...તો કિસાન ક્રેડિટ કાર્ડ પર મળશે વગર વ્યાજે રૂ. એક લાખની લોન!

મોદી સરકારે પોતાના પાછળના કાર્યકાળમાં પણ કિસાન ક્રેડિટ કાર્ડને લઈ નિયમોને ઘણા સરળ કર્યા હતા, જેથી તમામ ખેડૂતો તેનો લાભ ઉઠાવી શકે

News18 Gujarati
Updated: June 7, 2019, 3:53 PM IST
...તો કિસાન ક્રેડિટ કાર્ડ પર મળશે વગર વ્યાજે રૂ. એક લાખની લોન!
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 7, 2019, 3:53 PM IST
નરેન્દ્ર મોદીની બીજી સરકારે કામ કરવાનું શરૂ કરી દીધુ છે. ગરીબો અને ખેડૂતો પર તેમનું પોકસ છે. સરકાર જો બીજેપી તરફથી લોકસભા ચૂંટણીમાં કરેલા વાયદાને પાલશે તો, ખેડૂતોને મોટી રાહત થશે. સંકલ્પ પત્રમાં કરવામાં આવેલા વાયદા અનુસાર, સત્તામાં પાછા આવવા પર સરકાર એકથી પાંચ વર્ષ માટે જીરો ટકાના વ્યાજે એક લાખ રૂપિયાની કૃષિ લોન આપશે, પરંતુ તેમાં મૂળ રકમ સમય પર ચૂકવવાની શરત હશે. આ વ્યાજમુક્ત કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) લોન કહેવામાં આવશે.

હવે બીજેપી ફરી સત્તામાં આવી ગઈ છે, તેથી આશા કરી શકીએ છીએ કે, આ વાયદો પૂરો તશે. કેમકે, બીજેપી પ્રવક્તા રાજીવ જેટલી કહી રહ્યા છે કે, જે વાયદો કર્યો છે તેને અમે જરૂર નિભાવીશું.

મોદી સરકારે પોતાના પાછળના કાર્યકાળમાં પણ કિસાન ક્રેડિટ કાર્ડને લઈ નિયમોને ઘણા સરળ કર્યા હતા, જેથી તમામ ખેડૂતો તેનો લાભ ઉઠાવી શકે. અને સાહૂકારોની ઝાળમાંથી બચી શકે. ગત સરકારમાં કૃષિ રાજ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે અમારી સાથે વાતચીતમાં દાવો કર્યો હતો કે, કેસીસી માટે માત્ર ત્રણ ડોક્યુમેન્ટ જ જોઈએ. પહેલા એ કે, જે વ્યક્તિ એપ્લિકેશન આપી રહ્યો છે તે ખેડૂત છે કે નહીં.

તેના માટે બેન્ક તેના ખેતીના કાગળો ચેક કરશે, અને તેની કોપી લેશે. બીજુ રહેઠાણ પ્રમાણ પત્ર અને ત્રીજુ અરજીકર્તાનું શપથપત્ર કે તેને બીજી કોઈ બેન્કમાં લોન બાકી નથી. સરકારે બેન્કિંગ એસોશિએશનને એ પણ કહ્યું હતું કે, કેસીસી અરજી માટે કોઈ ફી ન લેવામાં આવે.

આવું એટલા માટે કરવામાં આવ્યું કેમ કે, કેસીસીની કવરેજ સમિતી ખેડૂતો સુધી જ હોઈ શકે છે. દેશમાં 14 કરોડ ખેડૂત પરિવાર છે, જેમાંથી સાત કરોડ પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે. મોટાભાગના ખેડૂતો એટલા માટે આનો લાભ નથી લઈ શકતા. કારણ કે, બેન્ક સરળતાથી આની માહિતી નથી આપતી. તેથી ખેડૂતો સાહૂકારો પાસેથી લોન લે છે. અને એવા વ્યાજના ચક્રમાં ફસાઈ જાય છે કે, કેટલીક વખત આત્મહત્યા કરી લે છે.

હાલમાં કેટલું લાગે છે વ્યાજ
Loading...

હાલમાં કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેતી માટે 3 લાખ અને પશુપાલન, મછલી પાલન માટે 2 લાખ રૂપિયા સુધીની લોન 7 ટકા વ્યાજ પર મળે છે. સમય પર પૈસા પાછા ભરવા પર 3 ટકાની છૂટ મળે છે. આ રીતે ઈમાનદાર ખેડૂતોને 4 ટકા વ્યાજ પર જ પૈસા મળી જાય છે. કેસીસી પહેલા માત્ર ખેડૂતો માટે હતું. પરંતુ, મોદી સરકારે તેનો વિસ્તાર કરી પશુપાલકો અને માછલીપાલકો માટે પણ ખોલી દીધું છે.
First published: May 31, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...