મે મહિનાથી ઓછો મળશે પગાર, નવો લેબર કોડ અમલમાં આવતા પગારમાં થનાર ફેરફારનું કેલ્ક્યુલેશન સમજો

પ્રતિકાત્મક તસવીર

આગામી મહિનાથી એટલે કે 1 એપ્રિલ 2021થી દેશમાં નવા ચાર લેબર કોડ લાગુ થવા જઇ રહ્યા છે. જે અમલમાં આવ્યા બાદ દેશમાં પગારના નવા નિયમ પણ આવી જશે

  • Share this:
નવી દિલ્હી : આગામી મહિનાથી એટલે કે 1 એપ્રિલ 2021થી દેશમાં નવા ચાર લેબર કોડ લાગુ થવા જઇ રહ્યા છે. જે અમલમાં આવ્યા બાદ દેશમાં પગારના નવા નિયમ પણ આવી જશે. પગારને લઈ મોદી સરકારની નવી નીતિ મુજબ 2021ના મે મહિનાથી કંપનીઓએ સીટીસી અથવા કુલ પગારમાં બેઝીક સેલેરીનો હિસ્સો ઓછામાં ઓછા 50 ટકા કરવો પડશે. એપ્રિલથી શરૂ થનાર નવા નાણાકીય વર્ષમાં મોટાભાગની કંપનીઓ કર્મચારીઓને ઈન્ક્રીમેન્ટ આપી પગાર વધારે છે. નવા લેબર કોડના કારણે સીટીસી નવેસરથી નક્કી થશે. જેના પરિણામે પીએફમાં ફાળો વધી જશે. એટલે કે કંપની ઈન્ક્રીમેન્ટ આપશે તો તે પીએફમાં એડજસ્ટ થઈ જશે. એટલે કે પગાર વધ્યો હોવા છતાં ટેક હોમ સેલરી વધવાના સ્થાને ઘટી જશે.

નવા નિયમની આવી થઈ શકે અસર

ટેક હોમ સેલરી ઘટવાના અનેક કારણો છે. નવા નિયમ લાગુ થવાથી કંપનીઓને સીટીસી અથવા કુલ સેલરીમાં બેઝીક સેલેરીનો હિસ્સો 50% કરવો પડશે. આવું કરવાથી તમારી ટેક હોમ સેલરી ઓછી થઈ જશે, પરંતુ ગ્રેચ્યુઇટીની રકમ તેમજ કર્મચારી અને કંપનીની એમ બંનેનો પીએફમાં ફાળો વધી જશે. આ નિયમથી ઊંચી અને મધ્યમ સેલેરી ધરાવતા ગ્રુપ ઉપર કોઈ અસર પડશે નહીં. જેઓની સેલેરી ઓછી છે તેમની ટેક હોમ સેલેરી 25થી 30 ટકા ઘટી જશે.

આ પણ વાંચો - Bank Holidays: 7 દિવસ બેંકો રહેશે બંધ, જલ્દી પતાવી લો તમારા મહત્વના કામ

નિષ્ણાંતોનું શું કહેવું છે?

નવા લેબર કોડના કારણે પગારની નવી વ્યાખ્યા સામે આવી છે. કંપનીઓને ગ્રેચ્યુઇટી, રજાના બદલામાં પૈસા અને પીએફ માટે વધારે રકમની જોગવાઈ કરવાની રહેશે. નવી જોગવાઈઓ હેઠળ વર્તમાન નાણાકીય અસરનું મૂલ્યાંકન કર્યા બાદ જ કંપનીઓ બીજા છ માસિકમાં પગાર બજેટની સમીક્ષા કરશે.

સરકારનું શું કહેવું છે?

એમ્પ્લોઈ પેન્શન સ્કીમ 1995 અંતર્ગત ન્યૂનતમ પેન્શનમાં માસિક વધારો વધુ બજેટ સપોર્ટ વગર અસંભવ છે, જેથી સરકારે સમીક્ષા માટે ઉચ્ચ કક્ષાની દેખરેખ સમિતિની રચના કરી છે. આ સમિતિએ કેટલીક શરતોને આધીન માસિક પેન્શનમાં વધારો કર્યો છે, તેવું કેન્દ્ર સરકારે લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું હતું.
First published: