નવી દિલ્હી : હિંદીમાં એક કહેવત છે કે 'દેને વાલા જબ ભી દેતા દેતા છપ્પર ફાડ કે' આ કહેવત મૂળ કેરળના નિવાસી અને અબુધાબીમાં રહેતા એક પ્રવાસી ભારતીય પર બરાબર સૂટ થાય છે. આ વેપારીને સંયુક્ત અરબ અમીરાત (UAR)માં પ્રવાસી ભારતીયને બમ્પર લોટરી લાગી, બિગ ટિકિટ રેફરલમાં 12 મિલિયન દિરહમની ટિકિટ લાગી છે એટલે કે ભારતીય ચલણમાં આ વેપારી રૂપિયા 12 કરોડ જીત્યા છે. અબુ ધાબીના મીડિયા ખલીજ ટાઇમ્સના સમાચાર મુજબ આ લોટરી જીતનાર વ્યક્તિ જ્યોર્જ જેકબ્સ કેરાળના નિવાસી છે.
ખલીજ ટાઇમ્સના અહેવાલ મુજબ દુબઈમાં રહેતા 51 વર્ષના જ્યોર્જ જેકબ્સ ચિકિત્સા ઉપકરણોના વેપાર સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું હતું કે આ લોટરીની જીત તેમની જિંદગી બદલનારી રહેશે. તેઓ અનેક આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. જોકે, લોટરી જીત્યા બાદ પણ તેઓ દુબઈ નહીં છોડે તેવું તેમણે ઓન મનોરમા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
આ પણ વાંચો : સુરત : નવી ગાડીનાં RTO રજિસ્ટ્રેશનમાં કૌભાંડ, નકલી સિક્કો મારી કરોડોની ટેક્સ ચોરીની આશંકા
કેવી રીતે જીત્યા
જેકબે 30મી નવેમ્બરના રોજ આ ટિકિટ ખરીદી હતી. તેઓ પાછલા બે વર્ષથી ઓનલાઇન આ ટિકિટ ખરીદી રહ્યા હતા. આ ટિકિટની પ્રતિ ટિકિટ કિંમત 500 દિરહમ છે. જોકે, 1000 દિરહમ આપવા પર એક સાથે એક ટિકિટ ફ્રીમાં મળે છે. તેમણે આ ટિકિટ www.bigticket.ae વેબસાઇટ પરથી ખરીદી હતી. જોકે, યુએઈમાં આ ઓફિશિયલ લોટરી છે જે સ્ટોર પરથી પણ ખરીદી શકાય છે. તેના સ્ટોર અબુધાબી એરપોર્ટ પર પણ ઉપસ્થિત છે.
અગાઉ કેટલાક લોકો નસીબની બલિહારીના ખેલમાં આ લોટરી જીતી ચુક્યા છે. જોકે, જેકબ પોતે પણ અગાઉ આ લોટરી ખરીદતા હતા તેવું તેમણે ઓનમનોરમાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું.
આ પણ વાંચો : બનાસકાંઠા : છ મહિનાથી રજા પર હતો આરોગ્યકર્મી, બોગસ તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા ઝડપાયો
તાજેતરમાંજ વર્જિનિયામાં અમેરિકાના વ્યક્તિએ વર્જિનિયા પીક લૉટરી રમતમાં 25 પ્લે જીત્યા હતા. રેમન્ડ હેમિંગ્ટન નામના આ વ્યક્તિએ એક ડૉવલરના ભાવની 25 ટિકિટ ખરીદી હતી જેમાં 4-6-4-0 નંબર હતો. આ વ્યક્તિએ પણ આ લોટરીમાં લાખો રૂપિયાની માતબર રકમ જીતી હતી.
જેકબ ગુરૂવારે આ ટિકિટ જીત્યા છે તેમની લોટરની ટિકિટનો નંબર 069402 હતો. જેકબ મૂળ કેરળના કોટાયામની રહેવાસી છે પરંતુ છેલ્લા 20 વર્ષથી અબુધાબીમાં રહે છે.