2021ના વર્ષમાં માલામાલ થવું હોય તો આ 6 IPO પર રાખો નજર

6 IPO પર રાખો નજર.

Upcoming IPOs in 2021: 2021ના વર્ષમાં છ કંપની પોતાનો આઈપીઓ લાવી રહી છે, આ આઈપીઓમાં રોકાણકારો મોટો ફાયદો થવાનું કહેવામાં આવી રહ્યું છે.

 • Share this:
  અમદાવાદ:  2021ના વર્ષમાં જો તમે માલામાલ થવા માંગો છો તો તમને આવા છ મોકા મળશે. 2021માં છ એવી મોટી કંપની પોતાનો આઈપીઓ (Initial Price Offering) લાવશે જેમાં રોકાણકારોને બમ્પર વળતર મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કંપનીઓમાં LIC, RailTel, Kalyan Jewellers, NCDEX, Bajaj Energy અને Monte Carloનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે 2020ના વર્ષમાં બર્ગર કિંગ (Burger King), મિસિઝ બેક્ટર્સ ફૂડ (Mrs Bectors Food), હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેક્નોલોજીસ લિમિટેડના આઈપીઓમાં રોકાણકારોને પ્રથમ દિવસે જ 100%થી વધારે વળતર મળ્યું હતું. એટલે કે પ્રથમ દિવસે જ જેમને IPO લાગ્યો હતો તેમના પૈસા ડબલ થઈ ગયા હતા.

  2021ના વર્ષમાં આ IPO પર રાખો નજર:

  LIC

  સરકારની સૌથી મોટી વીમા કંપની LIC (Life insurance corporation of India)ના IPO પર તમામ રોકાણકારોની નજર ઠરી છે. પહેલા એવા અહેવાલ હતા કે 2020ના વર્ષના અંત સુધીમાં IPO આવી જશે, પરંતુ એવું થયું નથી. સરકારની યોજના છે કે LICમાંથી પોતાનો હિસ્સો વેચીને તેને શેર બજારમાં લિસ્ટ કરવી. આ માટે ડેલૉયટ (Deloitte) અને SBIની સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

  RailTel

  જાહેર ક્ષેત્રની કંપની રેલ ટેલ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિ. (RailTel)ને IPO મારફતે 700 કરોડ રૂપિયા એકઠા કરવાની SEBI તરફથી મંજૂરી મળી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે સરકાર પોતાનો 8.66 ટક્કો હિસ્સો વેચશે. કંપનીએ જમા કરાવેલા દસ્તાવેજોને નવેમ્બર, 2020માં મંજૂરી મળી ગઈ છે. કંપની પાસે રેલવે ટ્રેકની સાથે સાથે ઑપ્ટિકલ ફાઇબરનું વિશાળ નેટવર્ક છે.

  Kalyan Jewellers

  કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડ IPO મારફતે આશરે 1,750 રૂપિયા એકઠા કરશે. આ માટે સેબીની મંજૂરી મળી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે કંપની 1,000 કરોડ રૂપિયા નવા ઇક્વિટી શેર બહાર પાડીને મેળશે તેમજ 750 કરોડ રૂપિયા વર્તમાન શેરનું વેચાણ કરીને મેળશે. કલ્યાણ જ્વેલર્સ સોના તેમજ અન્ય આભૂષણો બનાવે છે તેમજ તેનું વેચાણ કરે છે. દેશના મોટાં મોટાં શહેરોમાં તેમના શોરૂમ આવેલા છે.  NCDEX

  કૃષિ જણસીનો બિઝનેસ કરનાર નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (NCDEX)ને પણ IPO માટે મંજૂરી મળી ગઈ છે. SEBIએ NCDEXને IPO મારફતે 500 કરોડ રૂપિયા એકઠા કરવાની મંજૂરી આપી દીધી છે. BSE અને MCX પછી આ ત્રીજી કંપની છે જે બજારનું સંચાલન કરનારી કંપની છે, જેની શેર બજારમાં નોંધણી થશે. કંપની 100 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરશે, આ ઉપરાંત વર્તમાન 1.44 કરોડ શેરધારકો સમક્ષ શેર વેચાણની ઑફર મૂકશે.  Bajaj Energy

  ગત વર્ષે બજાજ એનર્જીને આઈપીઓ મારફતે પૈસા એકઠા કરવાની મંજૂરી મળી ગઈ છે. કંપની 5,450 કરોડ રૂપિયા IPO મારફતે બજારમાંથી એકઠા કરશે. મળતી માહિતી પ્રમાણે કંપની 5,150 કરોડ રૂપિયા નવા શેર જાહેર કરીને મેળવશે. જ્યારે 300 કરોડ રૂપિયા પોતાની ભાગીદારીમાંથી વર્તમાન શેરધારકોને આપશે.

  Monte Carlo

  મૉન્ટેકાર્લો કંપની બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. કંપનીએ IPO મારફતે 550 કરોડ રૂપિયા એકઠા કરવા માટે SEBI સમક્ષ અરજી કરી છે. જેમાં કંપનીનું આયોજન 450 કરોડ રૂપિયાના નવા શેર બહાર પાડવાનું છે. જ્યારે કંપની પોતાના વર્તમાન શેરધારકો સમક્ષ 30 લાખ શેર વેચવાની ઑફર મૂકશે.
  Published by:Vinod Zankhaliya
  First published: