59 મિનીટમાં 1 કરોડની લોન લેવાની પૂરી પ્રોસેસ, જાણો - તેના વિશે બધુ જ

News18 Gujarati
Updated: November 2, 2018, 6:03 PM IST
59 મિનીટમાં 1 કરોડની લોન લેવાની પૂરી પ્રોસેસ, જાણો - તેના વિશે બધુ જ
જાણો - 1 કરોડની લોન લેવા માટેની પૂરી પ્રોસેસ

આના માટે તમારે તમારા ડોક્યુમેન્ટ ઓનલાઈન જમા કરાવવાના રહેશે. તો જોઈએ લોન લેવાની પૂરી પ્રોસેસ

  • Share this:
કેન્દ્રની મોદી સરકાર તમારા બિઝનેસને વધારવા માટે MSME લોનને લઈ નવી સુવિધા શરૂ કરી છે. આના દ્વારા 1 કરોડ રૂપિયાની લોન તમને માત્ર 59 મિનિટમાં મળી જશે. આના માટે તમારે તમારા ડોક્યુમેન્ટ ઓનલાઈન જમા કરાવવાના રહેશે. તો જોઈએ લોન લેવાની પૂરી પ્રોસેસ

આવી રીતે કરી શકાય એપ્લાય - નાણા સચિવના ટ્વિટર એકાઉન્ટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર, લોન માટે https://www.psbloansin59minutes.com/signup પર જઈ અરજી કરવાની રહેશે. અહીં અરજીકર્તાઓને નામ, ઈમેલ આઈડી, ફોન નંબર ભરીને OTP જનરેટ કરવો પડશે. OTP નાખ્યા બાદ આગળની પ્રક્રિયા શરૂ થશે.

કોણ કરી શકે છે અરજી - સરકારની આ સુવિધા હાલના સમયમાં ચાલી રહેલા બિઝનેસ માટે કામ કરી રહી છે. પરંતુ ટુંક સમયમાં નવા બિઝનેસ માટે પણ આના પરથી લોન આપવાની સુવિધા કરવામાં આવશે. લોનની રકમ આઠ કામકાજના દિવસની અંદર તમારા એકાઉન્ટમાં આવી જશે.

- GST આઈડેન્ટીફિકેશન નંબર (GSTIN), GST યૂઝર આઈડી અને પાસવર્ડ
- ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ પાસવર્ડ, ડેટ ઓફ ઈનકોર્પોરેશન અથવા બર્થ અથવા પાછળના ત્રણ વર્ષનું આઈટીઆર XML ફોર્મેટમાં.
- કરંટ એકાઉન્ટ - નેટબેન્કિંગમાં ઉપયોગ થતું યૂજરનેમ, પાસવર્ડ અથવા 6 મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ PDF- ડાયરેક્ટ-પાર્ટનર-પ્રોપરાઈટર ડિટેલ્સ - બેસિક, પર્સનલ, KYC, એજ્યુકેશનલ ડિટેલ્સ અને ફર્મની ઓનરશિપ ડિટેલ્સ.
- અરજી મંજૂર થવા પર કન્વીનિઅન્સ ફી 1000 રૂપિયા + GST

મળી જશે લોન - દસ્તાવેજ અપલોડ થયા બાદ બેન્ક, મંત્રાલય, ઈન્કમ ટેક્ષ વિભાગ તેની તપાસ કરશે. જો દસ્તાવેજ સાચા હશે તો, લોનની રકમ તમારા ખાતામાં પહોંચી જશે.

આ બેન્કો આપશે લોન - આ કદાચ પહેલો મોકો છે, જ્યારે સરકારી બેન્ક એમએસએમઈ સેક્ટરને લોન આપવા માટે સાથે આવી છે. આમાં SIDBI અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેન્ક, ઈન્ડિયન બેન્ક અને વિજ્યા બેન્ક શામેલ છે.

લોન સિવાય મળશે આ સુવિધા - નાના બિઝનેસમેનોને માર્કેટ ઉપલબ્ધ કરાવવા, તેમને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ સરળ કરવા જેવી જાહેરાત પણ કરવામાં આવશે. વેપારીઓને જીએસટીમાં આવતી સમસ્યાઓના સમાધાનની પણ જાહેરાત કરવામાં આવશે.
First published: November 2, 2018, 6:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading