બેંક હોમ લોન પર લઇ રહી છે વધુ વ્યાજ તો, જાણી લો ટ્રાન્સફરની પ્રોસેસ

News18 Gujarati
Updated: September 24, 2018, 8:44 AM IST
બેંક હોમ લોન પર લઇ રહી છે વધુ વ્યાજ તો, જાણી લો ટ્રાન્સફરની પ્રોસેસ
દેશની મોટાભાગની બેંકોએ હોમ લોનનાં દર વધારી દીધા છે એવામાં જો આપ પણ આપની લોન ટ્રાન્સફર કરવાનું વિચારી રહ્યાં છો તો આજે અમે આપની જણાવીએ સંપૂર્ણ પ્રોસેસ

દેશની મોટાભાગની બેંકોએ હોમ લોનનાં દર વધારી દીધા છે એવામાં જો આપ પણ આપની લોન ટ્રાન્સફર કરવાનું વિચારી રહ્યાં છો તો આજે અમે આપની જણાવીએ સંપૂર્ણ પ્રોસેસ

  • Share this:
ગત બે અઠવાડિયા દરમિયાન ઘણી સરકારી અને પ્રાઇવેટ બેંકોએ લોનનાં વ્યાજ દર વધારી દીધા છે. એવામાં આપની બેંક જો આપની પાસેથી વધુ વ્યાજ લઇ રહ્યાં છે તો આપ આપનાં લોનની વધેલી રકમ અન્ય બેંકમાં ટ્રાન્સફર કરાવી શકો છો. પણ આ ત્યારે જ ફાયદોક રે છે જ્યારે અન્ય બેંકની વ્યાજ દર અને આપનાં પહેલાવાળી બેંકની વ્યાજ દરમાં અંતર વ્યવસ્થિત હોય. તો જ તમને લોન ટ્રાન્સફર કરવવાનો ફાયદો મળશે. આપને જણાવી દઇએ કે શરૂઆતમાં RBI (રિઝ્વ બેંક  ઓફ ઇન્ડિયા)એ ચાર વર્ષ બાદ મોંઘવારી વધવાની આશંકાએ રેપો રેટ (જે દર પર બેંક RBIથી પૈસા લે છે) 0.25 ટકા વધાર્યો હતો. તેથી તમામ બેંકની લોનનો દર વધી ગયો છે.

ચાલો ત્યારે નજર કરીએ લોન ટ્રાન્સફરની સંપૂર્ણ પ્રોસેસ
1. લોન ટ્રાન્સફર- જે હોમ લોન કંપનીઓ  બેંકમાં પોતાની લોન ટ્રાન્સફર કરાવી છે તે મૂળ રકમની ચૂકવણી પહેલાં બેંક કે કંપનીને કરે છે. હોમ લોન ટ્રાન્સફર થયા બાદ તે તેની EMI નવી બેંક કે કંપની પાસે જમા કરાવવાની હોય  છે.

2. હાલની લોન પહેલાં બંધ કરાવવી- હાલની લોન માટે લોન લેનાર અને લોન આપનાર બંનેએ જ ફોરક્લોઝર (પહેલાં જ બંધ કરાવવાની) સંપૂર્ણ પ્રક્રિયા પતાવી લેવી જોઇએ. તે ઉપરાંત નવી બેંક મૂળ રાશિની ચૂકવણી કરીને ઓરિજિનલ દસ્તાવેજ પ્રાપ્ત કરી શકે છે.

3. નવી લોન સાથે કરાર- નવી નાણાકિય સંસ્થા અને લોન લેનારની વચ્ચે લોન એગ્રીમેન્ટ કરવામાં આવે છે. જેનાં પર બંનેની સાઇન અનિવાર્ય છે. આ ઉપરાંત નિયમિત તેમજ શરતોનું પાલન કરવું પણ ખુબજ જરૂરી છે.

4. કોણ કરાવી શકે છે લોન ટ્રાન્સફર- જો આપ ઓછામાં ઓચાં 12 માસિક હપ્તા ભરી લીધા છે અને આપની ક્રેડિટ રેટિંગ સારી છે તથા હવે આપ હોમલોનનું બેલેન્સ ટ્રાન્સફર કરાવી શકો છો. આ ઉપરાંત તે ન્યૂનતમ અને અધિક્તમ રકમની સીમા નિર્ધારિત કરી શકો છો.5. આ માટે શું કરવું જોઇએ? - આ માટે નવાં હાઉસિંગ લોનનું આવેદન નવી સંસ્થા પાસે કરાવવું જઇએ. હાલમાં કેટલિક કંપનીઓ આ સુવિધા માટે ઓનલાઇન આવેદન પણ સ્વીકારે છે.

6. કયાં કયા ડોક્યુમેન્ટ જોઇએ? - હોમ લોન ટ્રાન્સફર માટે આવેદન કર્તાની ફોટો, બેંક ખાતાની ડિટેઇલ, ઓળખ પત્રની કોપી, આવકનો પુરાવા જેવા દસ્તાવેજની જરૂર પડે છે.
(I) હાલની નાણાકીય સંસ્થાન દ્વારા લેખિત પ્રમાણની પ્રોપર્ટી તેમની પાસે છે.
(II) હાલનાં લોન ધિરનાર બેંક કે કંપની પાસેથી લોન પાત્ર રકમનું પ્રમાણ પત્ર લેવું
(III) પ્રોપર્ટીનાં તમામ કાગળોની એક કોપી લેવી
7. જરૂરી વાતો
- બેલેન્સ ટ્રાન્સફર પહેલાં ટ્રાન્સફરનાં ખર્ચનો હિસાબ જરૂરથી લગાવી લેવો
- ભારતીય રિઝર્વ બેંકનાં નિયમ અનુસાર, કોઇ પણ નાણાકીય સંસ્થા ફ્લોટિંગ વ્યાજ દર પર કોઇપણ પ્રકારનાં ફોરક્લોઝર ચાર્જ લાગૂ કરી શકતા નથી.
First published: September 24, 2018, 8:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading