કલ્યાણ જ્વેલર્સના ચેરમેન વડાપ્રધાનના શપથગ્રહણમાં રહ્યા હાજર

 • Share this:
  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં દેશ-દુનિયામાંથી ટોચની હસ્તીઓ હાજર રહી હતી, તો દેશના જાણીતા કલ્યાણ જ્વેલર્સના ચેરમેન પણ PM મોદીના શપથગ્રહણ સમારોહમાં હાજર રહ્યાં હતા. કલ્યાણ જ્વેલર્સ પરિવારને એક સપ્તાહ પહેલા જ આમંત્રણ પત્રિકા મળી હતી, કાર્યક્રમમાં કલ્યાણ જ્વેલર્સ પરિવાર હાજર રહ્યો હતો.

  કલ્યાણ જ્વેલર્સના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ટી એસ કલ્યાણરમણનો વડાપ્રધાન મોદી સાથે નજીકના સંબંધો છે. અનેક કાર્યક્રમમાં તેઓ PM સાથે હાજરી આપે છે. તો શપથગ્રહણ સમારોહ બાદ તેઓએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી સરકારમાં તેમના સહયોગ અંગે વાત કરી હતી.

  ટી એસ કલ્યાણરમણની સાથે એક્ઝિક્યુટીવ ડાયરેક્ટ આર કાર્તિક, મનેજિંગ ડાયરેક્ટ કલ્યાણ ડેવલોપર પણ વડાપ્રધાન મોદીના શપથગ્રહણ સમારોહમાં હાજર રહ્યાં હતા તથા નવી સરકાર બદલ અભિનંદન પાઠવ્યા હતા.
  Published by:Sanjay Vaghela
  First published: