Home /News /business /Kaynes Technology IPO: માત્ર બે જ દિવસમાં ઓવરસબસ્ક્રાઈબ થયો, જાણી લો એક્સપર્ટ પાસેથી; હજુ રોકાણ કરાય કે નહિ

Kaynes Technology IPO: માત્ર બે જ દિવસમાં ઓવરસબસ્ક્રાઈબ થયો, જાણી લો એક્સપર્ટ પાસેથી; હજુ રોકાણ કરાય કે નહિ

માત્ર બે જ દિવસમાં કર્મચારીઓના દમ પર ઓવરસબસ્ક્રાઈબ થયો આ આઈપીઓ

Kaynes Technology IPO: ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની Kaynes Technology નો આઈપીઓ બે દિવસમાં જ ઓવરસબસક્રાઈબ થઈ ચૂક્યો છે. કંપનીના કર્મચારીઓ તરફથી તેને સારો પ્રતિભાવ મળ્યો છે અને તેના માટે આરક્ષિત ક્વોટા 322 ટકા સબસ્ક્રાઈબ થયો છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની Kaynes Technology નો આઈપીઓ બે દિવસમાં જ ઓવરસબસક્રાઈબ થઈ ચૂક્યો છે. કંપનીના કર્મચારીઓ તરફથી તેને સારો પ્રતિભાવ મળ્યો છે અને તેના માટે આરક્ષિત ક્વોટા 322 ટકા સબસ્ક્રાઈબ થયો છે. આ ઈશ્યૂ 1.10 ટકા સબસક્રાઈબ થયો છે. 858 કરોડ રૂપિયાના આ આઈપીઓ હેઠળ રોકાણકાર સોમવાર સુધી રોકાણ કરી શકે છે. આ ઈશ્યુ 2 નવેમ્બરે ખુલ્યો હતો અને બે દિવસોમાં માત્ર ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બોયર્સ અને કર્મચારી ક્વોટા સબસ્ક્રાઈબ થયો છે. QIBનો આરક્ષિત ભાગ 2.45 ટકા, નોન-ઈન્સ્ટીટ્યૂશનલ રોકાણકારોનો 0.77 ટકા, રિટેલ રોકાણકારોને 0.47 ટકા અને કર્મચારીઓનો ક્વોટા 3.22 ટકા સબસ્ક્રાઈબ થયો છે.

    સોમવાર સુધી આઈપીઓ ખુલ્લો રહેશે

    આ આઈપીઓ હેઠળ રોકાણકાર 14 નવેમ્બર એટલે કે સોમવાર સુધી બોલી લગાવી શકે છે. ઈશ્યૂની પ્રાઈસ બેન્ડ 559-587 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઈઝ 25 શેરોની ફિક્સ છે એટલે કે અપર પ્રાઈઝ બેન્ડ પ્રમાણે રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 14,675 રૂપિયા લગાવવા પડશે.

    આ પણ વાંચોઃ  યુએસ ટ્રેઝરીની કરન્સી મોનિટરિંગ લિસ્ટમાંથી ભારત બહાર, ચીન યથાવત

    530 કરોડના નવા શેર જારી થશે

    858 કરોડના આ ઈશ્યૂ હેઠળ 530 કરોડ રૂપિયાના નવા શેર જારી થશે અને 328 કરોડ રૂપિયાના શેરની ઓફર ફોર સેલ હેઠળ વેચાણ થશે. નવા શેરોને જારી કરીને મેળવવામાં આવેલા રૂપિયાનો ઉપયોગ દેવું ચૂકવવા, કંપનીનો વિસ્તાર કરવા, નવા પ્લાન્ટમાં રોકાણ કરવા, વર્કિંગ કેપિટલની જરૂરિયાતોને પૂરી કરવા અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યોને પૂરા કરવા માટે કરવામાં આવશે.

    આ પણ વાંચોઃ બ્રોકરેજ હાઉસે કહ્યું 'આ સીમેન્ટ શેરમાં 73 ટકાની દમદાર કમાણી, ફટાફટ ખરીદો'

    રોકાણને લઈને શું છે નિષ્ણાંતોની સલાહ

    સ્થાનિક બ્રોકરેજ ફર્મ રિલાયન્સ સિક્યોરિટીઝે કંપનીના મજબૂત ફાઈનાન્સિયલ, ડાઈવર્સિફાઈડ બિઝનેસ મોડલ, મોર્કી ગ્રાહકો સાથે લાંબા સમય સુધી જોડાણ, વૈશ્વિક સર્ટિફિકેશન, મજબૂત સપ્લાઈ ચેઈન અને સોર્સિંગ નેટવર્કને જોતા સબસ્ક્રાઈબની રેટિંગ આપી છે. ગ્રે માર્કેટની વાત કરીએ તો તેના શેર 87 રૂપિયાની GMP પર ટ્રેડ થઈ રહ્યા છે એટવે પોઝિટિવ માહોલ છે. જો કે, જાણકારો અનુસાર, માત્ર ગ્રે માર્કેટથી મળેલા સંકેતોના આધાર પર રોકાણ કરવું હિતાવહ નથી. તેના કરતા કંપનીના ફન્ડામેન્ટલ્સ અને નાણાકીય પ્રદર્શનના આધાર પર નિર્ણય લેવા જોઈએ.


    Kaynes Technologyના વિશે વિગતો

    Kaynes ઓટો, ઈન્ડસ્ટ્રિયલ, એરોસ્પેસ એન્ડ ડિફેન્સ, આઉટર-સ્પેસ, ન્યૂક્લિયરસ મેડિકલ, રેલવે, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, આઈટી અને અન્ય સેગમેન્ટસ સાથે જોડાયેલી કંપનીઓને ઈલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઈન અને મેન્યુફેક્ચરિંગ સર્વિસિઝ આપે છે. કંપનીના બિઝનેસની વાત કરીએ તો, નાણાકીય વર્ષ 2020-22માં કંપનીની આવકમાં 38 ટકા સીએજીઆરનો વધારો થયો છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment રોકાણ, IPO News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन