હવે 1000 ગ્રામનું નહીં રહે 1KG! શું થશે તમારી પર અસર?

60 દેશોના પ્રતિનિધિઓએ સાત આધારીત એકમમાંથી ચારને ફરીથી પરિભાષિત કરવાના પ્રસ્તાવને માન્યતા આપી છે.

News18 Gujarati
Updated: May 21, 2019, 7:09 PM IST
હવે 1000 ગ્રામનું નહીં રહે 1KG! શું થશે તમારી પર અસર?
60 દેશોના પ્રતિનિધિઓએ સાત આધારીત એકમમાંથી ચારને ફરીથી પરિભાષિત કરવાના પ્રસ્તાવને માન્યતા આપી છે.
News18 Gujarati
Updated: May 21, 2019, 7:09 PM IST
તમે અત્યાર સુધી કિલોગ્રામના આધારે શાકભાજી, ફળ અને અનાજ ખરીદતા હતા. તે કિલોગ્રામને રિટાયર કરી દેવામાં આવ્યો છે. ફ્રાંસમાં દુનિયાના 60 વૈજ્ઞાનિકોએ વોટિંગ કરી કિલોગ્રામને મોટી સંખ્યામાં વોટ કરી રિટાયરમેન્ટ આપી દીધો છે. એટલે કે એક કિલોગ્રામનું વજન હવે બદલાઈ ગયું છે. તમને જણાવી દઈએ કે, આ બદલાવથી સામાન્ય લોકો પર તેની કોઈ અસર નહીં પડે. તેને આ રીતે સમજીએ કે, એક કિલો ખાંડ ખરીદતા સમયે તમને ખાંડનો એક દાણો પણ ઓછો મળે કે વધારે, શું ફરક પડે છે. પરંતુ, વિજ્ઞાનના પ્રયોગમાં તેની ઘણી અસર પડે છે, કેમ કે, ત્યાં સટીક માપની જરૂરત પડે છે.

ફ્રાંસમાં દુનિયાના 60 વૈજ્ઞાનિકોએ વોટિંગ કરી કિલોગ્રામને રિટાયરમેન્ટ આપી દીધુ છે. ભારતે સાત આધાર એકમોમાંથી ચાર - કિલોગ્રામ, કેલ્વિન, મોલ અને એમ્પીયરને ફરીથી પરિભાષિત કરવાના વૈશ્વિક પ્રસ્તાવને સોમવારે સ્વીકાર કરી લીધો છે.

પેરિસમાં ગત વર્ષે 16 નવેમ્બરે થયેલી આંતરરાષ્ટ્રીય બાટ અને માપ બ્યૂરો (BIPM)ની જનરલ કોન્ફેંસ ઓન વેટ્સ એન્ટ મેઝર્સ (CGPM)માં 60 દેશોના પ્રતિનિધિઓએ સાત આધારીત એકમમાંથી ચારને ફરીથી પરિભાષિત કરવાના પ્રસ્તાવને માન્યતા આપી છે. તમને જણાવી દઈએ કે, આ ફેરફારથી સામાન્ય લોકો પર તેની કોઈ અસર નહી પડે.

આપણે એક કિલો શાકભાજી ખરીદીએ તો શું અસર પડશે - સામાન્ય રીતે કોઈ ખાસ અસર નહીં પડે. શાકભાજી વેચનાર તમને તેજ કાળા બાટથી શાકભાજી તોલીને આપશે. આ માત્ર એક તોલ માપને વધારેમાં વધારે સટીક બનાવવાની એક રીત છે, જેને કોઈ ભૌતિક એકમથી માપવાને બદલે, નાપના એકમને પ્રાકૃતિક બનાવી દેવામાં આવે.

નવું માનક 20મેથી લાગુ થશે - આને દુનિયાભરમાં 20મેથી લાગુ કરવામાં આવ્યું. 100થી વધારે દેશોએ માપની મીટ્રીક પ્રણાલીને અપનાવી જેને ઈન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યૂનિટ્સ તરીકે પણ ઓળખવામાં આવશે જે 1889થી ચલણમાં છે. અન્ય આધાર એકમ સેકન્ડ, મીટર અને કંડેલા છે.


Loading...

પહેલા આવી રીતે ઓળખતા હતા કે એક કિલો કેવી રીતે થશે - એક કિલોગ્રામનું વજન એક આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલનો ભાગ છે. જેના પર સહમતિ 1889માં બની હતી. આને ઈન્ટરનેશનલ પ્રોટોકોલ કિલોગ્રામ કહેવામાં આવે છે. આ પ્રોટોકોલને 'લ ગ્રેંડ કે' પણ કહેવામાં આવે છે. આની જ હેઠળ પ્લેટિનમ અને ઈરીડિયમ મિક્સ ધાતુને નાના સિલિન્ડર પેરિસની સંસ્થા બ્યૂરો ઈન્ટરનેશન ધ પોઈડ્સ એત મીઝર્સ ઈન સેવરેસમાં રાખી છે. આ સિલિન્ડરના વજનને 1 કિલો ગ્રામ માનવામાં આવે છે. જેને દર 30-40 વર્ષે તપાસ માટે એક ખુબ મોટા અભ્યાસ માટે બહાર કાઢવામાં આવે છે અને દુનિયાભરના બાટ અને માપને તેની સાથે તોલવામાં આવે છે.

હવે તેને આવી રીતે બદલવામાં આવ્યું - વૈજ્ઞાનિક હવે માપ તરીકે પ્લાંક કોન્સ્ટેન્ટનો પ્રયોગ કરશે. આ ક્વાંટમ મેકેનિક્સની એક વેલ્યૂ છે. આ ઉર્જાના નાના-નાના પેકેટ્સનું વજન હોય છે. તેની માત્રા 6.626069934*10-34 જૂલ સેકન્ડ છે. જેમાં માત્ર 0.0000013%ની જ ગડબડી થઈ શકે છે. તેમાં એમ્પીયર, કેલ્વિન અને મોલ જેવા એકમોમાં પણ પેરફાર આવી શકે છે.
First published: May 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...