ખેડૂતોને આ શરતો પર મળશે મોટી સ્કિમનો ફાયદો, ખેતી માટે વર્ષે 11થી 31 હજાર રૂપિયા મળશે

News18 Gujarati
Updated: November 2, 2019, 8:33 AM IST
ખેડૂતોને આ શરતો પર મળશે મોટી સ્કિમનો ફાયદો, ખેતી માટે વર્ષે 11થી 31 હજાર રૂપિયા મળશે
પ્રતિકાત્મક તસવીર

ઝારખંડમાં ખેડૂતોની સૌથી મોટી સ્કિમ (Farmer Welfare Schemes)નો 13.60 લાખ ખેડૂતોએ ફાયદો લીધો, સીધા જ એકાઉન્ટમાં 442 કરોડ રૂપિયા જમા થયા.

  • Share this:
નવી દિલ્હી : ખેડૂતોને સીધો લાભ આપતી સૌથી મોટી સ્કિમ મુખ્યમંત્રી કૃષિ યોજના (Mukhyamantri Krishi Ashirwad Yojana)ના પ્રથમ તબક્કામાં 13 લાખ 60 હજાર 380 ખેડૂતોએ લાભ લીધો છે. આ ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી 442 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં આશરે 15 લાખ ખેડૂતોને પૈસા મોકલવાના હતા. આ યોજના અંતર્ગત ચાર કે છ હજાર નહીં પરંતુ વર્ષ માટે 25 હજાર રૂપિયા આપવામાં આવે છે. જેમાં પીએમ કિસાન સમ્માન નિધિ સ્કિમ (PM-kisan Samman Nidhi Scheme)ની રકમ પણ જોડી દેવામાં આવે તો આ રકમ 31 હજાર રૂપિયા થાય છે. જેની પાસે ફક્ત એક એકર જમીન છે તેને 11 હજાર રૂપિયા મળી રહ્યા છે.

>> આ યોજના ફક્ત ઝારખંડ રાજ્ય માટે છે, પરંતુ ખેડૂતોને શું લાભ મળી રહ્યો છે તે જાણવું જરૂરી છે. આ સ્કિમ ઝારખંડા (Jharkhand) રાજ્યમાં 10મી ઓગસ્ટના રોજ શરૂ થઈ હતી. તો જાણીએ આ સ્કિમ શું છે, અને કોણ તેનો ફાયદો લઈ શકે છે.

>> મુખ્યમંત્રી કૃષિ આશીર્વાદ યોજના અંતર્ગત લગભગ વર્ષે પાંચથી 25 હજાર રૂપિયા મળે છે. પીએમ કિસાન નિધિ સહાયની રકમ જોડી દેવામાં આવે તો આ રકમ 11થી 31 હજાર થશે.

>> પ્રતિ એકર પાંચ હજાર લેખે વધારેમાં વધારે પાંચ એકર સુધી 25 હજારની ચુકવણી કરવામાં આવે છે.

>> પ્રધાનમંત્રી કૃષિ સમ્માન નિધિ સ્કિમ (PM-kisan Samman Nidhi Scheme)માં પહેલા જ છ હજાર રૂપિયાની રકમ મળી રહી છે.

કઈ વ્યક્તિ લાભ લઈ શકે?

>> આ સ્કિમ ફક્ત ઝારખંડ મૂળ નિવાસી તેમજ નાના અને સીમાંત ખેડૂતો માટે છે.
>> બીજા રાજ્યમાંથી આવીને અહીં જમીન ખરીદનારા લોકો આ યોજનાનો લાભ ઉઠાવી શકતા નથી.
>> આ યોજના માટે કૃષિ વિભાગ અથવા કલેક્ટર ઓફિસ ખાતેથી ફોર્મ મળશે.
>> એવું જણાવવાનું રહેશે કે આવેદન કરનાર વ્યક્તિ જ જમીનનો માલિક છે.
>> બેંક એકાઉન્ટ, રેશન કાર્ડ અને કિસાન કાર્ડની જરૂર પડશે.
>> બેંક એકાઉન્ટ આધાર કાર્ડથી જોડાયેલું નહીં હોય તો લાભ નહીં મળે.

આ પણ વાંચો : ભારતમાં પણ હવે ગોલ્ડ બેંક ખુલશે! સામાન્ય લોકોને આટલા ફાયદા થશે

કોને કેટલો લાભ મળશે?

એક એકર સુધી જમીન વાળા ખેડૂતોને વર્ષે પાંચ હજારની સહાય મળશે. આ રીતે બે એકર જમીન ધરાવતા ખેડૂતને 10 હજાર અને પાંચ એક જમીન ધરાવતા ખેડૂતને 25 હજાર રૂપિયાની સહાય મળશે. આ રકમ બે હપ્તામાં ચુકવવામાં આવશે.

અહીં દર મહિને ખેડૂતો ફક્ત 4721 રૂપિયાની કમાણી કરે છે!

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના એક રિપોર્ટ પ્રમાણે ઝારખંડમાં દર વર્ષે ખેડૂતોની સરેરાશ આવક ફક્ત 4721 રૂપિયા છે. જે રાષ્ટ્રીય સરેરાશથી ઓછી છે. કૃષિ સાથે જોડાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે આ માટે જ રાજ્ય સરકાર અહીં ખેડૂતોને આટલી સહાય કરી રહી છે.

આ પણ વાંચો : તમારી ઉંમર 30 વર્ષની છે તો આજથી શરુ કરો આ કામ

ખેડૂતોને ફાયદો મળશે!

કૃષિ વિભાગના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી કૃષિ આશીર્વાદ યોજનામાં આશરે 35 લાખ ખેડૂતોને ત્રણ હજાર કરોડ રૂપિયાની મદદ મળશે. ખેડૂતોને બિયારણ, જમીનની ખેડ, જંતુનાશક દવાઓ માટે બેંકમાંથી લોન લેવી પડે છે, આથી તેમને સહાય ચુકવવા માટે આ સ્કિમ શરૂ કરવામાં આવી છે. આ છેલ્લા પાંચ વર્ષમાં કૃષિ વિકાસ દરમાં 19 ટકાનો વધારે થયો છે. વર્ષ 2014માં આ દર -4.5 ટકા હતો, જે વર્ષ 2019માં વધીને 14.5 ટકા થઈ ગયો છે.
First published: November 2, 2019
વધુ વાંચો
अगली ख़बर