ન્યૂઝ18 ગુજરાતી: દેશની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પ (Hero MotoCorp)એ સ્કૂટર Hero Maestro Edge 125ને બજારમાં ઉતાર્યું છે. આ નવું સ્કૂટર ત્રણ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. જેમાં કાર્બ્યુરેટર ડ્રમ બ્રેક, કાર્બ્યુરેટર ડિસ્ક બ્રેક અને ફ્યુલ ઇન્જેક્ટેડ વેરિયન્ટ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આની એક્સ શોરૂમ કિંમત 58,500 રૂપિયા, 60,000 રૂપિયા અને 62,700 રૂપિયા છે. તમને જણાવી દઇએ કે, માર્કેટમાં આની ટક્કર ટીવીએસ એનટોર્ક અને હોન્ડા ગ્રાજિયા જેવા સ્કૂટર્સ સાથે થશે. જેની કિંમત ક્રમશ: 59,900 અને 60,723 રૂપિયા છે. કંપનીની ડીલરશિપ પર નવા સ્કૂટરનું બુકિંગ કરાવી શકાય છે. આ મહિનાના અંત સુધી આની ડિલીવરી શરૂ થઇ જશે.
આ સ્કૂટરની સ્ટાઇલિંગ ઓટો એક્સપો 2018માં રજૂ કરવામાં આવેલા માએસ્ટ્રો એજની જેમ જ છે. આની સ્ટાઇલિંગ શાર્પ અને સ્પોર્ટી છે. કંપનીએ આને યુવા ખરીદારોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યું છે. સ્કૂટરમં એક્સટર્નલ ફ્યુલ-ફિલર કેપ અને ડિઝિટલ એનાલોગ ઇન્સ્ટૂમેન્ટ ક્લસ્ટર છે. આમાં સાઇડ સ્ટેંર્ડ અને સર્વિસ ઇન્ડિકેટરની સુવિદ્યા છે.
>> હીરોના આ નવા સ્કૂટરમાં પણ Destini 125 વાળું 125cc એન્જિન છે. >> માએસ્ટ્રો એજ 125નું ફ્યુલ ઇન્જેક્ટેડ વેરિયન્ટ દેશનું પહેલું ફ્યુલ ઇન્જેક્ટેડ સ્કૂટર છે. >> આ વેરિયન્ટમાં આ એન્જિન 7,000rpm પર 9.2hp પાવર અને 5,000rpm પર 10.2Nm પીક ટોર્ક જનરેટ કરે છે. >> કાર્બ્યુરેટર વેરિયન્ટમાં આ એન્જિન 6,750rpm પર 8.83hp પાવર અને 5,000rpm પર 10.2Nm ટોર્ક જનરેટ કરે છે. >> હીરોની સ્ટાર્ટ-સ્ટોપ ટેક્નોલોજી (Hero i3S) આપવામાં આવી છે, જેનાથી આની એવરેજ સારી રહેશે. ઉપરાંત સ્કૂટરમાં સીટની નીચે યુએસબી પોર્ટ આપવામાં આવ્યું છે. >> આના ફ્રન્ટમાં ટેલેસ્કોપિક ફોર્ક અને રિયરમાં મોનોશોક સસ્પેન્શન છે. >> સ્કૂટરનું ફ્રન્ટ વ્હીલ 12 ઇંચ અને રિયર વીલ 10 ઇંચનું છે. તે 4 મેટ ફિનિશ કલર ઓપ્શન બ્લુ, બ્રાઉન, ગ્રે અને રેડમાં ઉપલબ્ધ છે. >> ડેસ્ટિની 125 બાદ હીરોનું આ બીજું 125ccનું સ્કૂટર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર