કોરોનાના કારણે દેશમાં સસ્તું થશે ઘર ખરીદવું! બદલી જશે પ્રોપર્ટીનો ટ્રેન્ડ : રિપોર્ટ

News18 Gujarati
Updated: May 6, 2020, 11:22 PM IST
કોરોનાના કારણે દેશમાં સસ્તું થશે ઘર ખરીદવું! બદલી જશે પ્રોપર્ટીનો ટ્રેન્ડ : રિપોર્ટ
કોરોનાના કારણે દેશમાં સસ્તું થશે ઘર ખરીદવું! બદલી જશે પ્રોપર્ટીનો ટ્રેન્ડ : રિપોર્ટ

નાઇટ ફ્રેંક ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે કોરોનાના કારણે પોપર્ટીના ડિમાન્ડ-સપ્લાયમાં ઘણો ફેરફાર આવી શકે છે

  • Share this:
નવી દિલ્હી : પ્રોપર્ટી કંસલટેંસી ફર્મ નાઇટ ફ્રેંક ઇન્ડિયા (Knight Frank Report)ના રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે દેશના સૌથી મોંઘા પ્રોપર્ટી બજાર એટલે કે મુંબઈમાં પ્રોપર્ટી ખરીદવી સસ્તી થઈ શકે છે. નાઇટ ફ્રેંકનો આ રિપોર્ટ દુનિયાના 20 મોટા શહેરોમાં રેસિંડેંશિયલ પ્રોપર્ટીની કિંમતમાં આવનાર ટ્રેન્ડ બતાવે છે. આ ટ્રેન્ડ ડિમાન્ડ, સપ્લાય, કોવિડ-19ની અસર અને સરકાર તરફથી આપેલ રાહત પકેજના આધારે બનાવવામાં આવ્યો છે.

કેટલી સસ્તી થશે પ્રોપર્ટી

- પોતાના પ્રાઇમ ગ્લોબલ રેસિડેંશિયલ ફોરકાસ્ટમાં નાઇટ ફ્રેંકે કહ્યું કે આ વર્ષે મુંબઈમાં રિયલ એસ્ટેટના ભાવ 5 ટકા ઘટી શકે છે. આટલું જ નહીં 2021માં પણ કિંમતોમાં 3 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.

- રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે કોરોના મહામારી પ્રોપર્ટી ખરીદવાના ટ્રેન્ડને બદલી શકે છે. ખાસ કરીને બીજુ ઘર ખરીદવા, લોન પર ઘર ખરીદવા અને રેન્ટ પર રહેવા જેવા ટ્રેન્ડમાં ફેરફાર જોવા મળી શકે છે. જોકે રિપોર્ટમાં કહેવાયું છે કે લાંબા ગાળામાં રોકાણ માટે પ્રોપર્ટીનું આકર્ષણ બન્યું રહેશે.

આ પણ વાંચો - દેશમાં જલ્દી શરુ થઈ શકે છે સાર્વજનિક પરિવહન, સરકાર તૈયાર કરી રહી છે ગાઈડલાઈન્સ : ગડકરી

- નાઇટ ફ્રેંક ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે કોરોનાના કારણે પોપર્ટીના ડિમાન્ડ-સપ્લાયમાં ઘણો ફેરફાર આવી શકે છે. સેકન્ડ હોમના ડિમાન્ડમાં ઘટાડો આવી શકે છે. હોમ લોનના ચલણ ઉપર આગળ પણ અસર જોવા મળી શકે છે.- રિયલ એસ્ટેટના પ્રાઇમ સેગમેન્ટ પર તેની ખાસ અસર જોવા મળી રહી છે. ભારતના પોપર્ટી માર્કેટે covid-19ના કારણે ભારે ઉથલ-પુથલનો સામનો કરવો પડશે. જોકે ભારત અને દુનિયાના રિયલ એસ્ટેટ બજાર માટે એક આશાનું કિરણ પણ જોવા મળી રહ્યું છે. કારણ કે covid-19ના પ્રભાવના કારણે કિંમતોમાં ઘટાડો થશે, જેના કારણે ઘરની જરુરિયાતવાળા લોકો આ તકનો ફાયદો ઉઠાવી શકશે.
First published: May 6, 2020, 11:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading