KFC ઓપરેટર સેફાયર ફૂડ્સનો IPO 9 નવેમ્બરના રોજ ખુલશે, જાણો વિગત

સેફાયર ફૂડ્સનો IPO

IPO news: Sapphire Foods India Ltdનો આઈપીઓ પણ આગામી નવમી નવેમ્બરના રોજ ખુલશે અને 11 નવેમ્બરના રોજ બંધ થશે.

  • Share this:
    મુંબઈ: આગામી દિવસોમાં અસંખ્ય આઈપીઓ આવી રહ્યા છે. Nykaa અને Fino Payments Bankનો આઈપીઓ ખુલી ગયા છે. આગામી દિવસોમાં PolicyBazaar અને Paytmના આઈપીઓ આવી રહ્યા છે. હવે સમાચાર આવ્યા છે કે Sapphire Foods India Ltdનો આઈપીઓ પણ આગામી નવમી નવેમ્બરના રોજ ખુલશે અને 11 નવેમ્બરના રોજ બંધ થશે. સેફાયર ફૂડ્સ ઇન્ડિયા લિમિટેડ ભારતમાં KFC અને પિઝા હટ્સ (Pizza Huts)ના ઓપરેટર તરીકે કામ કરે છે. સેફાયર ફૂડ્સનો આઈપીઓ (Sapphire Foods IPO) 22મી તારીખે શેર બજારમાં લિસ્ટ થશે. ઉલ્લેખનીય છે કે આ સેગમેન્ટમાં આ પહેલા બર્ગર કિંગ, દેવયાની ઇન્ટરનેશનલના આઈપીઓ આવી ચૂક્યો છે. અહેવાલ પ્રમાણે આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ હશે. જેમાં વર્તમાન શેરહૉલ્ડર્સ અને પ્રમોટર્સ દ્વારા કંપનીના 17.57 મિલિયન ઇક્વિટી શેરનું વેચાણ કરવામાં આવશે.

    કોની પાસે કેટલા શેર?

    ઑફર ફૉર સેલ હેઠળ QSR મેનેજમેન્ટ ટ્રસ્ટ તરફથી 8.50 લાખ શેર, સેફાયર ફૂડ્સ મોરેશિયસ લિ. તરફથી 5.57 મિલિયન શેર અને WWW Ruby LTD અને અન્ય તરફથી 4.85 મિલિયન શેર વેચવામાં આવશે.

    હાલમાં સેફાયર ફૂડ્સ મોરેશિયસ આ કંપનીમાં 46.53% હિસ્સો ધરાવે છે, જ્યારે QSR મેનેજમેન્ટ ટ્રસ્ટ પાસે 5.96% હિસ્સો છે, જ્યારે WWD Ruby પાસે 18.79% હિસ્સો છે. Sapphire Foodsના આઈપીઓ માટે જેમ ફાઇનાન્સિયલ, બોફા સિક્યોરિટીઝ, આઈસીઆઈસીઆ સિક્યોરિટીઝ અને આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લીડ મેનેજર્સ છે.

    આ પણ વાંચો: Fino Payments Bank IPO: ફિનો પેમેન્ટ્સ બેંકનો આઈપીઓ ખુલ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ? 

    સેફાયર ફેડ્સ યમ બ્રાન્ડ્સની મોટી ફ્રેન્ચાઈઝી છે. ફ્રીન્ચાઈઝી પ્રમાણે સેફાયર ફૂડ્સ ભારત, માલદિવ્સ અને શ્રીલંકાના વિવિધ રાજ્યોમાં કેએફસી, પિઝા હટ્સ અને Taco Bell બ્રાન્ડ હેઠળ બિઝનેસ કરે છે.

    ભારત, શ્રીલંકા અને માલદિવ્સમાં રેસ્ટોરન્ટ્સ 

    માર્ચ મહિના સુધી સેફાયર ફેડ્સ ભારત અને માલદિવ્સમાં થઈને 204 કેએફસી રેસ્ટોરન્ટ્સ ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. જ્યારે ભારત, શ્રીલંકા અને માલદિવ્સમાં 231 પિઝા હટ્સનું સંચાલન કરે છે. આ ઉપરાંત કંપની શ્રીલંકામાં બે Tabo Bell રેસ્ટોરન્ટ્સ ધરાવે છે.

    આ પણ વાંચો: Paytm IPO: 8મી નવેમ્બરના રોજ ખુલશે Paytmનો આઈપીઓ, ઇશ્યૂ સાઇઝ હશે 18,300 કરોડ રૂપિયા

    નાણાકીય વર્ષ 2021માં કંપનીની આવક ₹1,019.62 કરોડ હતી, જે ગયા વર્ષે ₹1,340.41 કરોડ હતી. કંપનીએ નાણાકીય વર્ષ 2021માં 99.89 કરોડ રૂપિયાની ખોટ કરી હતી. જે ગત વર્ષે 158.25 કરોડ રૂપિયા હતી. કંપનીનું દેવું 75.66 કરોડ રૂપિયા હતું.
    Published by:Vinod Zankhaliya
    First published: