Home /News /business /ડિફેન્સ એક્સપોમાં Kia મોટર્સે આર્મી માટે રજૂ કરી SUV, જાણો આ ખાસ વ્હીકલ વિશે બધું જ

ડિફેન્સ એક્સપોમાં Kia મોટર્સે આર્મી માટે રજૂ કરી SUV, જાણો આ ખાસ વ્હીકલ વિશે બધું જ

કિઆ મોટર્સે કાર્ગો ટ્રકના કોન્સેપ્ટ પર પોતાની એસયૂવીને બનાવી, જાણો આ ખાસ વ્હીકલની ક્ષમતાઓ વિશે

કિઆ મોટર્સે કાર્ગો ટ્રકના કોન્સેપ્ટ પર પોતાની એસયૂવીને બનાવી, જાણો આ ખાસ વ્હીકલની ક્ષમતાઓ વિશે

નવી દિલ્હી. કોરિયાની ઓટો મેકર કંપની કિઆ મોટર્સ (Kia Motors)એ યૂએઇ (UAE)માં આયોજિત IDEX ડિફેન્સ એક્સપોમાં આર્મી (Aarmy) માટે એક કોન્સેપ્ટ એસયૂવી (Concept SUV) રજૂ કરી છે. કિઆ મોટર્સની આ એસયૂવીએ IDEX ડિફેન્સ એક્સપોમાં તમામનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું અને આ એસયૂવી સૈન્ય વાહનોમાં શો-સ્ટોપર બનીને ઉભરી. આ ઓટો એક્સપો પહેલા કિઆ મોટર્સ સેડાન કારો માટે જાણીતી હતી. કારણ કે કંપની અત્યાર સુધી પેસેન્જર વ્હીકલ જ બનાવી રહી હતી અને તેના વાહનોને બીજા દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવી રહ્યા હતા. જેને કારણે કિઆ મોટર્સની સેડાન કારોની છબિ ઊભી થઈ ગઈ હતી. પરંતુ IDEX ડિફેન્સ એક્સપોમાં આર્મી માટે એસયૂવી રજૂ કરીને કિઆ મોટર્સે તમામ લોકોને ચકિત કરી દીધા છે.

કિઆ મોટર્સે સરકાર સાથે કરી સમજૂતી- દક્ષિણ કોરિયાની ઓટો મેકર કંપનીએ પોતાની સરકાર સાથે આર્મી માટે વાહનો બનાવવા માટે સમજૂતી કરી છે. જેમાં કિઆ મોટર્સ આર્મીને 5 ટનના બુલેટપ્રફ વાહન પ્રદાન કરશે. તેની સાથે જ કિઆ મોટર્સ સૈન્ય માનક અનુસાર અન્ય વાહન બનાવવાની પણ યોજના બનાવી રહી છે.

સૈન્ય વાહનના બજાર પર કિઆની નજર- કિઆ મોટર્સે ઓક્ટોબર 2020માં સૈન્ય વાહન બનાવવાની યોજના બનાવી હતી. કારણ કે કિઆ મોટર્સ સારી રીતે જાણે છે કે દુનિયામાં સૈન્ય વાહનોની ડિમાન્ડ મોટા પ્રમાણમાં છે. જેને કારણે દક્ષિણ કોરિયાની ઓટો મેકર કંપનીએ પોતાના દેશની આર્મી માટે સૌથી પહેલા સૈન્ય વાહન બનાવવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો, આ મંકોડી પહેલવાનની નૌટંકી જોઈ ખડખડાટ હસી પડશો, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

કેવી છે કિઆની સૈન્ય એસયૂવી- કિઆ મોટર્સે કાર્ગો ટ્રકના કોન્સેપ્ટ પર પોતાની એસયૂવીને બનાવી છે. આ એસયૂવીમાં 4 લોકો કેબિનમાં બેસી શકે છે. બીજી તરફ તેના રિયર સાઇડમાં 10 સૈનિક સરળતાથી બેસી શકે છે.

આ પણ વાંચો, હું અર્ધનારીશ્વર છું, તારા તમામ દુઃખ દૂર કરી દઈશ’, પીડિતાએ જણાવી પાખંડી બાબાની કાળી કરતૂતની કહાણી

કિઆની સૈન્ય એસયૂવીની ક્ષમતા- કિઆ મોટર્સે આર્મી માટે એસયૂવી પેસેન્જર મોડ્યૂલર પ્લેટફોર્મ પર તૈયાર કરી છે. બીજી તરફ આ એસયૂવીમાં કિઆએ ડીઝલ એન્જિન આપ્યું છે. જે 225hpનો પાવર આપે છે અને તેમાં 8 સ્પીઠ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. જો તેના ઉપયોગની વાત કરીએ તો આ એસયૂવીને સૈન્ય પરિવહન, હથિયાર વિતરણ, મિશન જેવા વ્યાપક ઉદ્દેશ્યો માટે ઉપયોગમાં લઈ શકાય છે.
First published:

Tags: Auto, Auto news, Autofocus, SUV, આર્મી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો