Home /News /business /April 2022: એપ્રિલમાં થશે આ બદલાવ, પૈસા સંબંધિત આ પાંચ બાબતો પર આપો ખાસ ધ્યાન

April 2022: એપ્રિલમાં થશે આ બદલાવ, પૈસા સંબંધિત આ પાંચ બાબતો પર આપો ખાસ ધ્યાન

થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ

New Rules in April: 1 એપ્રિલથી એક્સિસ બેંકના બચત અને પગાર ખાતાધારકો પર નવા નિયમો લાગુ થશે. બેંકે બચત ખાતા માટે સરેરાશ લઘુત્તમ બેલેન્સ મહાનગરો/શહેરી શહેરોમાં 10,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરી દીધું છે.

નવી દિલ્હી: એપ્રિલમાં નવા નાણાંકીય વર્ષ 2022-23 (FY 2022-23)ની શરૂઆત થઇ રહી છે. ઘણા નવા નિયમો (New Rules in April) રજૂ કરવામાં આવી રહ્યા છે: થર્ડ-પાર્ટી મોટર વીમા પ્રીમિયમ (third-party motor insurance premiums)માં વધારો થઈ શકે છે, બેંકના ટેરિફમાં ફેરફાર કરવામાં આવી શકે છે અને ઘણું બધું. અહીં કેટલાક મુખ્ય અને ઓપરેશનલ ફેરફારો (key regulatory and operational changes in April) વિશે માહિતી આપવામાં આવી છે. આ માટે તમારે થોડું પ્લાનિંગ જરૂરી છે.

1) થર્ડ પાર્ટી મોટર ઈન્શ્યોરન્સ પ્રીમિયમ


કાર અને બાઇકના માલિકોએ એપ્રિલથી તેમના થર્ડ-પાર્ટી મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં વધારા માટે પોતાને તૈયાર કરવાની જરૂર છે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ત્રણ વર્ષના કોવિડ -19-પ્રેરિત ગાળા પછી નાણાંકીય વર્ષ 23 માટે વધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

જે પ્રમાણે 1,000ccથી 1,500ccની એન્જિન ક્ષમતા ધરાવતી પ્રાઇવેટ કાર માટે થર્ડ પાર્ટી કોમ્પોનન્ટ પ્રીમિયમ 2,863 રૂપિયાથી વધીને 3,416 રૂપિયા થઇ શકે છે. જો બાઇકની એન્જિન ક્ષમતા 150સીસીથી 350 સીસી હોય તો પ્રીમિયમ 381 રૂપિયા વધીને 1366 રૂપિયા થઇ શકે છે. હાલ આ મામલે રેગ્યુલેટરના અંતિમ નિર્ણયની રાહ જોવાઇ રહી છે.

2) ઇન્ટરઓપેરેબલ માટે મોબાઇલ વોલેટ્સ


ગત એપ્રિલમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નાણાંકીય વર્ષ 23થી ફુલ-કેવાયસી મોબાઇલ વોલેટ માટે ઇન્ટરઓપરેબિલિટી ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આનો અર્થ એ છે કે 1 એપ્રિલથી પેટીએમ વોલેટ ધારક મોબીક્વિક વોલેટ ધારકને પૈસા મોકલવા માટે સક્ષમ હોવો જોઈએ અને તેનાથી ઉલટું પણ.

હાલ એક કંપની દ્વારા સંચાલિત ડિજિટલ વોલેટ વચ્ચે જ પૈસા મોકલી શકાય છે. 2018માં આરબીઆઈએ મોબાઈલ વોલેટ ઈન્ટરઓપરેબિલિટીને સ્વૈચ્છિક બનાવી હતી. હવે ત્રણ વર્ષ પછી, ફૂલ-કેવાયસી પ્રિપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તરફ વળ્યું છે.

3) એક્સિસ બેન્કે મિનિમમ બેલેન્સની લિમિટ વધારી


1 એપ્રિલથી એક્સિસ બેંકના બચત અને પગાર ખાતાધારકો પર નવા નિયમો લાગુ થશે. બેંકે બચત ખાતા માટે સરેરાશ લઘુત્તમ બેલેન્સ મહાનગરો/શહેરી શહેરોમાં 10,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરી દીધું છે. બેંકે મફત માસિક રોકડ વ્યવહારની મર્યાદા 2 લાખ રૂપિયામાંથી ચાર ફ્રી ટ્રાન્ઝેક્શનથી ઘટાડીને 1.5 લાખ રૂપિયા અથવા ચાર મફત ટ્રાન્ઝેક્શન, બેમાંથી જે પણ વધુ હોય તે ઘટાડી દીધું છે.

આ પણ વાંચો: ટાટા જૂથની આ કંપનીએ બે વર્ષમાં રોકાણકારોને કરી દીધા માલામાલ

4) એડલવીસ MFએ IPO ફંડની સબ્સ્ક્રિપ્શન મર્યાદા હટાવી


એડલવીસ એસેટ મેનેજમેન્ટે તેના તાજેતરમાં લિસ્ટેડ આઇપીઓ ફંડના સબસ્ક્રિપ્શનની મર્યાદા રદ કરી છે. આ ભંડોળ પ્રારંભિક જાહેર ઓફર્સ દ્વારા મૂડી બજારોમાં પ્રવેશતી કંપનીઓમાં રોકાણ કરે છે. એડલવીસે પાન દીઠ 1 લાખ રૂપિયાની રોકાણ મર્યાદા લાદી હતી, જે 1 ફેબ્રુઆરી, 2022થી અમલમાં આવી હતી. જોકે, ફંડ હાઉસે સ્પષ્ટતા કરી હતી કે પોર્ટફોલિયોની લિક્વિડિટી પ્રોફાઇલ "કમ્ફર્ટેબલ" છે અને તે મર્યાદાને દૂર કરી રહી છે.

આ પણ વાંચો: Child Insurance: બાળકો માટે વીમો લેતી વખતે આટલી ભૂલો બિલકુલ ન કરવી!

5) પોસ્ટ ઓફિસ યોજનાઓમાં રોકાણ કરવા બચત ખાતું ફરજિયાત


ઇન્ડિયા પોસ્ટે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ અને પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટમાં રોકાણ કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. 1 એપ્રિલથી આ યોજનાઓથી થતી વ્યાજની આવક રોકાણકારોને રોકડમાં આપવામાં આવશે નહીં. રોકાણકારો માટે તેમની સાથે બચત ખાતું ખોલાવવું અને તેને આ રોકાણ યોજનાઓ સાથે જોડવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ યોજનાઓથી થતી વ્યાજની આવક આ બચત ખાતામાં જમા થશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: APRIL, Financial Year, Insurance, Mutual funds, New year, કાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन