ખાદીના (Khadi) વેપારમાં (Business) રસ ધરાવતા યુવાઓ માટે ખાદી વિકાસ અને ગ્રામોદ્યોગ (Khadi Development) આયોગ નવી યોજના લઇને આવ્યુ છે. કોરોના-લોકડાઉન (Lockdown) દરમિયાન યૂપીના યુવાનોએ તેનો ફાયદો ઉઠાવ્યો છે. હજારો યુવાઓને તેનાથી રોજગારી રળી છે. યૂપી સરકારનો દાવો છે કે યૂપીમાં બનેલા ખાદી પ્રોડક્ટના કારણે જ ખાદીને ઇન્ટરનેશનલ ઓળખ મળી છે. વેસ્ટ યૂપીથી લઇને પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી કેવીઆઇસી અને યોગી આદિત્યનાથ સરકારે યુવાઓને કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને લોન અપાવવામાં મદદ કરી છે.
યૂપી સરકાર અને KVICએ 22.84 કરોડ રૂપિયાની આપી ગ્રાન્ટ
યૂપી સરકારનું કહેવું છે કે સરકારે 1 એપ્રિલથી 30 જૂન સુધી યૂપીમાં પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ અંતર્ગત બેન્કો દ્વારા સ્વીકૃત પરિયોજનાઓમાં 4928 લોકોને રોજગારી આપી છે. આ કાર્યક્રમ અંતર્ગત કેવીઆઇસી, ઉત્તર પ્રદેશ ખાદી તથા ગ્રામોદ્યોગ બોર્ડ અને જીલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં બેન્કો દ્વારા 616 પરિયોજનાઓ સ્વીકૃત કરાઇ છે.
આ પરિયોજનાઓને 22.84 કરોડ રૂપિયાની ગ્રાન્ટ અપાઇ છે. યૂપીમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે સીએમ આદિત્યનાથે વિકાસનું જે મોડલ રાખ્યું. તેના કારણે ગામડાઓમાં ઉદ્યોગ તો વધ્યા સાથે જ ગામે-ગામથી યુવાનોનું સ્થળાંતર પણ અટક્યુ. લખનઉ, બુલંદશહર, હાપુડ, ફતેહપુર, બારાબંકી, ઓરૈયા, હરદોઇ, લલિતપુર, લખીમપુર ખીરી, વારાણસી, ચંદોલી, શામલી અને પ્રતાપગઢમાં ખાદીના એકમો સંપૂર્ણ તૈયાર થઇને કામ કરવા લાગ્યા છે.
યૂપી સરકારનો આરોપ છે કે યૂપીમાં ખાદી ઓળખ માટે તરસી રહ્યું હતું. આજે તે જ ખાદીને યૂપી સરકારે 4 વર્ષમાં ઇન્ટરનેશનલ લેવલ પર ઓળખ અપાવવાનું કામ કર્યું છે. સરકારે ખાદીથી સામાન્ય માણસને જોડ્યો અને વિદેશમાં પણ ખાદીને વધારવા માટે ઇન્ટરનેશનલ લેવલ પર ફેશન શોનું આયોજન કરાવ્યા છે.
ખાદીનો વિસ્તાર વધાવાથી કોરોનાકાળ દરમિયાન પણ સરકારે તેને અલગ અલગ પરિયોજનાઓ સાથે જોડીને રોજગારના નવા-નવા અવસરો ઉત્પન્ન કર્યા. યુવાઓની વચ્ચે લોકપ્રિય ખાદીના ઉત્પાદનોને નવો ક્લેવર આપવા માટે તેની સાથે જોડાયેલ વેપારીઓ પણ પૂર મહેનત અને લગન સાથે જોડાઇ ગયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર