Home /News /business /

આજથી બદલાઈ ગઈ 4 વસ્તુ! બેન્કથી લઈ રેલ્વે, તમારા ખીસ્સા પર પડશે અસર

આજથી બદલાઈ ગઈ 4 વસ્તુ! બેન્કથી લઈ રેલ્વે, તમારા ખીસ્સા પર પડશે અસર

આજથી 4 વસ્તુ બદલાઈ જશે - તમારા ખીસ્સા પર પડશે તેની અસર

આજથી ટ્રેનમાં IRCTC તરફથી ઈ-ટિકિટ પર આપવામાં આવતા મફત ટ્રાવેલ વીમાની સુવિધા બંધ કરવામાં આવી રહી છે.

    સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ ચુકી છે. આજથી ટ્રેનમાં IRCTC તરફથી ઈ-ટિકિટ પર આપવામાં આવતા મફત ટ્રાવેલ વીમાની સુવિધા બંધ કરવામાં આવી રહી છે. હવે જો તમે વીમાની સુવિધા લેવા માંગો છો તો, તેના માટે તમારે અલગથી પેમેન્ટ કરવું પડશે. આ સાથે આ સાથે આજથી પોસ્ટ ઓફિસની પેમેન્ટ બેન્ક શરૂ થઈ જશે. આમાં તમને ઘરે બેઠા જ મફતમાં તમામ બેકિંગ સુવિધા મળશે.

    1 - IRCTC દ્વારા ડિસેમ્બર 2017થી યાત્રિઓને ફ્રીમાં વીમાની સુવિધા આપવાનું શરૂ કર્યું હતું આ સુવિધા ડિઝિટલ ટ્રાંજેક્શનને પ્રોત્સાહન આપવા શરૂ કરવામાં આવી હતી. તે સમયે IRCTCએ ડેબિટ કાર્ટથી ટિકિટ લેનાર માટે લાગતા ચાર્જને પણ ખતમ કરી દીધો હતો. હવે આ સુવિધા આજથી બંધ કરવામાં આવી છે. હવે વીમો જોઈતો હોય તો, અલગથી તેની ચૂકવણી કરવી પડશે.

    2 - પોસ્ટ વિભાગની પેમેન્ટ બેન્ક - 1 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે આ પેમેન્ટ બેન્ક . નાણા રાજ્યમંત્રી મનોજ સિન્હાએ આ મુદ્દે જાણકારી આપતા જણાવ્યું કે, આ બેન્ક સામાન્ય બેન્ક કરતા થોડી અલગ હશે. આ દેશની પહેલી મોટી બેન્ક હશે, જે લોકોને ગર પર બેન્કની સર્વિસ આપશે. પોસ્ટ વિભાગના દેશભરમાં ફેલાયેલા પોતાના પોસ્ટ સેવકો અને પોસ્ટમેન દ્વારા આ સર્વિસ આપવામાં આવશે. બેન્ક તમને સેવિંગ એકાઉન્ટ પર 4 ટકા આસપાસ વ્યાજ આપે છે, ત્યારે પોસ્ટ વિભાગ તમને સેવિંગ એકાઉન્ટ પર 5.5 ટકા વ્યાજ આપશે.

    3 - 1 ડિસેમ્બરથી કાર અને બાઈક ખરીદવા પર વધારે પૈસા ચુકવવા પડશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આઈઆરડીએઆઈએ થર્ડ પાર્ટી વીમા માટે નવો નિયમ જાહેર કર્યો છે. હવે નવું બાઈક ખરીદવા પર 5 વર્ષનો વીમો અને કાર ખરીદવા પર 3 વર્ષનો થર્ડપાર્ટી વીમો આપવામાં આવશે. પહેલા આ 1 વર્ષનો હતો.

    4 - આધાર જાહેર કરનાર સંસ્થા UIDAIએ ચહેરાથી ઓળખ(ફેશ રિગ્નિશન)ની જાહેરાત કરી છે. ફેશ રિકગ્નિશન સત્યાપન માટેની એક શ્રેષ્ઠ રીત બનશે. ફેશ રિકગ્નિશનની શરૂઆત ટેલિકોમ સર્વિસ આપતી કંપનીઓથી શરૂ થશે અને આ 15 સપ્ટેમ્બરથી શરૂ થશે. આદાર જાહેર કરનારી UIDAIની પહેલા 1 સપ્ટેમ્બરથી ફેશ રેકગ્નિશન ફિચર લાવવાની યોજના હતી.
    Published by:kiran mehta
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन