મુંબઈ: ઓટોમેકર કિયા ઈન્ડિયા (Kia India) આગામી વર્ષના પહેલા ક્વાર્ટરમાં એક નવું મોડલ લોન્ચ કરવા જઈ રહી છે. કિયા ઈન્ડિયા હાલમાં ભારતમાં ત્રણ પ્રોડક્ટનું વેચાણ કરી રહી છે- જેમાં સેલ્ટોસ (Seltos), સોનેટ (Sonet) અને કાર્નિવલ (Carnival) સામેલ છે. 16 ડિસેમ્બરના રોજ કંપનીના ચોથા મોડલ (Codenamed KY)નું વૈશ્વિક સ્તરે લોન્ચિંગ કરવામાં આવશે. નવું મોડલ જાન્યુઆરી માર્ચના ક્વાર્ટર દરમિયાન બજારમાં અધિકૃત રીતે ઉતારવામાં કરવામાં આવશે.
કિયા ઈન્ડિયાના MD અને CEO તાએ જિન પાર્કે (Kia India CEO Tae-Jin Park) એક ઈવેન્ટમાં રિપોર્ટર્સને કેટલીક માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કિયા ઈન્ડિયા માટે વૈશ્વિક સ્તર પર ભારત એક ખૂબ જ મહત્વપૂર્ણ બજાર છે. ભારતીય બજારમાં ઉત્પાદન ક્ષેત્રે, રિસર્ચ ક્ષેત્રે ડેવલપમેન્ટ હબ બનવાની ક્ષમતા છે. કંપનીને ભારતમાં સેલ્ટોસ, સોનેટ અને કાર્નિવલ માટેના ખૂબ જ સારા રિસ્પોન્સ મળ્યા છે.
ફેમિલી કારની ખૂબ માંગ
પાર્કે જણાવ્યું કે, અમને આ જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે, કિયા ઈન્ડિયા 2022ના પહેલા ક્વાર્ટરમાં એક નવી પ્રોડક્ટનું લોન્ચિંગ કરવા જઈ રહી છે. KY સાથે અમે વેપારને વધુ મજબૂત કરવા માટે ભારતમાં બિઝનેસના વિકાસની શરૂઆત કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કંપનીના રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, લેટેસ્ટ ટેકનિકલ ફેમિલી કારની ખૂબ જ ડિમાન્ડ છે.
KYની સાથે આ માંગને પૂરી કરવા પર ધ્યાન આપવામાં આવશે. અમે 6-7 સીટર કાર લોન્ચ કરવાનું નથી વિચારી રહ્યા. અમે એક નવો સેગમેન્ટ બનાવવા જઈ રહ્યા છીએ. KY આ સેગમેન્ટમાં ગેમ ચન્જર બનવા જઈ રહ્યું છે. આ મોડલ એક મોટી ફેમિલીને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે. જે મોટી ફેમિલીના હિસાબે યોગ્ય જગ્યા હશે.
ત્રણ લાખનો વેચાણ આંક પાર
કિયા ઈન્ડિયા તેજીથી આગળ વધનાર કંપનીઓમાંથી એક છે. આ કંપનીએ ભારતીય બજારમાં એન્ટર થવાના બે થી ત્રણ વર્ષ કરતા પણ ઓછા સમયમાં ત્રણ લાખના વેચાણના આંકડાને પાર કરી લીધો છે.
Maruti Suzuki S-Crossની લૉન્ચિંગ ઇવેન્ટ પહેલા જ કારની તસવીરો લીક
મારુતિ સુઝુકી S-ક્રોસ (Maruti Suzuki S-Cross) લોન્ચ થવા જઈ રહી છે. આ કાર લોન્ચ થયા પહેલા તેના ફોટોઝ લીક થઈ ગયા છે. આ કાર 25 નવેમ્બરના રોજ લોન્ચ (Maruti Suzuki S-Cross launching date) થશે. કાર બહારથી SUV જેવી દેખાઈ રહી છે. અન્ય સેગમેન્ટને ટક્કર આપવા મારુતિ સુઝુકી S-ક્રોસ લેટેસ્ટ ફીચર સાથે આવી શકે છે. મારુતિ સુઝુકી S-ક્રોસની પહેલી ઝલકમાં ફ્રન્ટ ગ્રિલ અને બૂમરેંગ સ્ટાઈલ્ડ ફ્રન્ટ LED હેડલેમ્પ જોવા મળી રહ્યા છે. મારુતિ સુઝુકી S-ક્રોસ સૌથી પહેલા સ્પેનમાં લોન્ચ કરવામાં આવશે. આ કાર એક નવા પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. તેની ડિઝાઈન અને ફીચરમાં કેટલાક ખાસ ફેરફાર જોવા મળશે. સુરક્ષા ફીચર્સ વર્તમાન કાર જેવા જ હોઈ શેક છે, જેમાં થોડો ફેરફાર પણ શક્ય છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર