Home /News /business /

Multibagger Return: આ માઇક્રો કેપ શેરે એક મહિનામાં રોકાણકારોની સંપત્તિમાં કર્યો ત્રણ ગણો વધારો

Multibagger Return: આ માઇક્રો કેપ શેરે એક મહિનામાં રોકાણકારોની સંપત્તિમાં કર્યો ત્રણ ગણો વધારો

મલ્ટીબેગર રિટર્ન

Microcap Stock: એક મહિના પહેલા આ માઇક્રો કેપ સ્ટોક (Microcap Stock)માં રૂ. 1 લાખનું રોકાણ આજે વધીને રૂ. 2.76 લાખ થયું હશે. આ શેર પાછળ સત્રમાં રેકોર્ડ ઊંચાઈએ 4.98 ટકા વધીને રૂ. 124.35 પર બંધ રહ્યો હતો.

નવી દિલ્હી: કૈસર કોર્પોરેશન (Kaiser Corporation)ના સ્ટોકે છેલ્લા એક મહિનામાં રોકાણકારોને આકર્ષક વળતર (Attractive Return) આપ્યું છે. કૈસર કોર્પોરેશનનો શેર 28 માર્ચ, 2022ના રોજ રૂ. 44.95 પર બંધ થયો હતો, જ્યારે 28 એપ્રિલ, 2022ના રોજ રૂ. 124.35 પર બંધ થયો હતો. જે આ સમયગાળા દરમિયાન 176.64 ટકાના વધારો દર્શાવે છે. તેની સરખામણીમાં આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ 0.13 ટકા ઘટ્યો હતો.

એક મહિના પહેલા આ માઇક્રો કેપ સ્ટોક (Microcap Stock)માં રૂ. 1 લાખનું રોકાણ આજે વધીને રૂ. 2.76 લાખ થયું હશે. આ શેર પાછળ સત્રમાં રેકોર્ડ ઊંચાઈએ 4.98 ટકા વધીને રૂ. 124.35 પર બંધ રહ્યો હતો.

શેરની કિંમત


ગુરુવારે BSE પર કૈસર કોર્પોરેશનનો શેર અગાઉના રૂ. 118.45ના બંધ સામે રૂ. 124.35 પર 5 ટકા વધીને ખુલ્યો હતો. પેઢીના કુલ 0.13 લાખ શેર એક્સચેન્જ થયા હતા, જેનું BSE પર રૂ. 16.65 લાખનું ટર્નઓવર હતું.

ઉલ્લેખનીય છે કે, કૈસર કોર્પોરેશનનું BSE પર માર્કેટ કેપ (Kaiser Corporation Market Cap)વધીને રૂ. 654.34 કરોડ થયું છે. પાછલા નાણાંકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં 1,767 પબ્લિક શેરહોલ્ડરો પાસે ફર્મમાં 40.48 ટકા હિસ્સો અથવા 2.13 કરોડ શેર હતા.

કોની પાસે કેટલો હિસ્સો?


જણાવી દઈએ કે, છેલ્લા ક્વાર્ટરમાં નવ પ્રમોટરો પાસે 59.52 ટકા હિસ્સો અથવા 3.13 કરોડ શેર હતા. જ્યારે 1,729 જાહેર શેરધારકો પાસે કંપનીના 13.41 લાખ શેર હતા, જે રૂ. 2 લાખ સુધીની વ્યક્તિગત શેર મૂડી સાથે 5.95 ટકા હિસ્સો ધરાવે છે. એક સાર્વજનિક શેરધારક પાસે કંપનીના 2.5 લાખ શેર હતા, જે રૂ. 2 લાખથી વધુની વ્યક્તિગત શેર મૂડી સાથે 0.48 ટકા હિસ્સો ધરાવે છે.

આ પણ વાંચો: આજે (29 એપ્રિલ) આ 20 શેરમાં કરો મોટી કમાણી

કંપનીની બેલેન્સ શીટ


ત્રિમાસિક ધોરણે કૈસર કોર્પોરેશનની ચોખ્ખી ખોટ ડિસેમ્બર 2021ના ક્વાર્ટરમાં ઘટીને રૂ. 0.38 કરોડ થઈ છે, જે અગાઉના નાણાંકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 0.62 કરોડ હતી. જોકે, માર્ચ 2021ના રોજ પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 1.08 કરોડની સામે ગત નાણાંકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં વેચાણ 545 ટકા વધીને રૂ. 6.97 કરોડ થયું હતું.

ક્વાર્ટર-ઓન-ક્વાર્ટરના આધારે, સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 161.29 ટકા ઘટીને રૂ. 0.62 કરોડ થયો હતો. સાથે જ સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં વેચાણ પણ રૂ. 10.39 કરોડથી 33 ટકા ઘટ્યું છે.

આ પણ વાંચો: ટ્વિટર ખરીદ્યા બાદ એલન મસ્કે પોતાની કંપની ટેસ્લાના 44 લાખ શેર વેચી દીધા

મહત્વનું છે કે, કૈસર કોર્પોરેશન લિમિટેડ પ્રિન્ટિંગ અને પેકેજિંગ સેવાઓ પૂરી પાડે છે. કૈસર કોર્પોરેશન ભારતીય ગ્રાહકો માટે લેબલ્સ, પેકેજિંગ સામગ્રી, મેગેઝીન્સ અને કાર્ટન છાપે છે.
First published:

Tags: Investment, Multibagger Stock, Return, Share market, Stock market

આગામી સમાચાર