જો તમે પણ ચીટ ફન્ડમાં પૈસા રોક્યા હોય તો જાણો મૂંઝવતા તમામ સવાલોના જવાબ

News18 Gujarati
Updated: February 5, 2019, 5:46 PM IST
જો તમે પણ ચીટ ફન્ડમાં પૈસા રોક્યા હોય તો જાણો મૂંઝવતા તમામ સવાલોના જવાબ
પ્રતિકાત્મક તસવીર

જ્યારે હજારો લોકોના લાખો કરોડો રૂપિયા એકઠા થઈ જાય ત્યારે ચિટફન્ડ કંપનીઓ દુકાન બંધ કરી નાંખે છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: દેશની રિઝર્વ બેન્ક અને સેબીની ચેતવણીઓ હોવા છતાં રાતોરાત અમીર બનવાની ઇચ્છા રાખતા લોકો વારંવાર છેત્તરપિંડીનો ભોગ બને છે. શારદા ચિટફન્ડ સ્કેમમાં લોકોએ મોટા મોટા દાવા કર્યા હતા મૂળ રકમ પર 34 ગણું વળતર આપવાનો વાયદો કરતા હતા. જોકે, બંગાળમાં લોકોએ આ ચિટ ફન્ડ કંપનીઓમાં પૈસા રોક્યા હતા. જો તમે પણ આ પ્રકારના ચિફ ફન્ડમાં પૈસા રોક્યા હોય તો તમને મૂંઝવતા તમામ સવાલોના જવાબ અહીં પ્રસ્તુત છે.

સવાલ: RBI,સેબીની નોટિસ છતાં શા માટે આ કંપનીઓ ચાલે છે?
જવાબ: ચિટ ફન્ડ કંપનીઓને કેટી ચોક્કસ અવધિ માટે પબ્લિકમાંથી પૈસા ઉઘરાવી અને ચોક્કસ વળતર મોકલવાની પરવાનગી હોય છે. આ યોજનાઓમાં કંપનીઓ જ્યારે પૈસા ખૂબ જ એકઠા થઈ જાય છે ત્યારે પોતાનું કામ કાજ આટોપી અને પૈસા લઈને ફરાર થાય છે.
googletag.cmd.push(function () { googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_BUSINESS/NW18_GUJ_BUSINESS_AS/NW18_GUJ_BUS_AS_ROS_BTF_728"); });

સવાલ: સામાન્ય માણસોને કેવી રીતે ફસાવે છે, આ કંપનીઓ ?
જવાબ: આ પ્રકારની કંપનીઓ લોકોને સામાન્ય રીતે આંબા આંબલી બતાવે છે. ભવિષ્યમાં વધારે વળતર અને વ્યાજની લાલચ આપી અને એજન્ટોના માધ્યમથી લોકોને પૈસા રોકવા માટે સંમંત કરે છે. આ કંપનીઓ પોતાના એજન્ટોને પણ સારુ કમિશન આપે છે, જેના લીધે તેઓ નેટવર્ક ઘડીને લોકો સુધી પહોંચી શકે છે.

સવાલ: સામાન્ય માણસ કૌભાંડો બહાર પડવા છતાં શા માટે રોકાણ કરે છે?જવાબ: જાણકારોના મતે આ કંપનીઓ મોટા ભાગે ફિલ્મ સ્ટાર અને જાણીતા લોકોને પોતાની સાથે જોડી દે છે. આ પ્રકારના મોટા ચહેરાઓ જોડાયેલા હોવાથી લોકોને ભરોષો આવી જાય છે અને લોકો છેતરામણીનો ભોગ બને છે.

સવાલ: આ કંપનીઓને સરળતાથી એજન્ટ કેવી રીતે મળી જાય છે?
જવાબ: આ પ્રકારની કંપનીઓ સામાન્ય કંપનીઓની નોકરી કરતાં વધારે સેલેરીની ઑફર કરે છે. આ ઉપરાંત 25-40 ટકા કમિશનની પણ ઑફર કરે છે. રોજગારીના અન્ય વિકલ્પ ન હોવાના કારણે લોકો છેત્તરપિંડીનો ભોગ બને છે.
First published: February 5, 2019, 5:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading