lockdown બાદ કેટલું વધ્યું કિચનનું બજેટ? જાણો કેવા રહ્યા લોટ-દાળથી લઈ શાકભાજી-મસાલાના ભાવ

News18 Gujarati
Updated: July 12, 2020, 5:57 PM IST
lockdown બાદ કેટલું વધ્યું કિચનનું બજેટ? જાણો કેવા રહ્યા લોટ-દાળથી લઈ શાકભાજી-મસાલાના ભાવ
પ્રતિકાત્મક તસવીર

સરસો તેલમાં હળવો વધારો થયો છે, તેની એક લીટર બોટલ એક વર્ષ પહેલાના 110 રૂપિયાને બદલે હાલ 122 રૂપિયા થઈ ગયો છે. પતંજલી દેશી ઘીના ભાવ એક વર્ષમાં 15 ટકા વધી 550 રૂપિયા કિલો થઈ ગયા છે

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ મહામારીને રોકવા માટે દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉન બાદ પણ સ્થાનીક બજારમાં ફેબ્રુઆરીથી જૂન દરમિયાન રસોઈની વસ્તુઓના બાવમાં કોઈ ખાસ વધારો જોવા નથી મળ્યો. પરંતુ એક વર્ષ પહેલાની તુલનામાં દાળના ભાવમાં તેજી આવી છે. લોકડાઉનને લઈ ડેટા એકત્ર કરવાની મુશ્કેલીના કારણે સરકાર આ દરમિયાન મૂલ્યોના પૂરા આંકડા જાહેર નથી કરી શકી.

મોટાભાગના શહેરમાં રાશનની કરીદદારી અનુસાર, મે, જૂનમાં અડધની દાળ, મસૂર, જેવા તમામ દાળના ભાવ પહેલાના મુકાબલે 30 ટકા વધી ગયા છે.

કેટલી વધી ગામ અને શહેરોમાં મોંઘવારી?

હળદર, મરચા, કોથમીના ભાવ ક્વોલીટીના હિસાબે સીમિત વધતા જ રહ્યા. ચા-પત્તી પાંચ ટકા મોંઘી થઈ. ખાંડના ભાવ છેલ્લા કેટલાક વર્ષથી 35-36 રૂપિયા કિલોના વચ્ચે રહેતા હતા, જે હવે વધ્યા છે. સરકાર તરફથી માત્ર ખાદ્ય વસ્તુઓના મૂલ્યોના આધારે જોઈએ તો, ગ્રામિણ ક્ષેત્રમાં મોંઘવારી 9.69 ટકા જ્યારે શહેરમાં 8.36 રહી.

આ પણ વાંચોઅમદાવાદ : પ્રેમિકાની ઈચ્છા માટે લૂંટ With મર્ડર કર્યું, હત્યારા પ્રેમીપંખીડાએ કર્યા ચોંકાવનારા ખુલાસા

લોકડાઉને મુશ્કેલી ઉભી કરીકરિયાણા વેપારીનું કહેવું છે કે, લોકડાઉન દરમિયાન જથ્થાબંધ માર્કેટમાં માલ પહોંચાડવો ખૂબ મુશ્કેલ બન્યું. મજદૂર અને માલવાહનોની અછતના કારણે ભાડા વધી ગયા. મોટાભાગના દાળના પાક શિયાળામાં લેવામાં આવતા હોય છે.

દાળ પર દેખાઈ શકે છે એમએસપીની અસર

બજાર જાણકાર અનુસાર, હાલના વર્ષોમાં સરકારે દેશમાં દલહન ખેતીને પ્રોત્સાહન આપવા માટે ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય (એમએસપી)માં ઘણી વૃદ્ધિ કરી છે, તેની પણ દાળના ભાવ પર અસર થઈ હોઈ શકે છે. વર્ષ 2014-15થી 2019-20ની જો વાત કરીએ તો, અડધની એમએસપી 31 ટકા, તૂવેરની એમએસપી 33 ટકા વધી છે. તો મૂંગની દાળની એમએસપીમાં આ પાંચ વર્ષમાં 53.26 ટકાનો ભારે વધારો થયો છે.

વધવા લાગ્યા છે બટાકા-ટામેટાના ભાવ

ઉપલબ્ધ આંકડા અનુસાર, એક વર્ષના સમયગાળામાં સરસો તેલમાં હળવો વધારો થયો છે, તેની એક લીટર બોટલ એક વર્ષ પહેલાના 110 રૂપિયાને બદલે હાલ 122 રૂપિયા થઈ ગયો છે. તેલ 105 રૂપિયા લીટર પર સ્તિર છે. પતંજલી દેશી ઘીના ભાવ એક વર્ષમાં 15 ટકા વધી 550 રૂપિયા કિલો થઈ ગયા છે. કોરોના કાળમાં શાકભાજીના ભાવ અપેક્ષાકૃત સાાન્ય સ્તર પર ચાલી રહ્યા છે. પરંતુ વરસાદની સિઝન શરૂ થતા બટાકા અને ટામેટાના ભાવ વધવા લાગ્યા છે.
Published by: kiran mehta
First published: July 12, 2020, 5:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading