Home /News /business /શું તમે પણ હોમલોન ટ્રાન્સફર કરવાનું વિચારી રહ્યા છો? તો આ બાબતોનું રાખો ધ્યાન

શું તમે પણ હોમલોન ટ્રાન્સફર કરવાનું વિચારી રહ્યા છો? તો આ બાબતોનું રાખો ધ્યાન

વ્યાજ દર વધ્યા પછી તમે પણ હોમ લોન ટ્રાન્સફર કરાવવાનું વિચારી રહ્યા હોવ તો આટલું ખાસ જાણી લો.

રેપો રેટમાં વધારા પછી ઊંચા વ્યાજદરની હોમલોન ધરાવતા લોકોને ચિંતા થવી સ્વાભાવિક છે. આ તબક્કે નિષ્ણાંતો સૂચવી રહ્યા છે કે હાલ હોમ લોન લેનારાઓ અન્ય બેન્ક કે ધીરાણ સંસ્થામાં હોમ લોન ટ્રાન્સફર કરાવીને વ્યાજ ખર્ચના બચતની શક્યતાઓ શોધે છે. જોકે આ હોમ લોન ટ્રાન્સફર કરાવતા પહેલા આટલું જાણી લેવું જોઈએ.

વધુ જુઓ ...
શુક્રવારના રેપો રેટમાં વધારો (Repo Rate Hike) અને અગાઉના બે વધારા સાથે એકંદરે ધિરાણ દરમાં ઓછામાં ઓછા 190 બેસિસ પોઇન્ટ એટલે કે 1.9 ટકાનો વધારો થયો છે. આ ઊંચા વ્યાજદરના કારણે હોમલોન (Home Loan) લેનારાઓ માટે ચિંતા થવી સ્વાભાવિક છે. આ તબક્કે નિષ્ણાંતો સૂચવી રહ્યા છે કે હાલના ધિરાણલેનારાઓ હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર (home loan balance transfer) દ્વારા વ્યાજ ખર્ચની બચતની શક્યતાઓ શોધે છે. જે રિફાઇનાન્સિંગ (What is Refinancing) તરીકે પણ ઓળખાય છે, જે નવા ધિરાણકર્તાને બાકી લોન બેલેન્સ સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયા છે.

હોમલોન ટ્રાન્સફર અથવા રિફાઇનાન્સિંગ કેવી રીતે કરવામાં આવે છે?

ગ્રાહકો હાલના લેન્ડર સાથે બાકી લેણાંની પતાવટ કરવા અને બાકી લોનની રકમ સંભાળવા માટે નવા લેન્ડર મેળવી શકે છે. ધિરાણકર્તા પર નિર્ણય લીધા પછી ગ્રાહકો દસ્તાવેજીકરણ પૂર્ણ કરી શકે છે અને જૂના ધિરાણકર્તાને લોન ચૂકવી શકે છે અને બાકી લોનની રકમને ટેકઓવર કરી શકે છે. જે બાદ નવા ધિરાણકર્તાને ઇએમઆઈ ચૂકવવા જોઈએ.

Sovereign Gold Bond: સસ્તું સોનું ખરીદવાની તક, આ તારીખે ખરીદી શકશો સોવરેન ગોલ્ડ બોન્ડ, જાણો શું છે ફાયદા

કોણે હોમલોન ટ્રાન્સફર કરાવવી જોઇએ?

પૈસાબજારના સીઇઓ અને કો-ફાઉન્ડર નવીન કુકરેજાએ જણાવ્યું હતું કે, હાલના હોમલોન લેનારાઓ કે જેમણે તેમની હોમ લોનનો લાભ લેવા માટે તેમની ક્રેડિટ પ્રોફાઇલમાં નોંધપાત્ર સુધારો જોયો છે, તેઓએ હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર મારફતે વ્યાજ ખર્ચની બચતની શક્યતા ચકાસવી જોઈએ. તેમની સુધારેલી ક્રેડિટ પ્રોફાઇલ તેમને અન્ય ધિરાણકારો પાસેથી ખૂબ ઓછા દરે હોમ લોન માટે પાત્ર બનાવી શકે છે.

નીચા વ્યાજના દરનો અર્થ એ થાય છે કે સમાન માસિક હપ્તા (EMI)માં ઘટાડો થાય છે. આનો અર્થ એ છે કે મહિનાના અંતમાં હાથમાં વધુ પૈસા છે. મોટાભાગની બેંકો દ્વારા ફ્લોટિંગ વ્યાજ દરો ઓફર કરવામાં આવે છે, જે આરબીઆઈ દ્વારા નિર્ધારિત રેપો રેટ સાથે જોડાયેલા છે. નિષ્ણાંતો કહે છે કે ગ્રાહકોએ એનબીએફસીની અન્ય બેંક પાસેથી હવે જે ચૂકવણી કરી રહ્યા છે, તેના કરતા ઓછા વ્યાજદરવાળી હોમ લોન શોધવી જોઈએ.

3 વર્ષની ટોચ પર પહોંચ્યો Coal Indiaનો શેર, રોકાણકારોએ શું કરવું? જાણો નિષ્ણાતોની સલાહ

હોમ લોન ટ્રાન્સફર માટે જતા પહેલા કયા પરિબળો ધ્યાનમાં લેવા જોઇએ?

સંબંધિત ખર્ચને ધ્યાનમાં લો

બેંકબજારના સીઈઓ અધિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, લોન ટ્રાન્સફરને ધ્યાનમાં લેતી વખતે તેની સાથે સંબંધિત ખર્ચને ધ્યાનમાં લેવું જરૂરી છે. હોમલોન બેલેન્સ ટ્રાન્સફર પર સામાન્ય રીતે 1 ટકાની પ્રોસેસિંગ ફી લાગે છે, જે નવી બેંકને ચૂકવવાપાત્ર હોય છે. અહીં નોંધવું અગત્યનું છે, કારણ કે જો તેઓ લોનની રકમ પર આધાર રાખીને લોન ટ્રાન્સફર કરે છે, તો લોનલેનારને જે બચત થઈ શકે છે તેના પર આ છાપ પડી શકે છે. આ ઉપરાંત લોન સાથે સંકળાયેલા લીગલ ચાર્જિસ, વેલ્યુએશન ફી, સ્ટેમ્પ ડ્યૂટી અને અન્ય ચાર્જિસ પણ હોઇ શકે છે. સામાન્ય રીતે નવી લોન સાથે સંકળાયેલા તમામ ખર્ચ રિફાઇનાન્સ પર પણ લાગુ પડે છે.

શેટ્ટીએ વધુમાં જણાવ્યું કે, "આથી, લોન લેનારાઓ તેમની લોનને રીફાઇનાન્સ કરે તે પહેલાં આઉટફ્લોમાં ચોક્કસ ફેરફારની ગણતરી કરવી વધુ સારું છે. સારી બચત પછીની પ્રોસેસ ફી અને અન્ય ચાર્જીસ માટે હાલના દરથી ઓછામાં ઓછો 0.5 ટકાનો તફાવત હોવો જોઈએ."

એક ઝટકામાં અબજોપતિમાંથી બની ગયા કંગાળ, કિસ્મતનો ખેલ જોઇ તમે પણ ચોંકી જશો

યોગ્ય વાતચીત અને ચોખવટ

શેટ્ટીએ જણાવ્યું હતું કે ધિરાણ લેનારાઓએ ફરીથી ધિરાણની પસંદગી કરતા પહેલા વધુ સારા દરો માટે તેમના ધીરનાર સાથે વાટાઘાટો કરવી જોઈએ, કારણ કે તે ઓછું ખર્ચાળ અને વધુ અનુકૂળ સાબિત થઈ શકે છે.

જુદી જુદી બેંકના તાજેતરના વ્યાજદર
BanksStarting Interest Rate (p.a.)
State Bank of India7.55%
Citibank6.65%
Union Bank of India7.40%
Bank of Baroda7.45%
Central Bank of India7.20%
Bank of India7.30%
Axis Bank7.60%
Canara Bank7.60%(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Cheapest home loan banks, Home loan EMI, RBI repo rate, હોમ લોન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો