ઓછા રોકાણમાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે રૂ. 30 હજારની આવક

ઓછા રોકાણમાં આ બિઝનેસ કરો શરૂ

આ એક એવો યુનિક બિઝનેસ (New Startup) છે, જેમાં ઓછા રોકાણમાં (Investment) સારી આવક મળી શકશે, આ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર લોન (Government Loan) પણ આપશે

 • Share this:
  દેશમાં યોગ અને આયુર્વેદનું ચલણ વધવાના કારણે આ ક્ષેત્રમાં રોજગાર અને વેપારની અનેક તકો સર્જાઈ છે. હાલમાં કોરોના કાળમાં લોકો આયુર્વેદ તરફ લોકોનો ઝુકાવ વધ્યો છે. એવામાં આયુર્વેદિક (Ayurved Products) પ્રોડક્ટ્સમાં વટી ગુટિકાની માંગ વધી રહી છે, આ બિઝનેસ આપ ઓછા રોકાણે કરી શકો છો. અને તેનાંથી આપને મહિને 30 હજાર રૂપિાય સુધીની આવક પણ થઇ શકે છે. (low cost Business Idea) દરેક કંપનીઓ વટી ગુટિકા બનાવી અને વેચી રહી છે. તમે પણ આયુર્વેદિક વટી ગુટિકા તૈયાર કરી અને વેચી શકો છો. આ યુનિટ શરૂ કરવા માટે વડાપ્રધાન એમ્પલોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ હેઠળ 90 ટકાની લોન અને 25 ટકા સબ્સિડી (Government Subsidy) પણ મળી શકે છે.

  લોન- ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશનના સેમ્પલ પ્રોજેક્ટમાં વટી ગુટિકા તૈયાર કરનાર યુનિટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની કૉસ્ટ 5 લાખ રૂપિયા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બિઝનેસ શરૂ કરવા માટે તમારી પાસે 50,000 રૂપિ્યા હોવા જોઈએ બાકી 90 ટકા લોન મળી જશે.

  આ પણ વાંચો-2 લાખનું રોકાણ કરી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે રૂ. 50,000 નો નફો, સરકાર કરશે 80% મદદ

  કોસ્ટ-ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન મુજબ, તમારા પ્રોજેક્ટની કૉસ્ટ આશરે 5.06 લાખ રૂપિયા થશે. જેમાં મશીનરી, ઇક્વીપમેન્ટ, વર્કિંગ કેપિટલ, વર્કશોપનું ભાડુ સમાવિષ્ઠ છે. આ કૉસ્ટમાં તમે વર્ષે 20 હજાર રૂપિયાની વટી ગુટિકા તૈયાર કરશો

  આ પણ વાંચો-આગામી સપ્તાહે આવી રહ્યો છે Ami Organicનો IPO, જાણો તારીખ અને ઇશ્યૂ સાઇઝ સહિત તમામ ડિટેલ્સ

  નફો- આ પ્રોજેક્ટમાં તમને વાર્ષિક સરવૈયા, ખર્ચ અને નફા નુકસાનના અંતે ઓછામાં ઓછા 30 હજાર રૂપિયાની આવક થઈ શકે છે. સરકાર આ બિઝનેસ શરૂ કરવા માટે ટ્રેનિંગ પણ આપે છે,જેમાં ધંધાની જીણવટ અને મેનેજમેન્ટના નિયમો શીખવાડવામાં આવે છે.

  આ પણ વાંચો-તહેવારો પહેલા સરકારી બેંક કર્મચારીઓને કેન્દ્રની લ્હાણી, છેલ્લા પગારનાં 30% સુધી વધશે પેન્શન

  એપ્લાય કરો- . ઑનલાઇન એપ્લાય કરવા માટે અહીં ક્લિક કરો આ બિઝનેસ શરૂ કરવા માટે જો તમારે લોન લેવી હોય તો તમારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અથવા તો ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશનના જિલ્લા કાર્યાલયમાં સંપર્ક કરી લોન લઈ શકાશે
  Published by:Margi Pandya
  First published: