મુંબઇ: કર્ણાટક ચૂંટણી પરિણામ પર રોકાણકારોની નજર છે. મંગળવારે શેર માર્કેટનું ઓપનિંગ સામાન્ય હતું. જોકે ગ્રીન સિગ્નલ સાથે સેન્સેક્સ ઓપન થયો હતો. જ્યારે નિફ્ટીની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. શરૂઆતી પોઇન્ટ ટેબલમાં સેનસેક્સ અને નિફ્ટી બંને વધારો જોવા મળ્યો હતો.
આ અઠવાડિયાનાં બીજા દિવસે સેનસેક્સ 32.61 પોઇન્ટનાં વધારા સાથે 35,589.32નાં લેવલ પર ખુલ્યો હતો. તો નિફ્ટી 7 અંકનાં ઘટાડા સાથે 10,799.70 પોઇન્ટ પર ખુલ્યો હતો.
ઘટાડા સાથે શરૂ થયા બાદ બંને સૂચકાંકમાં વધારો જોવા મળ્યો હતો. હાલમાં સેન્સેક્સ 428 અંકનાં વધારા સાથે 35,981.14નાં સ્તર પર બિઝનેસ કરી રહ્યો છે તો નિફઅટી હાલમાં 119.50 અંકનાં વધારા સાથે 10,926 અંક પર બિઝનેસ કરી રહ્યો છે.
રોકાણકારોએ કર્ણાટક ચૂંટણી પરિણામ પર બાજ નજર રાખી છે. અર્થ વ્યવસ્થાનાં હિસાબે કર્ણાટક દેશનું ચોથુ સૌથી મોટુ રાજ્ય છએ. કર્ણાટકમાં ભારતની 28% બાયોટેક કંપનીઓ છે. 12.7 ટકા ભાગીદારી અને સેવાઓનું કૂલ એક્સપોર્ટ કર્ણાટકનું છે. કર્ણાટક દેશમાં સ્ટાર્ટઅપનું જન્મ સ્થળ માનવામાં આે છે. એવામાં કર્ણાટક ચૂંટણીનાં પરિણામની અસર માર્કેટ પર જોવા મળે તે સ્વાભાવિક છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર