નવા જમાનાની ખેતીથી 8 લાખ કમાણી કરે છે આ કપિલદેવ

News18 Gujarati
Updated: August 20, 2018, 3:22 PM IST
નવા જમાનાની ખેતીથી 8 લાખ કમાણી કરે છે આ કપિલદેવ
બિહારના મધુબની જીલ્લાના ગામ બિરોલીમાં રહેનારા ખેડૂત કપિલદેવ ઝા ખેતીમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી જબરદસ્ત પાક ઉતારી રહ્યા છે.

બિહારના મધુબની જીલ્લાના ગામ બિરોલીમાં રહેનારા ખેડૂત કપિલદેવ ઝા ખેતીમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી જબરદસ્ત પાક ઉતારી રહ્યા છે.

  • Share this:
બિહારના મધુબની જીલ્લાના ગામ બિરોલીમાં રહેનારા ખેડૂત કપિલદેવ ઝા ખેતીમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી જબરદસ્ત પાક ઉતારી રહ્યા છે. કપિલ ઝા ખેતીની સાથે સાથે બાગબાની પણ કરી રહ્યા છે. તેમના ખેતરમાં પર્યાપ્ત ફળદ્રુપતા પણ સારી રહે છે. સાથે, કમાણી માટે ઓપ્શન પણ વધી જાય છે. કપિલજી હાલમાં પોપલર, કેરી, પેરૂ, લીચી, સાગવાન, કટહલના ઝાડ પણ લગાવી રહ્યા છે. તેનાથી તેમની વાર્ષીક આવક લાખોમાં પહોંચી ગઈ છે.

નુકશાનથી બચાવે છે ઝાડ - કપિલદેવનું કહેવું છે કે, પૂર અથવા દુકાળની પરિસ્થિતિમાં પાકને ખરાબ થવાથી પહોંચેલા નુકશાનની પૂરી ભરપાઈ તો ઝાડ નથી કરી શકતા પરંતુ તે થોડો સહારો જરૂર બને છે. ઝાડથી ફળ, બળતણ માટે લાકડા, ફર્નીચર માટે લાકડા, જનાવર માટે ચારો મળી રહે છે. સાથે ઝાડમાંથી ખરેલા પત્તાને સડાવીને તેનાથી ખાતર બને છે. ખેતરની આસપાસ ઝાડ હોવાથી આવા કેટલાએ ફાયદા છે.

કમાણી કરે છે લાખોમાં - તેમણે જણાવ્યું કે, મોટાભાગના ખેડૂત સુંગંધીત ધાન અને ઘઉંની ખેતી કરે છે. આ બધા પાકથી તેમને વર્ષે 7થી 8 લાખ રૂપિયાની આવક થઈ જાય છે. ખેડૂત ભાઈઓ તમે પણ કપિલદેવની જેમ મિશ્રીત ખેતી કરી, પર્યાવરણને સુરક્ષિત રાખીને, પોતાના પાકથી સારી કમાણી કરી શકો છો.
First published: August 20, 2018, 3:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading