Jio પ્લેટફોર્મ્સમાં KKR કરશે 11,367 કરોડ રૂપિયાનું રોકાણ

News18 Gujarati
Updated: May 22, 2020, 9:54 AM IST
Jio પ્લેટફોર્મ્સમાં KKR કરશે 11,367 કરોડ રૂપિયાનું રોકાણ
આ ડીલની સાથે જિયોએ છેલ્લા એક મહિનામાં રોકાણના માધ્યમથી 78,562 કરોડ રૂપિયા મેળવ્યા છે

આ ડીલની સાથે જિયોએ છેલ્લા એક મહિનામાં રોકાણના માધ્યમથી 78,562 કરોડ રૂપિયા મેળવ્યા છે

  • Share this:
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ની સ્વામિત્વવાળી જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (Jio Platforms Limited)માં કેકેઆર (KKR) 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. દેશના મોટા ડિજિટલ સર્વિસિસ પ્લેટફોર્મ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીજ અને જિયો પ્લેટફોર્મએ શુક્રવારે આ ડીલની જાહેરાત કરી. KKR જિયો પ્લેટફોર્મ્સમાં 2.32 ટકાની હિસ્સેદારી માટે 11,367 કરોડનું રોકાણ કરશે. કોઈ પણ એશિયન કંપનીમાં KKRનું આ સૌથી મોટું રોકાણ છે. જિયો પ્લેટફોર્મ્સની ઇક્વીટી વેલ્યૂ 4.91 લાખ કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઇઝ વેલ્યૂ 5.16 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. હવે આ ડીલની સાથે જિયોએ છેલ્લા એક મહિનામાં રોકાણના માધ્યમથી 78,562 કરોડ રૂપિયા મેળવ્યા છે.

એક મહિનામાં જિયોએ એકત્ર કર્યા 78,562 કરોડ રૂપિયા

’જિયો પ્લેટફોર્મ્સએ છેલ્લા એક મહિનામાં 5 મોટી ડીલ કરી છે. રિલાયન્સ જિયોમાં રોકાણ કરનારી કંપનીઓની યાદીમાં ફેસબુક, સિલ્વર લેક પાર્ટનર્સ, વિસ્ટા ઇક્વિઠી પાર્ટનર્સ, જનરલ અટલાન્ટિક બાદ હવે KKR સામેલ થઈ ગયું છે. તેની સાથે હવે ’જિયો પ્લેટફોર્મ્સે 78,562 કરોડ રૂપિયાની ડીલને પૂરી કરી દીધી છે. આ તમામ ડીલ બાદ હવે ’જિયો પ્લેટફોર્મ્સની ઇક્વિટી વેલ્યૂ (Jio Equity Value) અને એન્ટરપ્રાઇઝ વેલ્યૂ (Jio Enterprise Value)માં પણ જબરદસ્ત વધારો થયો છે.

RILના ચેરમેને શું કહ્યું?

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, મને દુનિયાના સૌથી સન્માનિત નાણાકીય રોકાણકારો પૈકી એક KKRનું સ્વાગત કરતાં ખુશી થઈ રહી છે. તમામ ભારતીયોને લાભ માટે ઈન્ડિયન ડીજિટલ ઇકોસિસ્ટમના વિકાસ અને ટ્રાન્સફોર્મેશનમાં એક મૂલ્યવાન ભાગીદારીના રૂપમાં સાથે આવ્યા છે. KKR ભારતમાં એક મુખ્ય ડિજિટલ સોસાયટીનું નિર્માણ અમારા મહાત્વકાંક્ષી લક્ષ્યને શૅર કરે છે.
2016માં થઈ હતી જિયોની શરૂઆત

જિયોની શરૂઆત 2016માં થઈ હતી. ધીમેધીમે તેણે ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ધામ જમાવી દીધી. ટેલીકોમ અને બ્રોડબેન્ડથી લઈને ઈ-કોમર્સમાં તેણે પોતાનો વિસ્તાર કર્યો અને 38 કરોડ ગ્રાહકો સુધી પહોંચી ગઈ. કન્સ્લટનસી પીડબલ્યૂસી અનુસાર, ભારતમાં વર્ષ 2022માં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા વધીને 850 મિલિયન થવાની આશા છે. જિયોનું વિઝન 1.3 અજબ લોકો એન નાન વેપારીઓ, માઇક્રો-બિઝનેસ અને ખેડૂતો સહિત વ્યવસાયો માટે ડિજિટલ ઈન્ડિયાને સક્ષમ બનાવવાનું છે જેથી તેઓ સમાવેશી વિકાસનો લાભ લઈ શકે.

(ડિસ્ક્લેમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)




 
First published: May 22, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading