કોરોનાકાળમાં PNBની આ ખાસ સ્કીમ કરાવશે કમાણી, મહિલાઓને મળશે મોટો ફાયદો

કોરોનાકાળમાં PNBની આ ખાસ સ્કીમ કરાવશે કમાણી, મહિલાઓને મળશે મોટો ફાયદો
ફાઇલ તસવીર.

પંજાબ નેશનલ બેન્ક મહિલાઓને ઉદ્યમી બનાવવા માટે PNB Mahila Udyam Nidhi Scheme અંતર્ગત લોનની સુવિધા આપે છે.

  • Share this:
નવી દિલ્હી: દેશની બીજા નંબરની સૌથી મોટી સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્ક (Punjab National Bank) મહિલાઓ માટે કોરોનાકાળમાં ખાસ સ્કીમ લઈને આવી છે. આ સ્કીમ દ્વારા મહિલાઓ પોતાનો બિઝનેસ (Business) શરુ કરીને સારી એવી કમાણી કરી શકે છે. આ સ્કીમ અંતર્ગત બેન્ક દ્વારા મહિલાઓને ફાયનાન્શિયલ હેલ્પ કરવામાં આવે છે. જેના થકી મહિલાઓ બિઝનેસ સેટઅપ કરી શકે અને તેમને પૈસાની કમી ન થાય.

આ અંગે પંજાબ નેશનલ બેંકે ટ્વીટ કરીને આ સ્કીમ અંગે જાણકારી આપી છે. પીએનબીએ કહ્યું છે કે, પોતાના કારોબારની નવી ટેક્નોલોજીની મદદથી આગળ વધારો. જ્યારે મહિલા ઉદ્યમ નીતિ હોય તો બીજે શું કામ જવું. વધુ માહિતી મેળવવા માટે તમે ઓફિશિયલ લિંક https://tinyurl.com/y8ak5xhb ની મુલાકાત લો.



PNB મહિલા ઉદ્યમ નીતિ સ્કીમ

પંજાબ નેશનલ બેન્ક મહિલાઓને ઉદ્યમી બનાવવા માટે PNB Mahila Udyam Nidhi Scheme અંતર્ગત લોનની સુવિધા આપે છે. આ સ્કીમ દ્વારા મહિલાઓ પોતાનો બિઝનેસ શરુ કરી શકે છે. સાથે જ નવી ટેક્નોલોજી, બિઝનેસ વધારવો અને નવા હુનર લેવામાં મદદ કરે છે.

PNB મહિલા સમૃદ્ધિ યોજના

આ યોજના અંતર્ગત ચાર સ્કીમો ચાલી રહી છે. આ યોજના અંતર્ગત કોઈપણ વ્યાપાર અથવા બિઝનેસ યુનિટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેટઅપ કરવામાં મદદ મળે છે. આ માટે બેન્ક પાસેથી લોન લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરીને બિઝનેસ ચલાવી શકાય છે.

ક્રૅચ શરુ કરવાની સ્કીમ

જો કોઈ મહિલા ઘરે કે બહાર ક્રૅચ બિઝનેસ શરુ કરવા માંગે છે તો બેન્ક તેને મદદ કરશે. આ લોન અંતર્ગત બેન્ક મહિલાને બેઝિક સમાન જેમ કે વાસણ, સ્ટેશનરી, ફ્રીઝ, કૂલર, ફેન, આરઓ અને ગ્રોથ મોનિટર કરવામાં મદદ કરે છે. જેથી મહિલાઓ પોતાનો બિઝનેસ ઝંઝટ વિના શરુ કરી શકે.

PNB મહિલા સશક્તિકરણ અભિયાન

PNB Mahila Sashaktikaran અંતર્ગત મહિલાઓને બિઝનેસ આગળ વધારવા માટે નાણાકીય મદદ મળી રહે છે. બેન્ક આ માટે સ્વયં સહાયતા સમૂહ અને અન્ય નોન પ્રોફિટ સંસ્થાઓ દ્વારા મહિલાઓને કૃષિ કાર્ય સિવાયના વ્યાપારને ઉભો કરવા માટે આર્થિક રીતે મદદ કરે છે.
Published by:News18 Gujarati
First published:April 26, 2021, 15:25 pm

ટૉપ ન્યૂઝ