Home /News /business /Kaynes Technology Listing: આજે છે લિસ્ટિંગ, થઈ શકે આટલો ફાયદો એક્સપર્ટને પૂરો વિશ્વાસ

Kaynes Technology Listing: આજે છે લિસ્ટિંગ, થઈ શકે આટલો ફાયદો એક્સપર્ટને પૂરો વિશ્વાસ

આજે નિષ્ણાતોની ધારણા મુજબ આ શેરનું લિસ્ટિંગ થયું તો રોકાણકારોને બખ્ખા પડી જશે એ તો નક્કી છે.

Kaynes Technology IPO: ઓટોમોટિવ, ઇન્ડસ્ટ્રિયલ, એરોસ્પેસ એન્ડ ડિફેન્સ, આઉટર સ્પેસ, ન્યુક્લિયર, મેડિકલ, રેલવે સાથે જોડાયેલ કંપનીઓને મેન્યુફેક્ચરિંગ અને લાઇફ સાઇકલ સપોર્ટ આપતી આ કંપનીનો આઈપીઓ તમને ભર્યો છે અને શેર લાગ્યા છે? તો અહીં સમજીએ લઈએ કે કાલે કેટલાનો ફાયદો થઈ શકે છે.

વધુ જુઓ ...
  મુંબઈ: ઈન્ટરનેટ ઓફ થિંગ્સથી લઈને અનેક ઇન્ડસ્ટ્રીઝ માટે ટેક્નોલોજિકલ સોલ્યુશન આપનારી કેન્સ ટેક્નોલોજીના આઈપીઓનું આજે લિસ્ટિંગ છે. નોંધનીય છે કે હાલમાં જ આવેલા ડિફેન્સ સેક્ટરના અન્ય કંપનીઓના આઈપીઓએ રોકાણકોરનો ખૂબ જ સારો પ્રોફિટ આપ્યો છે. રોકાણકરોનો રિસ્પોન્સ પણ આ આઈપીઓને ખૂબ સારો મળ્યો છે.

  કેંસ ટેક્નોલોજી ઓટોમોટિવ, ઔદ્યોગિક, એરોસ્પેસ અને ડિફેન્સ, આઉટર સ્પેસ, ન્યુક્લિયર, મેડિકલ, રેલ્વે સંબંધિત કંપનીઓને લાઇફ સાયકલ સપોર્ટ પૂરો પાડે છે. આ IPO ની કિંમત 858 કરોડ રૂપિયા હતી. જેને 34 ગણો સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો. Hindi CNBCTV18 ના એક અહેવાલ મુજબ ગ્રે માર્કેટમાં આ શેરની કિંમત રૂ.220ના પ્રીમિયમે ટ્રેડ થઈ રહી છે. એટલે કે આ શેરની ઇશ્યૂ પ્રાઈસ કરતાં 37 ટકા આમ શેરની ઈશ્યુ પ્રાઈસ રુ.587+220 પ્રીમિયમ = 807 રુપિયાની આસપાસ લિસ્ટ થઈ શકે છે. આમ આ શેરમાં 37 ટકા રિટર્ન મળી શકે છે.

  આ પણ વાંચોઃ ગોવા જ નહીં ગુજરાતમાં પણ થઈ શકે કાજુની ખેતી, આ ખેડૂતોની જેમ બની શકાય લાખપતિ

  FY2022 સુધી કંપની આવકમાં ઓટોમોટિવ સેગમેન્ટેનો 33.6% ફાળો હતો. જ્યારે ઔદ્યોગિક સેગમેન્ટે 29.8% ફાળો આપ્યો છે. આ સિવાય મેડિકલ સેગમેન્ટમાંથી 10.1%, રેલવે સેગમેન્ટમાંથી 10.4% અને કન્ઝ્યુમર સેગમેન્ટમાંથી 8.4% ફાળો છે. વધતી માંગ સાથે કંપનીની ઓર્ડરબુકમાં નાણાકીય વર્ષ 2019-22 વચ્ચે 63% CAGRની વૃદ્ધિ જોવા મળી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની ઓર્ડર બુક વધીને રૂ. 2,266 કરોડ થઈ ગઈ છે.

  શું કહે છે બ્રોકરેજ હાઉસ


  ઘણી બ્રોકરેજ કંપનીઓએ કેંસ ટેક્નોલોજીસના IPOમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. નાણાકીય વર્ષ 2021-22ના નફા પર કેંસ શેરનો પીઈ 82 ગણો છે. તેનો EV/EBIDTA 38 ગણો અને EV/Sales 5 ગણો છે. માર્કેટ એક્સપર્ટ આનંદ રાઠીએ તેમના રિપોર્ટમાં જણાવ્યું છે કે, "કંપનીની તાજેતરની વૃદ્ધિ, મજબૂત આવકની દૃશ્યતા અને ઓટોમેશનની વધતી માંગને જોતાં તેના શેરનું મૂલ્યાંકન વ્યાજબી લાગે છે.'

  આ પણ વાંચોઃ નોકરીમાં કરોડપતિ બનવાનું અશક્ય લાગે છે, તો અપનાવો આ રીત અને બની જાઓ ધનવાન

  IPOથી એકઠા થયેલા રુપિયાનું કંપની શું કરશે?


  ફ્રેશ ઈશ્યુ દ્વારા એકત્ર કરાયેલી રકમમાંથી રૂ. 149 કરોડનો ઉપયોગ પેટા કંપની માટે નવી સુવિધા સ્થાપવા માટે કરવામાં આવશે. 130 કરોડ રૂપિયાનો ઉપયોગ લોનની ચુકવણી માટે કરવામાં આવશે.

  રૂ.115 કરોડનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવશે, અને બાકીના રૂ.99 કરોડનો ઉપયોગ કંપની હાલની મેન્યુફેક્ચરિંગ સુવિધાની ક્ષમતાના વિસ્તરણ માટે કરશે. નોંધનીય છે કે ભારતમાં કંપની કર્ણાટક, હરિયાણા, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ અને ઉત્તરાખંડમાં 8 પ્રોડક્શન યુનિટ ધરાવે છે.

  આ પહેલા ડિફેન્સ સેક્ટર્સના શેર્સમાં સારો પ્રતિસાદ


  DCX Systems Ltd, Data Patterns India Ltd, Dreamfolks Services Ltd, Krishna Defence & Allied Industries Ltd, Paras Defence and Space Technology Ltd અને MTAR Technology એ થોડા સમય પહેલા IPO લોન્ચ કર્યા હતા. આ IPOને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.

  આ પણ વાંચોઃ હવે કેનેડામાં મળી શકે છે એક્સપ્રેસ એન્ટ્રી, આ 16 વ્યવસાયમાં સીધી જ મળી જશે નોકરી

  શેરબજારમાં ઉતાર-ચઢાવ હોવા છતાં અન્ય સંરક્ષણ કંપનીઓના શેરનું પ્રદર્શન ઘણું સારું છે. આમાં Mazagon Dock Shipbuilders Ltd, Garden Reach Shipbuilders & Engineers Ltd, Cochin Shipyard Ltd, Bharat Dynamics Ltd અને Hindustan Aeronautics Ltd ના શેરનો સમાવેશ થાય છે. આ કંપનીઓના શેર 1 એપ્રિલથી અત્યાર સુધીમાં 69 ટકાથી 241 ટકા સુધી વધી ચૂક્યા છે.

  Bharat Forge, Bharat Electronics અને Larsen &Toubro ના શેરમાં 14-50 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં લગભગ 4.4 ટકાનો વધારો થયો છે. આ વર્ષે રજૂ થયેલા બજેટ બાદ સંરક્ષણ શેરોમાં તેજી જોવા મળી હતી. ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે સરકાર ઘરેલું સંરક્ષણ ઉદ્યોગને પ્રાથમિકતા આપશે. તેમણે એમ પણ કહ્યું હતું કે દેશમાં સંરક્ષણ સંબંધિત સંશોધન અને વિકાસ પર વધુ ભાર આપવામાં આવશે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन