ગેરન્ટી ડબલ પૈસા કરવાની ખાસ સરકારી સ્કીમ! 124 મહિનામાં પૈસા ડબલ, આ રીતે ઉઠાવો ફાયદો

News18 Gujarati
Updated: July 4, 2020, 11:54 PM IST
ગેરન્ટી ડબલ પૈસા કરવાની ખાસ સરકારી સ્કીમ! 124 મહિનામાં પૈસા ડબલ, આ રીતે ઉઠાવો ફાયદો
કિસાન વિકાસ પત્ર યોજના

પોસ્ટ ઓફિસની આ યોજનામાં રોકાણથી રોકાણકારના પૈસા સુરક્ષિત રહે છે અને સારા રિટર્નની ગેરન્ટી મળે છે.

  • Share this:
નવી દિલ્હી : જો તમે તમારા પૈસા ડબલ કરવા માંગો છો તો પોસ્ટ ઓફિસના કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણ કરો. પોસ્ટ ઓફિસની આ યોજનામાં રોકાણથી રોકાણકારના પૈસા સુરક્ષિત રહે છે અને સારા રિટર્નની ગેરન્ટી મળે છે. આ યોજના માટે વ્યાજના દર અને રોકાણ ડબલ કરવાનો સમય ગાળો સરકાર દ્વારા ત્રણ માસિકના આધાર પર નક્કી કરવામાં આવે છે. ઈન્ડીયા પોસ્ટની વેબસાઈટ અનુસાર, કિસાન વિકાસ પત્રમાં મેચ્યોરિટી અવધી 124 મહિના છે. અર્થાત આ યોજનામાં હવે ગ્રાહકના પૈસા 124 મહિનામાં એટલે કે, 10 વર્ષ અને 4 મહિનામાં ડબલ થઈ જશે.

કોણ કરી શકે છે રોકાણ?

કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે. તેમાં સિંગલ એકાઉન્ટ સિવાય જોઈન્ટ એકાઉન્ટની પણ સુવિધા છે. એટલે કે આ યોજના નાબાલિક લોકો માટે પણ છે. જેની દેખરેખ અભિભાવકે કરવાની રહે છે. આ યોજના હિન્દુ અવિભાજિત પરિવાર એટલે કે, HUF અથવા NRIને છોડી ટ્રસ્ટ માટે પણ લાગુ છે. કિસાન વિકાસ પત્રમાં 1000 રૂપિયા, 5000 રૂપિયા, 10000 રૂપિયા અને 50,000 રૂપિયા સુધીના સર્ટીફિકેટ છે, જે ખરીદી શકાય છે.

KVP માટે નાણાકીય વર્ષ 2021ની બીજી ત્રિમાસિક એટલે કે, 30 સપ્ટેમ્બર સુધી તેના વ્યાજ દર 6.9 ટકા નક્કી કરવામાં આવ્યા છે. અહીં તમારી રોકાણ 124 મહિનામાં ડબલ થઈ જશે. જો તમે એક સાથે 1 લાખ રૂપિયા રોકાણ કરો છો તો, તમને 10 વર્ષ અને 4 મહિના બાદ 2 લાખ રૂપિયા મળશે. 124 મહિનાની આ સ્કીમની મેચ્યોરિટી પીરિયડ છે.

કિસાન વિકાસ પત્ર લીધાની તારીખ બાદ જ તે વટાવી શકાય છે. કેવીપી એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર પણ કરી શકાય છે. કિસાન વિકાસ પત્રને એક વ્યક્તિથી બીજી વ્યક્તિને સ્થાનાતરિત કરી શકાય છે. કેવીપીમાં નોમિનેશનની સુવિધા ઉપલબ્ધ છે. કિસાન વિકાસ પત્રને પાસબુકના આકારમાં જાહેર કરવામાં આવે છે.
First published: July 4, 2020, 9:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading