હવે તમને મળશે ચિપ આધારિત ઇ-પાસપોર્ટ, નહીં થઇ શકે છેડછાડ

News18 Gujarati
Updated: June 27, 2019, 5:43 PM IST
હવે તમને મળશે ચિપ આધારિત ઇ-પાસપોર્ટ, નહીં થઇ શકે છેડછાડ
પાસપોર્ટ ધારકની વ્યક્તિગત માહિતી સહિત ડિજિટલી હસ્તાક્ષર તે ચિપમાં સેવ રહેશે.

કેન્દ્રની મોદી સરકાર હવે ચિપ આધારિત પાસપોર્ટ રજૂ કરવાની પ્રક્રિયામાં છે. મીડિયા અહેવાલો અનુસાર આ તમામ કામ પૂર્ણ થઇ ચુક્યું છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: કેન્દ્રની મોદી સરકાર હવે ચિપ આધારિત પાસપોર્ટ રજૂ કરવાની પ્રક્રિયામાં છે. મીડિયા અહેવાલો અનુસાર, આ તમામ કામ પૂર્ણ થઇ ચુક્યું છે. આઇઆઇટી કાનપુર અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી) એ મળીને તેનો સૉફ્ટવેર તૈયાર કર્યો છે. નવા પાસપોર્ટમાં હવે પેપરની ગુણવત્તા અને છાપવાની કામગીરી શ્રેષ્ઠ રહેશે. પાસપોર્ટ ધારકની વ્યક્તિગત માહિતી સહિત ડિજિટલી હસ્તાક્ષર હશે અને તે ચિપમાં સેવ રહેશે. એવું માનવામાં આવે છે કે ઈ-પાસપોર્ટ સાથે કોઈ પણ પ્રકારના ચેડા કરનારા ઝડપથી પકડાઇ જશે. ઉપરાંત નવા પાસપોર્ટ સુરક્ષાના મામલામાં અદ્યતન સુવિધાઓથી સજ્જ હશે. આ માટે ઈલેક્ટ્રોનિક કોન્ટેક્ટલેસ જ્ઞાનની ગતિશીલતા વધારવા માટે ઇન્ડિયા સિક્યોરિટીઝ પ્રેસને મંજૂરી મળી છે.

મોદી સરકારે 2017માં ઇ-પાસપોર્ટ માટે પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. યોજના અનુસાર આ પ્રકારના પાસપોર્ટ સૌ પ્રથમ રાજદ્વારીઓ અને ઑફિસો માટે ઉપલબ્ધ થશે. ત્યારબાદ સામાન્ય લોકો માટે જાહેર કરવામાં આવશે.

દુનિયાના પાવરફુલ પાસપોર્ટની લિસ્ટમાં ભારત 80માં નંબર પર છે, જાપાન નંબર-1 પર


હવે એરપોર્ટ પર લાઇનમાં ઉભુ રહેવું નહીં પડે-

અંગ્રેજી સમચાર ફાઇનાન્સિયલ એક્સપ્રેસમાં છાપેલા અહેવાલ અનુસાર, ઇ-પાસપોર્ટ મારફતે એરપોર્ટ પર તમે થોડા જ સમયમાં તમારી ઓળખ સાબિત કરી શકશો.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમાં કોઈ કોમર્શિયલ એજન્સીને સામેલ કરવામાં આવી નથી. ચિપમાં 64 કિલોબાઇટ મેમરી જગ્યા હશે. ચિપમાં પાસપોર્ટ ધારકનો ફોટો અને ફિંગરપ્રિન્ટ સ્ટોર હશે.ચિપમાં 30 મુલાકાત અને આંતરરાષ્ટ્રીય મુસાફરીની માહિતી સંગ્રહ કરવાની ક્ષમતા હશે.

ભારતીય પાસપોર્ટનો કલર વાદળી હોય છે.


નાની ચિપમાં સલામત રહેશે તમારી માહિતી

ઇ-પાસપોર્ટમાં આ ચિપ તમારી તમામ માહિતી, બાયોમેટ્રિક ડેટા અને ડિજિટલ સાઇન સ્ટોર કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક ચિપ લાગેલો આ ઇ-પાસપોર્ટ તમારા જૂના પાસપોર્ટને બદલશે. જો કોઈ આ ચિપ સાથે છેડછાડ કરશે તો પાસપોર્ટ સેવા સિસ્ટમ આ વાતની જાણ કરી જશે, જેનાથી પાસપોર્ટનું ઓથેન્ટિકેશનની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય. આ ચિપમાં એવી કેટલીક જાણકારી સ્ટોર્સ હશે કે પાસપોર્ટ વગર તમારી પાસે આ ચિપને વાંચી શકાશે નહીં.

ફક્ત 7 દિવસમાં તમારા હાથમાં હશે પાસપોર્ટ

પાસપોર્ટની અરજી પ્રાપ્ત કર્યા પછી, ભારતની પાસપોર્ટ ઓથોરિટીની જરૂરી પૂછપરછ પછી પાસપોર્ટ જાહેર કરશે. જો કે વિદેશના ભારતીય દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સમાં પાસપોર્ટ આપવા માટે પોલીસ ચકાસણી જરૂરી નથી, નવા પાસપોર્ટ તાત્કાલિક ધોરણે સાત દિવસની અંદર જાહેર કરવામાં આવશે અને જૂનો પાસપોર્ટને રિઇશ્યુ કરવામાં આવશે.
First published: June 27, 2019, 5:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading