ઘર ખરીદવાનું કરી રહ્યાં છો પ્લાનિંગ? તો આ કંપની આપી રહી છે સ્પેશ્યલ અને ઓછા વ્યાજદરે લોન

પ્રતિકાત્મક તસવીર

વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર ઘટ્યાં બાદ હવે અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં ભારે માંગ જોવા મળી રહી છે

 • Share this:
  નવી દિલ્હી : વૈશ્વિક મહમારી કોરોનાનો કહેર ઘટ્યાં બાદ હવે અફોર્ડેબલ હાઉસિંગ(Affordable Housing) સેગમેન્ટમાં ભારે માંગ જોવા મળી રહી છે. કોરોનાએ લોકોને પોતાનું અને નાનું ઘર પણ પોતાનું ઘર હોય તો તેના ફાયદા અનેક છે તેવું સમજાવી દીધું છે. તેથી જનજન હવે પોતાના ફેમિલીને પરવડે તેવા સ્વ આશ્રિત મકાનો ખરીદવાનું વિચારી રહ્યાં છે.

  બીજુ એક મહત્વનું કારણ હાલની ઈન્ટરેસ્ટ રેટ સાયકલ - આકર્ષક વ્યાજ દર, સરળ શરતો અને હોમ લોનમાં કોન્ટેકટ લેસ સેવા, પ્રોસેસિંગ ફી માફની યોજનાઓ જોઈને વધુને વધુ લોકો હવે ઘર ખરીદવા ઇચ્છી રહ્યાં છે. જો તમે પણ ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, હવે અમે વાત કરીશું તમારા ફાયદાની.

  દેશની ટોચની હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ (PNB Housing Finance) તમારા જેવા ગ્રાહકો માટે એક વિશેષ સુવિધા લાવ્યું છે. પીએનબી હાઉસિંગ ગ્રાહકોને હવે ઉન્નતી હોમ લોન (Unnati home loan) આપી રહી છે.

  આ પણ વાંચો - વિરાટ કોહલી થઈ ગયો હતો ડિપ્રેશનનો શિકાર, ભારતીય કેપ્ટનનું દર્દ આવ્યું સામે

  દેશભરના બિલ્ડરો સાથે ભાગીદારી

  પીએનબી હાઉસિંગ ફાઇનાન્સે ગ્રાહકોને સમયસર લોન આપવા માટે દેશભરના અનેક અફોર્ડેબલ હાઉસિંગ બિલ્ડરો સાથે ભાગીદારી કરી છે. પીએનબી હાઉસિંગ ફાઇનાન્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ હરદયાલ પ્રસાદે જણાવ્યું હતું કે, જે લોકો પોતાના સપનાનું ઘર ખરીદવા માંગે છે, હવે તેઓ આ યોજના અંતર્ગત પોતાનું સપનું પૂર્ણ કરી શકશે.

  શું છે ઉન્નતિ લોન?

  પીએનબી હાઉસિંગ ઉન્નતી હોમ લોન હેઠળ તમને વધુમાં વધુ 35 લાખ રૂપિયા સુધીની હોમ લોન મળશે. તે પગારદાર વ્યક્તિઓ માટેની નવા ઘર કે સંપત્તિના બજાર મૂલ્યના 80% અને સ્વરોજગાર લોકો માટે મિલકતના બજાર મૂલ્યના 90% સુધીની લોન ઓફર કરી રહી છે. ટીયર-1 શહેરો માટે ઓછામાં ઓછી હોમ લોનની રકમ 8 લાખ રૂપિયા છે અથવા ટીયર-2 શહેરો માટે આ રકમ 6 લાખ છે.

  આ સિવાય પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ શહેરની ભૌગોલિક મર્યાદામાં બાંધકામ લોનની દ્રષ્ટિએ 225 ચોરસ ફૂટ અથવા 40 ચોરસ યાર્ડની મિલકત માટે પણ આ લોન આપી રહ્યું છે.
  Published by:Ashish Goyal
  First published: