Home /News /business /

PNB ખાતા વગર આપી રહી છે પ્રીપેડ ATM કાર્ડ, જરૂર પ્રમાણે રાખો નાણાં

PNB ખાતા વગર આપી રહી છે પ્રીપેડ ATM કાર્ડ, જરૂર પ્રમાણે રાખો નાણાં

PNB ખાતા વગર આપી રહી છે પ્રીપેડ ATM કાર્ડ

સરકારી બેંક પંજાબ નેશનલ બેંક (PNB) ગ્રાહકોને એક વિશેષ સુવિદ્યા આપી રહી છે

    ન્યૂઝ18 ગુજરાતી: સરકારી બેંક પંજાબ નેશનલ બેંક (PNB) ગ્રાહકોને એક વિશેષ સુવિદ્યા આપી રહી છે. જે લોકો PNBમાં એકાઉન્ટ ધરાવતાં નથી તે લોકોને પણ આ સર્વિસ આપવામાં આવી રહી છે. આ કાર્ડની સૌથી મોટી વાત એ છે કે, આમાં એટલા જ નાણાં રહેશે, જેટલા તમે ઇચ્છો છો. અથવા જેટલાં નાણાંની તમને જરૂર છે.

    શું છે પ્રીપેડ ATM કાર્ડ

    PNBનું સુવિધા કાર્ડ (PNB SUVIDHA CARD)એક ATM કાર્ડની જેમ છે. પરંતુ આમાં નાણાં તમારી મરજી પ્રમાણે ભરવામાં આવશે. આ પ્રીપેડ કાર્ડમાં એકાઉન્ટ હોલ્ડર પોતાની મરજી પ્રમાણે નાણાં ટ્રાન્સફર કરી શકે છે.

    કેટલું બેલેન્સ રાખી શકાય છે

    કાર્ડમાં ઓછામાં ઓછા 500 રૂપિયા રાખવા જરૂરી છે. જ્યારે મહત્તમ બેલેન્સ 50,000 રૂપિયા રાખી શકાય છે.

    આ પણ વાંચો: ટ્રેનમાં સીટ આપવા માટે ના નહીં પાડી શકે TTE, તમે પણ ચેક કરી શકો છો ખાલી સીટ

    કેવી રીતે મળશે કાર્ડ

    કોઇપણ ગ્રાહક પીએનબી સુવિધા કાર્ડ મેળવી શકે છે. જેના માટે પીએનબીમાં એકાઉન્ટ હોવું જરૂરી નથી. આ માટે ઓળખ અને કેવાઇસલી જરૂરી છે. તે ત્રણ વર્ષ સુધી વેલિડ રહેશે.

    સુવિધા પ્રીપેડ કાર્ડ માર્કેટ્સ ઉપરાંત સ્વેપ મશીન માટે પણ માન્ય છે. ગ્રાહક માર્કેટમાંથી ખરીદી કર્યા પછી કાર્ડ સ્વેપ કરાવી શકે છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Features, PNB, Pnb suvidha card

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन