Home /News /business /LICની કન્યાદાન પોલિસી: માત્ર રૂ. 121માં કરો શરૂ, મળશે 27 લાખ રૂપિયા

LICની કન્યાદાન પોલિસી: માત્ર રૂ. 121માં કરો શરૂ, મળશે 27 લાખ રૂપિયા

આજે આપણે LICની એક એવી પોલિસી અંગે જે LICએ પુત્રીના લગ્ન માટે બનાવી છે

આજે આપણે LICની એક એવી પોલિસી અંગે જે LICએ પુત્રીના લગ્ન માટે બનાવી છે

    ન્યૂઝ18 ગુજરાતી: પુત્રીનો જન્મ થતાં જ તેના સારા ભવિષ્ય માટે સારી ઇન્વેસ્ટમેન્ટ પોલિસી લેવાનું પ્લાનિંગ કરવામાં આવે છે. આજે આપણે LICની એક એવી પોલિસી અંગે જે LICએ પુત્રીના લગ્ન માટે બનાવી છે. LICએ આ પોલિસીનું નામ કન્યાદાન યોજના રાખ્યું છે. આ યોજનામાં 121 રૂપિયા રોજના હિસાબે લગભગ 3600 રૂપિયા મંથલી પ્રીમિયમ પર આ પ્લાન મળી શકે છે. ઉપરાંત જો કોઇ આનાથી ઓછું પ્રીમિયમ અથવા વધારે પ્રીમિયમ આપવા ઇચ્છે તો પણ આ પ્લાન મળી શકે છે.

    LICની આ ખાસ પોલિસીમાં તમે રોજ 121 રૂપિયાના હિસાબે જમા કરો છો, તો 25 વર્ષમાં 27 લાખ રૂપિયા મળશે. જો પોલિસી લીધા બાદ મૃત્યુ થઇ જાય તો પરિવારને આ પોલિસીનું પ્રીમિયમ ભરવું નહીં પડે અને તે વર્ષ 1 લાખ રૂપિયા પણ મળશે. ઉપરાંત 25 વર્ષ પૂરા થશે ત્યારે પોલિસીના નોમિનીને 27 લાખ રૂપિયા અલગથી મળશે.

    આ પોલિસી લેવા માટે 30 વર્ષની ન્યૂનતમ ઉંમર હોવી જોઇએ અને પુત્રીની ઉંમર 1 વર્ષ. આ પ્લાન 25 વર્ષ માટે મળશે, પરંતુ પ્રીમિયમ 22 વર્ષ સુધી જ ભરવાનું રહેશે. તમારી અને પુત્રીની અલગ-અલગ ઉંમર પ્રમાણે પણ આ પોલિસી મળે છે. પુત્રીની ઉંમર પ્રમાણે આ પોલિસીની સમય સીમા ઘટી જશે.

    આ પણ વાંચો: સરકારી કર્મચારી આનંદો! સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો કરવાનો લીધો નિર્ણય

    પોલિસી પર એક નજર

    - 25 વર્ષ માટે પોલિસી લઇ શકાય છે.

    - 22 વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનું રહેશે.

    - રોજ 121 રૂપિયા અથવા મહીનામાં લગભગ 3600 રૂપિયા

    - વચ્ચે વીમાધારકનું મૃત્યુ થઇ જાય તો પરિવારને નહીં ભરવું પડે પ્રીમિયમ

    - પુત્રને પોલિસીના બાકી વર્ષો દરમિયાન દર વર્ષે મળશે 1 લાખ રૂપિયા

    - પોલિસી પૂરી થતાં નોમિનીને મળશે 27 લાખ રૂપિયા

    - આ પોલિસી ઓછા અથવા વધારે પ્રીમિયમ પર પણ મળી શકે છે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन