Organic Farming: એસીવાળી ઓફિસની નોકરી છોડી દંપતિએ શરૂ કરી ઓર્ગેનિક ખેતી, જાણો તેમની કહાની
Organic Farming Success Story: મૂળ કેરળના પવિત્ર કે અને તેમના પતિ મોહમ્મદ રિનસે એક એવો નિર્ણય લીધો જે બહુ ઓછા લોકો લઈ શકે છે અને આજે સફળતાના શિખરે પહોંચી ગયા.
મુંબઈમાં રહીને પવિત્ર એ અને તેના પતિ મોહમ્મદ રિનસને તેમના રોજિંદા જીવનનો આનંદ માણવાનો સમય અને તક મળતી નહોતી. તેમને કુદરતી વાતાવરણમાં રહેવાનો અને સ્વચ્છ અને સ્વસ્થ ખોરાક ખાવાનો કોઇ રસ્તો મળતો નહોતો. કેરળમાં રહેતી પવિત્ર અને તેના પતિ વારંવાર તેમના ઘરે જવાનો અવસર શોધતા હતા અને આ માટે યોગ્ય તક શોધી રહ્યા હતા. આ દરમિયાન પવિત્રને કેરળ (Kerala Couple Started Organic Farming)માં સલીમ અલી ફાઉન્ડેશન (Salim Ali Foundation) દ્વારા ચલાવવામાં આવી રહેલા એક પ્રોજેક્ટ વિશે જાણવા મળ્યું. પવિત્રએ આ અવસરને જવા ન દેવાનો નિર્ધાર કર્યો અને ઘરે પરત જવાની રીત શોધવાનો પ્રયાસ કર્યો.
2016માં તેમણે એમએનસીમાં એચઆરની નોકરી છોડી દીધી અને કેરળમાં સલીમ અલી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે કામ કરવાનું નક્કી કર્યું હતું. એક જ વર્ષમાં તેના પતિ રીનસે પણ મિકેનિકલ એન્જિનિયરની નોકરી છોડી દીધી હતી અને પત્ની પાસે કેરળ પહોંચી ગયો હતો. મોહમ્મદ તેલ અને ગેસ ઉદ્યોગમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે કામ કરતો હતો. આ વિસ્તાર સ્વનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટેનો પ્રોજેક્ટ હતો.
થોડા દિવસ સુધી આ પ્રોજેક્ટ પર કામ કર્યા બાદ પવિત્રા અને તેના પતિને ઓર્ગેનિક ફાર્મિંગ (Couple Started Organic Farming) શરૂ કરવાનો વિચાર આવ્યો. ત્યારબાદ તેમણે વેલ્લાંગલુરમાં 15 એકર જમીન ભાડે લીધી અને પરંપરાગત ચોખાના ડાંગર ઉગાડવા માટે ઓર્ગેનિક ખેતી શરૂ કરી હતી. આજે પવિત્ર અને તેના પતિ પાસે 20 એકર જમીન છે અને દર વર્ષે 15 ટન ડાંગર ઉગાડે છે. આ દંપતી ચોખામાંથી બનેલા વેલ્યૂ એડેડ પ્રોડક્ટનું ઉત્પાદન અને વેચાણ પણ કરે છે, જેમાં રાઇસ પાવડર અને ફ્લેટ એન્ડ રાઇસનો સમાવેશ થાય છે.
કોર્પોરેટ જગતથી માંડીને સોશ્યલ સેક્ટર અને ત્યાર બાદ ઓર્ગેનિક ખેતી સુધીની સફર એક રાતની વાત નથી. જ્યારે પવિત્ર અને તેના પતિ ફાઉન્ડેશનમાં જોડાયા, ત્યારે તેમની આવકમાં ઘણો ઘટાડો થયો હતો. પવિત્રને ખૂબ ઓછો પગાર મળતો હતો, જ્યારે રીનસ લગભગ મફતમાં કામ કરતો હતો. જો કે આ કપલનું કહેવું છે કે, જ્યારે તેઓ સામાજિક કાર્યોમાં જોડાયા ત્યારે તેમને ઓછા પૈસા મળવા છતા પણ ખૂબ જ ખુશી થતી હતી.
"કોર્પોરેટમાંથી સામાજિક ક્ષેત્રમાં સ્થળાંતર કરવું સહેલું નહોતું, પરંતુ મને તેનો કોઈ અફસોસ નથી. પવિત્રને એરકન્ડિશન્ડ ઓફિસમાં કામ કરવામાં ખૂબ જ ખરાબ લાગતું હતું અને હવે તે જમીન સાથે જોડાયેલા લોકોની વચ્ચે કામ કરીને ખૂબ જ ખુશી અનુભવી રહી છે. પવિત્રના જણાવ્યા અનુસાર સામાજિક ક્ષેત્રે કામ કરવાને કારણે તેમને ખેતીની પ્રેરણા મળી અને સામાજિક ક્ષેત્ર બાદ તેમણે ઓર્ગેનિક ફાર્મિંગ ક્ષેત્રમાં પગ મૂક્યો.
આજે પવિત્ર અને તેનો પતિ કુરુવા ચોખા 90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચે છે, જ્યારે ચોખાનો પાવડર અને પુટ્ટુ પાવડર 140 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. તે તેના ખેતરમાંથી ઉગાડવામાં આવતા ડાંગરમાંથી ચોખાની અન્ય જાતો પણ લોકોની માંગ પર ઉગાડે છે અને તેમને સપ્લાય કરે છે. સોશિયલ મીડિયા દ્વારા રિનસ પોતાની પ્રોડક્ટનું પ્રમોશન કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર