Home /News /business /Kaynes Technology IPO: દરેક કેટેગરીનો ક્વોટા ઓવરસબસક્રાઈબ, ગ્રે માર્કેટ આપી રહ્યુ છે મોટા સંકેત

Kaynes Technology IPO: દરેક કેટેગરીનો ક્વોટા ઓવરસબસક્રાઈબ, ગ્રે માર્કેટ આપી રહ્યુ છે મોટા સંકેત

KAYNES TECHNOLOGY IPO હેઠળ દાવ લગાવવા માટે આજે અંતિમ દિવસ હતો

Kaynes Technology IPO: આ આઈપીઓની દરેક કેટેગરીનો ક્વોટા ઓવરસબસક્રાઈબ થઈ ગયો છે. કંપનીના કર્મચારીઓ તરફથી તેને સારો પ્રતિભાવ મળ્યો છે.

    નવી દિલ્હીઃ ઈલેક્ટ્રોનિક મેન્યૂફેક્ચરિંગ કંપની Kaynes Technology ના આઈપીઓેને અંતિમ દિવસે 14 નવેમ્બરે ઘણી બિડ મળી હતી. પહેલા બે દિવસે તે ઓવરસબસ્ક્રાઈબ થયો હતો, પરંતુ દરેક કેટેગરીનો ક્વોટા ઓવરસબસ્ક્રાઈબ થયો ન હતો. જો કે, 858 કરોડ રૂપિયાના આ આઈપીઓની દરેક કેટેગરીનો ક્વોટા ઓવરસબસક્રાઈબ થઈ ગયો છે અને સૌથી વધારે બિડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સે લગાવી છે. ક્યૂઆઈબીનો ક્વોટા 98.47 ગણો સબસ્ક્રાઈબ થયો છે. ઓવરઓલ આ ઈશ્યૂ 34.16 ગણો સબસ્ક્રાઈબ થયો છે. નીચે કેટેગરી પ્રમાણે સબસ્ક્રિપ્શનની વિગત આપવામાં આવી છે.

    NII- 21.21 ટકા
    રિટેલ રોકાણકારો- 4.10 ટકા
    કર્મચારી- 11.92 ટકા
    કુલ- 34.16 ટકા

    આ પણ વાંચોઃ આ બેંક ખૂબ જ સસ્તા દરે આપી રહી છે હોમ લોન, જલ્દીથી ચેક કરો લિસ્ટ

    ગ્રે માર્કેટમાંથી મળી રહ્યા છે સકારાત્મક સંકેત

    Kaynes Technology ના શેરોની ગ્રે માર્કેટમાં સ્થિતિની વાત કરીએ તો, ટ્રેન્ડ સકારાત્મક દેખાઈ રહ્યો છે. તેના શેર 115 રૂપિયાના GMP એટલે કે પ્રાઈસ બેન્ડની ઉપર લગભગ 20 ટકા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. આ ઈશ્યુ માટે પ્રાઈસ બેન્ડ રૂ.559-587 રૂપિયા છે.

    આ પણ વાંચોઃ વૈશ્વિક બજારથી લઈને સ્થાનિક સ્તરે પોઝિટિવ સંકેતો છતાં આજે પણ બજારની ફ્લેટ શરુઆત

    Kaynes Technology IPOની વિગતો

    આ આઈપીઓની પ્રાઈસ બેન્ડ 559-587 રૂપિયા પ્રતિ શેર અને 25 શેરોની લોટ સાઈઝ ફિક્સ હતી. 858 કરોડ રૂપિયાના આ ઈશ્યૂ હેઠળ 530 કરોડના નવા શેર જારી થશે અને 328 કરોડ રૂપિયાના શેરોનું ઓફર ફોર શેલ હેઠળ વેચાણ થશે. નવા શેર જારી કરીને મેળવવામાં આવેલા રૂપિયાનો ઉપયોગ દેવું ચૂકવવા, કંપનીનો વિસ્તાર કરવા, નવા પ્લાન્ટમાં રોકાણ કરવા, વર્કિંગ કેપિટલની જરૂરિયાતોને પૂરી કરવા અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યોને પૂરી કરવા માટે કરવામાં આવશે.


    Kaynes Technology વિશે વિગતો

    Kaynes ઓટો, ઈન્ડસ્ટ્રિયલ, એરોસ્પેસ એન્ડ ડિફેન્સ, આઉટર-સ્પેસ, ન્યૂક્લિયરસ મેડિકલ, રેલવે, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, આઈટી અને અન્ય સેગમેન્ટથી જોડાયેલી મોટી કંપનીઓને ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઈન અને મેન્યુફેક્ચરિંગ સેવાઓ પૂરી પાડે છે. કંપનીના બિઝનેસની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2020-22માં કંપનીની આવકમાં 38 ટકાના સીજીઆઈ સાથે વધારો થયો છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment રોકાણ, IPO News

    विज्ञापन
    विज्ञापन