Home /News /business /રતન ટાટા કોઈને પણ મીટિંગમાં મળે તે પહેલા શું કરતાં? કલારી કેપિટલના વાણીએ જણાવ્યું સિક્રેટ
રતન ટાટા કોઈને પણ મીટિંગમાં મળે તે પહેલા શું કરતાં? કલારી કેપિટલના વાણીએ જણાવ્યું સિક્રેટ
કોઈપણ મીટિંગમાં જતાં પહેલા રતન ટાટા જે વાતની તૈયારી કરતાં તે જ તેમને મહાન બનાવે છે.
Known Things of Ratan Tata: આ એજ વાતો છે જે રતન ટાટાને ધ ગ્રેટ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ બનાવે છે. આટલા મોટા હોવા છતા તેઓ નાનામાં નાના માણસની દરેક વાત સાંભળે છે.
રતન ટાટા આ નામ જ જાણે કે ભારતના ઉદ્યોગ જગતમાં એક બ્રાન્ડ બની ગયું હોય તેટલું પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવાત અને ભારતના અનેક ઉદ્યોગ સાહિસિકોના પ્રેરણાસ્ત્રોત તેવા રતન ટાટાનો જન્મદિવસ બુધવારે 28 ડિસેમ્બરના રોજ હતો અને આ દિવસે તેઓ 85 વર્ષના થયા. તેમના જન્મદિવસે ઉદ્યોગ જગતથી લઈને નેતાઓ અને સોશિયલ મીડિયાના અનેક યુઝર્સે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે આ સમયે વેન્ચર કેપિટલ કંપની કલારી કેપિટલના મેનેજિંગ ડિરેક્ટર વાણી કોલાએ એવી વાત કરી જેને જાણીને તમે પણ કહેશો કે આ વાત જ રતન ટાટાને ધ ગ્રેટ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ બનાવે છે.
વાણી કોલાએ પોતાના અનુભવો વર્ણવતા કહ્યું કે, 'હું જેટલીવાર તેમને મળી છું તેટલીવાર તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ છું.' તેમણે એક લિંકડીન પોસ્ટમાં કહ્યું કે, "કોઈપણ સ્ટાર્ટ અપ હોય તેમના ફાઉન્ડર્સ સાથેની મીટિંગમાં તેઓ હંમેશા જિજ્ઞાસા સાથે આવતા અને ફાઉન્ડર્સ સાથેની દરેક મુદ્દે વાતચીત માટે તેઓ હંમેશા તૈયાર જ હોય." આ સાથે વાણી કોલાએ રતન ટાટા પાસેથી તેમને મળેલી ચાર મુખ્ય શીખામણો પણ શેર કરી હતી.
તેમણે કહ્યું કે પ્રથમ બાબત કે જેણે તેને પ્રેરણા આપી તે એ હતી કે મીટિંગ માટે ટાટાની તૈયારી. “તેઓ હંમેશા ફાઉન્ડર્સ સાથેની મીટિંગ માટે ઊંડાણપૂર્વકની જાણકારી ધરાવતા પ્રશ્નો સાથે આવતા હતા. વિગતવાર બાબતો જાણવાની તેમની જિજ્ઞાસા અને ધીરજ તરફ તેમનું ધ્યાન, તેમજ તેમનું જ્ઞાન અને તર્કસંગત રીતે વિચારવાની ક્ષમતાએ મને પ્રેરણા આપી છે."
કોઈપણ ફીડબેક પ્રત્યેનો તેમનો સહાનુભૂતિપૂર્ણ અભિગમ વાણી કોલા માટેનું બીજી શિખવા જેવી બાબત છે. તેણે કહ્યું કે, ટાટાને માત્ર મળી શકાય તેવું જ નથી તેઓ પોતે પણ સામે ચાલીને વાતચીત કરવામાં ખૂબ જ ઊંડાણ પૂર્વક રસ ધરાવે છે. "તેઓ હંમેશા યુવા ઉદ્યોગસાહસિકો સાથે જોડાવા અને તેમના વિચાર સાભળવા માટે ઉત્સુક હતા."
તેમણે કહ્યું કે ટાટા પાસેથી ત્રીજી વાત તેમને એ શીખવા મળી તે છે તેમનો કરુણામય, વિનમ્ર અને દંભીપણા વગરનો સાલસ સ્વભાવ છે. રતન ટાટાના આ ગુણોના વખાણ તો તેમને મળનારા દરેક લોકો કરતાં થાકતા નથી. તેમણે ક્યારેય પોતાના વિશે કોઈ વાતનો પ્રચાર કર્યો નથી. એક સાચા લીડર કેવા હોય તેના માટે ટાટા એક પરપેક્ટ ઉદાહરણ છે.
આ સાથે કોલાએ આગળ લખ્યું કે, 'દુનિયાના વધુ સારીને સારી બનાવવા માટે તેમનો ઉત્સાહ અને તેમના વિચારો તેના માટે ચોથી મુખ્ય શીખામણ છે.' તેમણે આગળ લખ્યું કે, 'એવા આઈડિયા જે દુનિયામાં સકારાત્મક ફેરફાર લાવી શકે તે તેમને ખૂબ જ ઉત્સાહિત કરે છે. રતન ટાટા એવા કોઈપણ ઉદ્યોગસાહિક જેઓ નવું સાહસ ખેડવા માગે છે કે પછી જેઓ હાલ પોતાના સ્ટાર્ટઅપને લીડિંગ કરી રહ્યા છે તેમના માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ અને રોલ મોડેલ છે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર