Home /News /business /

19 માર્ચ સુધી પતાવી લો જરૂરી કામ, હોળીમાં આટલા દિવસ બંધ રહેશે બેંક

19 માર્ચ સુધી પતાવી લો જરૂરી કામ, હોળીમાં આટલા દિવસ બંધ રહેશે બેંક

પ્રતિકાત્મક તસવીર

અહીં એક વાત નોંધવી જરૂરી છે કે અલગ અલગ રાજ્યમાં બેંકની રજા અલગ અલગ હોય છે.

    ન્યૂઝ18 ગુજરાતી : જો તમે હોળીના તહેવારોના દિવસોમાં બેંક સંબધિત કોઈ જરૂરી કામ કરવા માંગો છો તો 19મી માર્ચ સુધી પતાવી લો, નહીં તો ફરી 24મી માર્ચ પછી તમારું કામ થશે. કારણ કે 20થી 24મી માર્ચના રોજ ચાર દિવસ સુધી બેંકો બંધ રહેશે. જોકે, અહીં એક વાત નોંધવી જરૂરી છે કે અલગ અલગ રાજ્યમાં બેંકની રજા અલગ અલગ હોય છે. આખા દેશમાં બેંક ફક્ત રાષ્ટ્રીય તહેવાર હોય તે જ દિવસે બંધ રહે છે. તો જાણીએ હોળી પર કયા રાજ્યમાં બેંકોમાં રજા રહેશે.

    20થી 21 સુધી હોળીની રજા રહેશે

    20મી માર્ચ (બુધવાર)ના રોજ હોળીને કારણે દહેરાદૂન, કાનપુર, લખનઉ અને રાંચીમાં રજા રહેશે. 21મી માર્ચના રોજ એટલે કે ગુરુવારે મોટા ભાગના રાજ્યમાં બેંકમાં રજા રહેશે. આ દિવસે ધુળેટી છે.

    22મી માર્ચના રોજ શુક્રવારે બિહાર ડે છે, આ કારણે બિહારમાં બેંકોમાં રજા રહેશે. 23મી માર્ચના રોજ ચોથો શનિવાર હોવાને કારણે અને 24મી માર્ચના રોજ રવિવારે હોવાથી બેંક બંધ રહેશે. આથી 21થી લઈને 24મી માર્ચ સુધી રજા રહેશે.

    આ પણ વાંચો : બેંક-પોસ્ટ ઓફિસમાં FD કરનારાઓ માટે સારા સમાચાર, 1 એપ્રિલથી લાગૂ થશે નિયમ

    ગુજરાતમાં ધુળેટીની રજા રહેશે

    ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં 21મી માર્ચ એટલે કે ગુરુવારના દિવસે બેંકોમાં ધુળેટીની રજા રહેશે. ત્યાર બાદ શુક્રવારે બેંક ચાલુ રહેશે. જે બાદમાં ચોથો શનિવાર અને પછીના દિવસે રવિવાર આવતો હોવાથી બે દિવસ સુધી બેંક બેંધ રહેશે. નોંધનીય છે કે અઠવાડિયાના અંતમાં જ્યારે ગુરુવારે રજા આવતી હોય છે ત્યારે સામાન્ય રીતે બેંકોમાં કર્મચારીઓ રજા લેતા હોય છે. એટલે કે શક્ય છે કે બેંક ચાલુ હોવા છતાં તમારું કામ ન થઈ શકે.

    વધુ જાણકારી માટે આ લિંક પર ક્લિક કરો:

    https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank holidays, Dhuleti, Holi, Holi celebration, Holidays

    આગામી સમાચાર