આ યોજનામાં રુ. 55 જમા કરવા પર દર મહિને મળશે 3,000 પેન્શન

News18 Gujarati
Updated: May 27, 2019, 2:06 PM IST
આ યોજનામાં રુ. 55 જમા કરવા પર દર મહિને મળશે 3,000 પેન્શન
મોદી સરકારની પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન સ્કીમ (PMSYM) દ્વારા તમે દર મહિને 3,000 રૂપિયા પેન્શન મેળવી શકો છો.

મોદી સરકારની પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન સ્કીમ (PMSYM) દ્વારા તમે દર મહિને 3,000 રૂપિયા પેન્શન મેળવી શકો છો.

  • Share this:
મોદી સરકારની પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન સ્કીમ (PMSYM) દ્વારા તમે દર મહિને 3,000 રૂપિયા પેન્શન મેળવી શકો છો. ખરેખર, મોદી સરકારે આ અસંગઠિત ક્ષેત્રે કામ કરતા લોકો માટે આ પેન્શન યોજના શરૂ કરી છે. તમે તેના માટે કેટલી રકમનો ફાળો આપશો તે તમારી ઉંમર અનુસાર નક્કી કરવામાં આવશે. આ યોજનામાં જો પેન્શન લેનાર કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, તો તેના જીવનસાથીને રકમને મળવાની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થી તેમના ખાતામાં કેટલી રકમ આપશે, તે અનુસાર સરકાર પણ ખાતામાં તેને યોગદાન આપશે. ચાલો આ યોજના વિશે વધુ જાણીએ

કોણ લઇ શકે છે આ યોજનાનો લાભ

>> તમે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરો છો.

>> તમારી ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી આવશ્યક છે.
>> તમારી મહિનાની આવક રૂ. 15,000 થી વધુ ન હોવી જોઈએ.

આ લોકો આ યોજના માટે નથી યોગ્યસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર વ્યક્તિ અથવા કર્મચારી ભવિષ્ય નિધિ (EPFO), નેશનલ પેન્શન સ્કીમ (NPS) અથવા રાજ્યના કર્મચારી વીમા નિગમ (ESIC) ના સભ્ય અથવા આવકવેરા ભરતા લોકો આ સ્કીમ માટે યોગ્ય નથી.

કયા દસ્તાવેજોની જરૂર

>> આધાર કાર્ડ
>> IFSC કોડ સાથે બચત ખાતું / જનધન એકાઉન્ટ
>> મોબાઇલ નંબર

કેવી રીતે અરજી કરવી

ઇપીએફઓ ઇન્ડિયા વેબસાઇટ પર તમે તમારા નજીકના સીએસસીને શોધી શકો છો. આ ઉપરાંત એલઆઈસીની બ્રાન્ચ ઓફિસ, ઇએસઆઈસી, ઇપીએફઓ અથવા કેન્દ્ર અને રાજ્ય સરકાની લેબર ઓફિસ જઇને પણ તમારા નજીકના સીએસસી સેન્ટરની મુલાકાત લઇ શકો છો.

કેટલો ફાળો

>> જો તમે 18 વર્ષના છો, તો તમારે 60 વર્ષથી 60,000 પેન્શન માટે દર મહિને 55 રુપિયા આપવાની જરૂર છે.
>> જો તમે 29 વર્ષના છો તો 60 વર્ષથી 3,000 રૂપિયાના પેન્શન માટે દર મહિને 100 રુપિયાનું રોકાણ કરવાની જરુર છે.
>> જો તમે 40 વર્ષના છો તો 60 વર્ષથી 3000 રુપિયાના પેન્શન માટે દર મહિને 200 રુપિયાનું રોકાણ કરવું પડશે.

વડાપ્રધાનની શ્રમ યોગી માનધન યોજનાની વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરો.
https://www.epfindia.gov.in/site_docs/PDFs/MiscPDFs/Scheme_PM-SYM.pdf
First published: May 27, 2019, 2:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading