Home /News /business /Shopping Tips: તહેવારોમાં ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખો આ બાબતો, રૂપિયાની સાથે સાથે સમય પણ બચશે

Shopping Tips: તહેવારોમાં ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખો આ બાબતો, રૂપિયાની સાથે સાથે સમય પણ બચશે

તહેવારોમાં ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખો આ બાબતો(ફાઈલ તસવીર)

Festive shopping: તહેવારોના આ સમયગાળામાં કંપનીઓ, દુકાનદારો અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાણમાં ભારે વધારો થઈ રહ્યો છે, ત્યારે ગ્રાહકોને ઘણી ઑફર્સ મળે છે, જેથી તેઓ તેમની મનપસંદ વસ્તુઓ ઓછી કિંમતે ખરીદી શકે છે. ઑફર્સ અને ડિસ્કાઉન્ટના આ માયાજાળમાં જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો તમને વધુ ફાયદો થશે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ તહેવારોની મોસમ એટલે ખરીદીની મોસમ. ગ્રાહકો, ઈ-કોમર્સ પ્લેટફોર્મ, કંપનીઓ અને દુકાનદારો આ સિઝનની આતુરતાથી રાહ જુએ છે. જયારે આ દિવસોમાં કંપનીઓ, દુકાનદારો અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાણમાં ભારે વધારો થઈ રહ્યો છે, ત્યારે ગ્રાહકોને ઘણી ઑફર્સ મળે છે, જેથી તેઓ તેમની મનપસંદ વસ્તુઓ ઓછી કિંમતે ખરીદી શકે છે. ઑફર્સ અને ડિસ્કાઉન્ટના આ માયાજાળમાં જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો તમને વધુ ફાયદો થશે. તહેવારોની સિઝનમાં ખરીદી કરતી વખતે સમય અને પૈસા કેવી રીતે બચાવી શકાય, આવો જાણીએ....

ઈચ્છા કરતાં જરૂરિયાત પર વધુ ભાર


તહેવારોની સિઝનમાં ખરીદી શરૂ કરતા પહેલાં તમારી નાણાંકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવાનું સુનિશ્ચિત કરો. બજેટ બનાવો અને તમને જોઈતી વસ્તુઓ ખરીદવાને પ્રાથમિકતા આપો. તે વસ્તુઓને બીજા સ્તર પર મૂકો જે જરૂરી નથી, પરંતુ જેને તમે ખરેખર ખરીદવા માંગો છો તેની જરૂરિયાત મુજબ સૂચિ બનાવો. એનાથી તમે નક્કી કરી શકશો કે તમે શું ખરીદશો અને કેટલો ખર્ચ કરશો, આવી રીતે સ્માર્ટ ખરીદી કરવી તમારા માટે સરળ બનશે.

આ પણ વાંચોઃ રિટાયરમેન્ટ પ્લાનિંગ અંગે મોટાભાગના ભારતીયો પાછળ : રિપોર્ટ 

ઑફર્સ પર આંધળો વિશ્વાસ ન કરો


તહેવારોની મોસમ ઑફર્સથી ભરેલી હોય છે. ખાસ કરીને ઓનલાઈન શોપિંગ પર ઓફર્સનો ઘણો ધસારો હોય છે, તેથી દરેક ઓફરના તમામ પાસાઓ તપાસો. મોટાભાગના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ્સ પર તહેવારોની ઑફર્સ પણ ઉપલબ્ધ હોય છે. તેથી, તમારી પાસે જે કાર્ડ છે તેના પર ચાલી રહેલી ઑફરો વિશે સાવચેત રહો. તમે કાર્ડ પર ઉપલબ્ધ ઑફર્સમાંથી ડિસ્કાઉન્ટ અથવા વિશેષ ડીલ્સ મેળવી શકો છો. જો તમારી પાસે એક કરતાં વધુ કાર્ડ હોય તો તે ઑફર્સની તુલના કરો.

લોન લેવાથી બચો


લોકો ઘણીવાર ઊંચી કિંમતની વસ્તુઓ ખરીદવા માટે વ્યક્તિગત લોન લે છે. પર્સનલ લોનનો વ્યાજ દર ઊંચો હોય છે. એટલા માટે તમે લોન લઈને કંઈક ખરીદો તે તમારા ખિસ્સા માટે સસ્તું નથી. તેથી, શક્ય હોય ત્યાં સુધી લોનને બદલે ક્રેડિટ કાર્ડથી EMI પર ખરીદી કરો. સાચા અર્થમાં તો જ પૈસા બચાવશે.

આ પણ વાંચોઃ 5G Service Launch: વડાપ્રધાન મોદી આજે 5G સર્વિસ લોન્ચ કરશે, ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસનું પણ લોકાર્પણ


જાણકારી રાખો


તમારે શું ખરીદવું છે તેની સાથે, તમારે ક્યાં ખરીદવું તે પણ નક્કી કરવું જોઈએ. તેથી, તમારે તમારા મનપસંદ સ્ટોર્સ અથવા વેબસાઇટ્સની જાણકારી રાખવી જોઈએ. જો તમારી પાસે ઑફર ક્યાં અને કેવી ચાલી રહી છે તેની માહિતી હશે તો, તમે સસ્તામાં તમને જોઈતો સામાન ખરીદી શકશો. તહેવારોની ઑફર્સમાં, માલ ઘણી વખત ઝડપથી આઉટ ઑફ સ્ટોક થઈ જાય છે. એટલા માટે તમારે ખરીદી માટે તૈયાર રહેવું જોઈએ.
Published by:Sahil Vaniya
First published:

Tags: Business news, Festival Season, Shopping

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन