નવી દિલ્હી. શૅર બજાર (Stock Market)માં કમાણી કરવાની આપના માટે વધુ એક તક આવી રહી છે. કલ્યાણ જ્વેલર્સ (Kalyan Jewellers IPO) પણ માર્ચ મહિનામાં પોતાનો આઇપીઓ લઈને આવી રહી છે. આ આઇપીઓના માધ્યમથી કંપની 1175 કરોડ રૂપિયા એકત્ર કરશે. નોંધનીય છે કે કંપનીએ આઇપીઓ માટે પ્રાઇસ બેન્ડ નક્કી કરી દીધો છે. કંપનીએ 86-87 રૂપિયા પ્રતિ શૅરનો ભાવ નક્કી કર્યો છે. આ આઇપીઓ (IPO) 16 માર્ચે ઓપન થશે અને 18 માર્ચે બંધ થશે.
કેટલા રૂપિયા એકત્ર કરશે કંપની?
નોંધનીય છે કે પહેલા કંપનીએ ઇશ્યૂના માધ્યમથી 1750 કરોડ એકત્ર કરવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ બજારની સ્થિતિને જોયા બાદ તેમાં ઘટાડો કરીને 1175 કરોડ રૂપિયા કરી દીધા છે.
કેટલા કરોડનો હશે ફ્રેશ ઇશ્યૂ?
કંપનીએ આ આઇપીઓના માધ્યમથી 800 કરોડ રૂપિયાના ફ્રેશ ઇશ્યૂ જાહેર કરશે. આ ઉપરાંત 375 કરોડ રૂપિયાના શૅર્સ ઓફર ફોર સેલના માધ્યમથી વેચવામાં આવશે. પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ માટે કંપની બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે વાત કરી રહી છે. વિશેષમાં ઓફર ફોર સેલમાં કંપનીના પ્રમોટર ટી.એસ. કલ્યાણરમન 125 કરોડ રૂપિયા અને હાઇડેલ ઇન્વેસ્ટમેન્ટ 250 કરોડ રૂપિયાના શૅર વેચશે.
જ્વેલરી કંપનીમાં કલ્યાણરમનની 27.41 ટકા અને હાઇડેલ ઇન્વેસ્ટમેન્ટની 24 ટકા હિસ્સેદારી છે. કંપની ઇશ્યૂથી એકત્ર કરેલા ફંડનો ઉપયોગ આગામી બે વર્ષ સુધી કામકાજમાં કરશે. નોંધનીય છે કે પીસી જ્વેલર્સે ડિસેમ્બર 2012માં બજારમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ આ પહેલો પ્યોર જ્વેલરી સેગમેન્ટનો આઇપીઓ હોઈ શકે છે. કલ્યાણ જ્વેલર્સની પ્રતિદ્વંદી કંપનીનું લિસ્ટિંગ ડિસેમ્બર 2012માં થયું હતું.
કંપનીના કારોબારની વાત કરીએ તો 30 જૂન 2020 સુધી કલ્યાણ જ્વેલર્સની પાસે દેશના 21 રાજ્યોમાં 107 શો-રૂમ હતા. આ ઉપરાંત વિદેશમાં પણ કંપનીના લગભગ 30 શો-રૂમ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર