Home /News /business /

PM મોદીથી વધારે છે દેશના આ રાજ્યોના CMનો પગાર

PM મોદીથી વધારે છે દેશના આ રાજ્યોના CMનો પગાર

ન્યૂઝ18 ક્રિએટિવિટી

કેટલાક રાજ્યોમાં મુખ્યમંત્રીનો પગાર પ્રધાનમંત્રી કરતા વધારે છે. જીહાં, અઢી ગણા કરતા પણ વધારે. તો જોઈએ તેની પાછળ શું કારણ છે.

    લોકસભામાં સાંસદોના નેતા હોય છે પ્રધાનમંત્રી અને કોઈ રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોના દળના નેતા હોય છે મુખ્યમંત્રી. એટલે કે, દેશમાં જે પદ પ્રધાનમંત્રીનું હોય છે, એવું જ રાજ્યમાં મુખ્યમંત્રીનું હોય છે. પરંતુ, તમને જાણીને નવાઈ લાગશે કે, કેટલાક રાજ્યોમાં મુખ્યમંત્રીનો પગાર પ્રધાનમંત્રી કરતા વધારે છે. જીહાં, અઢી ગણા કરતા પણ વધારે. તો જોઈએ કયા રાજ્યના સીએમનો પગાર કેટલો છે અને તેની પાછળ શું કારણ છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પગાર મુદ્દે સંશોધન થતા રહ્યા છે અને તાજા આંકડાના હિસાબે પીએમ નરેન્દ્ર મોદીનો પગાર 1 લાખ 60 હજાર રૂપિયા પ્રતિ મહિના છે. પરંતુ, કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓના પગાર 4 લાખ રૂપિયા અથવા તેનાથી પણ વધારે છે. પહેલા વિભિન્ન રાજ્યોના સીએમનો પગાર જોઈએ અને પછી જોઈએ કે તેમનો પગાર કઈ જોગવાઈ હેઠળ નક્કી થાય છે.

    સૌથી વધારે પગાર તેલંગણાના સીએમનો
    તેલંગણા રાજ્યના મુખ્યમંત્રીનો પગાર 4 લાખ 10 હજાર રૂપિયા પ્રતિ મહિના છે. મુખ્યમંત્રીના પગારના લીસ્ટમાં આ સૌથી મોટો આંકડો છે. ત્યારબાદ દિલ્હીના સીએમનો નંબર આવે છે, જેની સેલરી 3 લાખ 90 હજાર રૂપિયા છે. ગુજરાતના સીએમનો પગાર 3.21 લાખ રૂપિયા પ્રતિ મહિના છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીનો પગાર 3 લાખ રૂપિયા પ્રતિ મહિનાથી વધારે છે. સીએમનો પગાર મુજબ આ સાત રાજ્યોને ટોપ-7 કહેવામાં આવી શકે છે.

    ટોપ-7 બાદ આ છે લિસ્ટ
    2 લાખથી વધારે અને ત્રણ લાખ રૂપિયા સુધી પ્રતિ મહિને પગાર મેળવતા મુખ્યમંત્રીના લિસ્ટમાં હરિયાણા, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, ગોવા, બિહાર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને કર્ણાટક રાજ્યોના સીએમ સામેલ છે. સૌથી ઓછો પગાર ત્રિપુરાના સીએમને મળે છે, જે એક લાખ પાંચ હજાર પાનસો રૂપિયા પ્રતિ મહિના છે. સીએમની સેલરી જેમાં એક લાખથી વધારે અને બે લાખ સુધીમાં છે તેમાં મોટાભાગના ઉત્તર પૂર્વના રાજ્યો સામેલ છે. ઓડિશાના સીએમનો પગાર પ્રધાનમંત્રીના બરાબર એટલે કે 1.60 લાખ છે.

    કેવી રીતે નક્કી થાય છે સીએમનો પગાર
    આ પૂરી રીતે રાજ્યની વ્યવસ્થા અને રાજસ્વની સ્થિતિથી જોડાયેલો મામલો છે. દેશના સંવિધાનના આર્ટિકલ 164માં આ વિચાર છે કે મુખ્યમંત્રીઓની નિયુક્તિ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. રાજ્યની વિધાનસભાના નિર્વાચિત સભ્ય ધારાસભ્યો અને ધારાસભ્ય દળના નેતાના પગારની રકમને લઈ નિર્ણય લઈ શકે છે.

    અને શું કહે છે પગારના આ આંકડા
    અવ્વલ તો એ છે કે, ઉત્તર પૂર્વના રાજ્યોની આવક અથવા આર્થિક પરિસ્થિતિ નબળી હોવાનો ઈશારો મળે છે. કેમ કે, આ રાજ્યોના મુખ્યમંત્રીનો પગાર સૌથી ઓછો છે. બીજી વાત એ છે કે, તેલંગણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશ એવા રાજ્યો છે, જ્યાં મુખ્યમંત્રીઓનો પગાર રાજ્યપાલોની તુલનામાં વધારે છે. આ એટલા માટે ચોંકાવનારૂ છે કેમ કે, દેશના પ્રધાનમંત્રીની તુલનામાં રાષ્ટ્રપતિનો પગાર વધારે હોય છે. વર્તમાનમાં દેશના રાષ્ટ્રપતિનો પગાર 5 લાખ પ્રતિ મહિના છે અને ભથ્થા અલગ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Know about

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन