સરકારે આર્થિક સરવે 2019-20 સંસદમાં રજૂ કર્યો છે. સરવેમાં કહેવામાં આવ્યું છે કે નાણાંકીય વર્ષ 2019-20માં જીડીપી ગ્રોથ 7 ટકા રહેવાનું અનુમાન છે. આર્થિક સરવેને નાણા મંત્રાલયના મુખ્ય દસ્તાવેજ માનવામાં આવે છે.
અર્થવ્યવસ્થાના તમામ પહેલાઓનો તેમાં ઉલ્લેખ કરી આંકડા રજૂ કરવામાં આવે છે. આર્થિક સરવે પ્રમાણે જ બજેટ બનાવવામાં આવે છે. આર્થિક સરવેને મુખ્ય સલાહકારની ટીમ તૈયાર કરે છે. આ વખતે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમની દેખરેખમાં આર્થિક સર્વેક્ષણ તૈયાર કરવામાં આવશે. સરવેમાં કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર, ધનની આપૂર્તિ, કિંમત, આયાત, નિકાસ, વિદેશી મુદ્રા ભંડારનું વિશ્લેષણ કરવામાં આવે છે.
- ક્રેડિટ ગ્રોથ વધુ રહેવાથી FY20માં ઇન્વેસ્ટમેન્ટ રેટ વધુ રહ્યો.
- NPAમાં ઘટાડાથી કેપેક્સ સાઇકલમાં વધારો થવો જોઇએ.
- અકોમોડેટિવ એમપીસી પોલિસથી વાસ્તવિક લોનના દર ઘટાડવામાં મદદ મળશે.
- કાચા તેલની કિંમતોમાં ઘટાડો નોંધાયો.
- ખાદ્ય પદાર્થોની કિંમત ઘટતા ખેડૂતો FY19 ઓછું ઉત્પાદન કરી શકે છે.
- FY19માં જનરલ ફિસ્કલ ડેફિસિટ 5.8 ટકા રહ્યું, FY18માં આ 6.4 ટકા પર રહ્યું હતું.
- ચૂંટણી ગતિવિધિઓને કારણે જાન્યુઆરી-માર્ચ તિમાહીમાં અર્થવ્યવસ્થામાં સુસ્તી આવી.
- FY19માં સુસ્તી માટે એનબીએફસીનું સંકટ જવાબદાર છે.
- સરકાર ફિસ્કલ કંસોલિડેશન તરફ મજબૂતીથી ચાલી રહી છે.
- વિદેશી રોકાણકારોનો ભારત પર ભરોસો વધ્યો છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર