને સુરક્ષિત રહોનું સૂત્રો અપનાવવા જેવું છે. આમ છતાં જો તમારે જરૂરી કામ હોય અને બહાર નીકળવું પડે તો બેંકની મુલાકાત લેતા પહેલા આ મહિનાની રજા (Bank Holiday)ની યાદી એકવાર તપાસી લો. મે મહિના (May 2021)ની શરૂઆત જ રજાના દિવસથી થઈ રહી છે. આ યાદી જો એકવાર જોઈ લેશો તો તમને તમારા કામનું આયોજન કરવાની સરળતા રહેશે. ઉલ્લેખનીય છે કે મે મહિનામાં ઈદ, અક્ષય તૃતીય, બુદ્ધ પૂર્ણિમા સહિત અનેક તહેવાર (Festivals) આવી રહ્યા છે. આ દરમિયાન અનેક રાજ્યમાં બેંકોમાં રજા (Bank holidays List) રહેતી હોય છે.

    તમામ રાજ્યો માટે અલગ અલગ નિયમ



    ભારતીય રિઝર્વ બેંક (Reserve bank of India) તરફથી બેંકોની રજાની એક યાદી અધિકારિક વેબસાઇટ rbi.org.in પર મૂકવામાં આવી છે. આ યાદી પ્રમાણે મે, 2021 મહિનામાં 10 રજા છે. જેમાં મહિનાનો બીજો, ચોથો અને તમામ રવિવાર શામેલ છે.

    અહીં જુઓ આખી (Bank Holidays) યાદી

    1 મે: મહારાષ્ટ્ર દિવસ/ મજૂર દિવસ આ દિવસે અમુક રાજ્યમાં બેંકો બંધ રહેશે. જેમ કે કોલકાતા, કોચી, મુંબઈ, નામપુર, પણજી, પટના, ચેન્નાઈ, તિરુવંતપુરમ, હૈદરાબાદ, ગૌહાટી, ઇમ્ફાલ, બેંગલુરુ અને બેલાપુર.

    2 મે: રવિવાર (દરેક જગ્યાએ રજા)

    7 મે: જુમત-ઉલ-વિદા (જમ્મુ, શ્રીનગર)

    8 મે:  ( બીજો શનિવાર (દરેક જગ્યાએ)

    આ પણ વાંચો: રાજકોટ: સિવિલમાં દાખલ વૃદ્ધા સાથે દુષ્કર્મ, પરિવારને ઝડપથી આવવાનું કહેતા હોય એવો ઓડિયો વાયરલ

    9 મે: રવિવાર (દરેક જગ્યાએ)

    13 મે: રમઝાન ઈદ) ઈદ-ઉલ-ફિત્ર). આ દિવસોમાં બેલાપુર, જમ્મુ, કાચી, મુંબઈ, નાગપુર, શ્રીનગર, તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.

    14 મે: ભગવાન શ્રી પરશુરામ જયંતિ/ રમઝાન ઈદ (ઈદ-ઉલ-ફિત્ર)/બસયા જયંતિ/અક્ષય તૃતીયા. આ દિવસોમાં બેલાપુર, જમ્મુ, કોચી, મુંબઈ, નાગપુર, શ્રીનગર, તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.

    16 મે: રવિવાર (બધી જગ્યાએ)

    આ પણ વાંચો: સુરતમાં એક દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ, યુવક તરફડિયા મારતો રહ્યો, Live Video આવ્યો સામે

    22 મે: ચોથો શનિવાર (દરેક જગ્યાએ)

    23 મે: રવિવાર (દરેક જગ્યાએ)

    26 મે: બુદ્ધ પૂર્ણિમા. આ દિવસે અગરતલા બેલાપુર, ભોપાલ, ચંદીગઢ, દેહરાદૂન, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શિમલા, શ્રીનગરમાં બેંક બંધ રહેશે.

    30 મે: રવિવાર (દરેક જગ્યાએ)

    જોકે, આ દિવસોમાં બેંકો ભલે બંધ રહે પરંતુ ગ્રાહકો ઑનલાઇન મોડનો ઉપયોગ કરીને લેવડ-દેવડ કરી શકશે. મોબાઇલ અને ઇન્ટરનેટ બેન્કિંગ હંમેશની જેમ કામ કરતા રહેશે.
    Published by:Vinod Zankhaliya
    First published:May 01, 2021, 07:11 am

    ટૉપ ન્યૂઝ