Home /News /business /Stock Market Update: આ સપ્તાહમાં શેરબજારમાં કમાણી કરવી હોય તો આટલું ખાસ ધ્યાન રાખો

Stock Market Update: આ સપ્તાહમાં શેરબજારમાં કમાણી કરવી હોય તો આટલું ખાસ ધ્યાન રાખો

આ સપ્તાહમાં મોટાભાગે બજારનું વલણ આ બાબતો પર નિર્ભર કરશે. તમે પણ જાણી લો.

Market Update: નવા સપ્તાહમાં શેરબજાર વૈશ્વિક સંકેતો, સ્થાનિક બજારોના આંકડા અને ગ્રોથ આઉટલુકના આધારે પોતાનું વલણ દર્શાવશે, જોકે બ્રોડર માર્કેટ પર આગામી સપ્તાહમાં ભારે ઉથલપાથલ જોવા મળી શકે છે. આ સમય દરમિયાન નિષ્ણાતો ટ્રેડર્સને સાવધાની સાથે શેર્સની પસંદગી કરવાની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે બજારમાં આગામી સપ્તાહમાં કંસોલિડેશન યથાવત રહેશે.

વધુ જુઓ ...
  મુંબઈઃ શુક્રવારે 26 ઓગસ્ટના રોજ સમાપ્ત થયેલા કારોબારી સપ્તાહમાં ભારતીય શેરબજારની છેલ્લા પાંચ સપ્તાહની તેજી પર બ્રેક લાગી છે અને સાપ્તાહિક દ્રષ્ટીએ બજારના પ્રમુખ ઈન્ડેક્સો 1 ટકાથી વધુના ઘટાડા સાથે બંધ થયા છે. આ સમગ્ર સપ્તાહમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા. નબળા ગ્લોબલ સંકેતો, ગ્રોથ આઉટલુકથી લઈને અસમંજસની સ્થિતિ, વ્યાજ દરોમાં વધારાનો ડર, કાચા તેલની કિંમતોમાં વધારો અને યુરોપમાં વધતી ઊર્જા કિંમતોના કારણે બજાર પર ગત સપ્તાહમાં દબાણ સતત રહ્યું છે.

  છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 58834 પર બંધ થયો હતો. તો નિફ્ટી 200 અંકોના ઘટાડા સાથે 17559 ના સ્તર પર બંધ થઈ હતી. ટેક્નોલોજી, ફાર્મા, ફાઇનાન્શિયલ સર્વિસિસ, કેટલાક એફએમસીજી અને ઓટો શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. જો કે, બ્રોડર માર્કેટ આઉટપરફોર્મ કરતું જોવા મળ્યું હતું. નિફ્ટી મિડકેપ 0.35 ટકા અને સ્મોલકેપ 1.5 ટકાના વધારા સાથે બંધ થયા છે.

  3-4 મહિનામાં બંપર કમાણી કરવી છે? તો દરેક ઘટાડે ખરીદી કરો વર્ષના અંતે નિફ્ટી 18600 પહોંચશે- ICICI Direct

  શેરબજારના નિષ્ણાતો કહે છે કે સોમવારે બજાર સૌથી પહેલા યુએસ ફેડ જેરોમ પોવેલના એ નિવેદન પર પ્રતિક્રિયા આપશે, જેમાં કહેવામાં આવ્યું છે કે મંદીનું જોખમ હોવા છતાં વ્યાજ દરોમાં ત્યાં સુધી વધારો યથાવત રહેશે જ્યાં સુધી ફુગાવો ઘટીને 2 ટકા પર નથી આવી જતો. આ સાથે તમને જણાવી દઈએ કે આગામી બિઝનેસ સપ્તાહ 1 ​​દિવસ નાનું હશે કારણ કે ગણેશ ચતુર્થીના અવસર પર 31 ઓગસ્ટે બજાર બંધ રહેશે. આગામી સપ્તાહમાં વૈશ્વિક સંકેતો પર આધાર રહેશે અને બજારમાં વોલેટિલિટી અને કોન્સોલિડેશન ચાલુ રહેશે. આ ઉપરાંત બજારની નજર રિલાયન્સની એજીએમ, મેક્રો ઈકોનોમિક ડેટા અને ઓગસ્ટના ઓટો સેલ્સ ડેટા પર પણ રહેશે.

  ત્યારે બજારના આગામી સપ્તાહ અંગે Motilal Oswalના સિદ્ધાર્થ ખેમકા કહે છે કે નબળા વૈશ્વિક ડેટા દ્વારા મળતા સંકેતોને જોતા એવું લાગે છે કે આગામી સપ્તાહે બજારમાં કોન્સોલિડેશન ચાલુ રહેશે. બ્રેન્ટ ક્રૂડ ફરી એકવાર 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે. તેમજ ડૉલર ઇન્ડેક્સ પણ 108 ના સ્તર પર મજબૂત રીતે યથાવત છે. તેનાથી વિપરિત નબળા વૈશ્વિક સંકેતો, FIIની ખરીદી અને તહેવારોની સિઝન પહેલા માંગને કારણે બજારને નીચલા સ્તરેથી ટેકો મળી રહ્યો છે.

  બેંકની ઓવરડ્રાફ્ટ સુવિધા શું હોય છે? રુપિયાની જરુરિયાત હોય ત્યારે કેવી રીતે મળે છે ફાયદો?

  જ્યારે બજાર અંગે પોતાનો મત આપતા Religare Brokingના અજિત મિશ્રાએ કહ્યું કે સોમવારે પહેલા તો બજાર જેરોમ પોવેલના જેક્સન હોલના સ્પીચના નિવેદનનો જવાબ આપશે. હાલમાં બજારમાં મિશ્ર સંકેતો દેખાઈ રહ્યા છે. જો નિફ્ટી 17300 -17800ની રેન્જમાં બંને બાજુ મજબૂત બ્રેકઆઉટ આપે તો જ તેની દિશા સ્પષ્ટ થશે. દરમિયાન, બજારમાં ટ્રેડર્સને તેઓ જોખમને ધ્યાને રાખી વિશેષ કાળજી સાથે શેર્સની પસંદગી કરવાની સલાહ આપે છે.

  કમાણી કરવી હોય તો તૈયાર રહેજો, દેશની સૌથી મોટી કોમર્શિયલ રિયલ એસ્ટેટ કંપની લાવશે IPO

  તેમજ HDFC Securitiesના દીપક જસાણીનું કહેવું છે કે 26 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં નિફ્ટી સતત 5 સપ્તાહની તેજી પછી 1.12 ટકાના ઘટાડા સાથે બંધ થઈ હતી. દૈનિક ચાર્ટ પર, નિફ્ટીએ નાના ઘટાડા સાથે અસમંજસ ભરી ડોઝી રચના બનાવી છે. હવે 17727-17487ની રેન્જની બંને બાજુએ આવનાર કોઈપણ બ્રેકઆઉટ નિફ્ટીની દિશા નક્કી કરશે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Expert opinion, Nifty50, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन