નવી દિલ્હીઃ અમેરિકાની બાયઆઉટ ફર્મ કેકેઆર એન્ડ કંપની (KKR & Co) રિલાયન્સ રિટેલ (Reliance Retail)માં મોટું રોકાણ (KKR Reliance Retail Deal) કરશે. કેકેઆર રિલાયન્સ રિટેલમાં 5550 કરોડ રૂપિયાનું રોકાણ કરી 1.28 ટકા હિસ્સેદારી ખરીદશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ માર્કેટમાં ખૂબ ટૂંકા સમયમાં આ બીજી ડીલ છે. આ ડીલ માટે રિલાયન્સ રિટેલની વેલ્યૂ 4.21 લાખ કરોડના આધારે કરવામાં આવી છે. રિલાયન્સે 23 સપ્ટેમ્બરે આ માહિતી એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (Mukesh Ambani)એ આ ડીલ વિશે જણાવ્યું કે, કેકેઆરને રિલાયન્સ રિટેલ વેન્ચરમાં રોકાણને હું આવકારું છું અને મને તેનો ખૂબ જ આનંદ છે. રિલાયન્સ રિટેલે ભારતીય નાગરિકોને ભારતીય રિટેલ ઇકોસિસ્ટમના તમામ લાભ પૂરા પાડવા માટે અગ્રેસર અને પ્રયાસરત છે જેમાં આ રોકાણે બળ પૂરું પાડ્યું છે.
આ પણ વાંચો, સપ્ટેમ્બરમાં ડીઝલ 2.28 રૂપિયા પ્રતિ લીટર સુધી થયું સસ્તું, ચેક કરો આજના પેટ્રોલ-ડીઝલના ભાવ
KKRના કો-ફાઉન્ડર અને કો-સીઇઓ હેર્ની ક્વારિસ (Henry Kravis)એ જણાવ્યું કે, રિલાયન્સ રિટેલ એ ગ્રાહકો અને નાના વેપારી બંનેના માટે પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે. રિલાયન્સ રિટેલ સાથે વધુ ભારતીય ગ્રાહકો જોડાતાં જઈ રહ્યા છે અને ઓનલાઇન શોપિંગ તથા કંપનીના કરિયાણા ટૂલ તેની વેલ્યૂ ચેનને વધુ મજબૂત બનાવશે. રિલાયન્સ રિટેલને દેશના સૌથી અગ્રેસર રિટેલર બનવાના અભિયાનમાં તેમની સાથે જોડાઈને તેમને સપોર્ટ કરવા બાબતે હું ખૂબ ઉત્સાહિત છું. આ અભિયાનના માધ્યમથી ભારતનું રિટેલ માર્કેટ વધુ મજબૂત બનશે અને ગ્રાહકોને ફાયદો થશે.
આ પણ વાંચો, COVID-19 Vaccine: ICMR ડાયરેક્ટરના નિવેદને ચિંતા વધારી, કહ્યુ, શ્વાસના રોગીઓ પર કોઈ વેક્સીન 100% કારગર નથી
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 9 સપ્ટેમ્બરે સિલ્વર લેક પાર્ટનર્સે (Silver Lake Partners) જણાવ્યું હતું કે, તેઓ રિલાયન્સ રિટેલમાં 7500 કરોડનું રોકાણ કરીને 1.75 ટકા હિસ્સેદારી ખરીદશે. આ ભારતના રિટેલ માર્કેટમાં વિદેશી રોકાણની સૌથી મોટી ડીલ માનવામાં આવી રહી છે.
(ડિસ્ક્લેમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે. Published by:Mrunal Bhojak
First published:September 23, 2020, 08:43 am