Home /News /business /

Success Story: કે.વી.રામાણી, જેમણે પોતાની સંપત્તિનો 80% હિસ્સો શિરડી સાંઈ બાબાને આપી દીધો

Success Story: કે.વી.રામાણી, જેમણે પોતાની સંપત્તિનો 80% હિસ્સો શિરડી સાંઈ બાબાને આપી દીધો

કે.વી.રામાણી (ફાઇલ તસવીર)

K V Ramani Success Story: રામાણી તેમના આગામી મિશન સ્ટેનફોર્ડ ઓફ ઈન્ડિયા મિશનની તૈયારી કરી રહ્યા છે. રામાણી સાંઈ યુનિવર્સિટીના ફાઉન્ડર-ચાન્સેલર છે.

  મુંબઈ: નેસ્કોમના કો-ફાઉન્ડર અને સોફ્ટવેર એન્ટરપ્રિન્યોર કે.વી.રામાણીએ વર્ષ 2004માં તેમના ફ્યુચર સોફ્ટવેર અને હ્યુજીસ સોફ્ટવેર છોડી દીધા. તેમણે કંઈક અલગ જ કર્યું. તેમણે તેમના પરિવાર માટે માત્ર 12 ટકા રાખ્યા અને 85 ટકાથી વધુ શ્રી સાંઈ ટ્રસ્ટમાં મૂકી દીધા. તે સમયે કોર્પ્સનું મૂલ્ય આશરે રૂ. 325-350 કરોડ હતું. આ ટ્રસ્ટમાં આજ દિવસ સુધી દાન સ્વીકારવામાં આવતું નથી. તેઓ ફર્સ્ટ જનરેશનના ગ્રેજ્યુએટ્સને સ્કોલરશીપ આપે છે અને ભારતમાં દરરોજ 5,000 લોકોને ભોજન પૂરું પાડે છે. તેમણે ભારતભરમાં 450 સાંઈ મંદિરોને ફંડ આપ્યું છે.

  રામાણી તેમના આગામી મિશન સ્ટેનફોર્ડ ઓફ ઈન્ડિયા મિશનની તૈયારી કરી રહ્યા છે. રામાણી સાંઈ યુનિવર્સિટીના ફાઉન્ડર-ચાન્સેલર છે. આ યુનિવર્સિટી ચેન્નઈના ઓલ્ડ મહાબલીપુરમ રોડ પર આવેલી છે. જેમાં લિબરલ આર્ટ્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજીના અન્ડરગ્રેજ્યુએટ્સ પ્રોગ્રામ્સ શરૂ કરવામાં આવશે. રામાણીએ જણાવ્યું કે, શિક્ષણ આપવાનું કાર્ય સેવા તરીકે કરવામાં આવે છે, તેને બિઝનેસ તરીકે જોવામાં આવતો નથી. મનીકંટ્રોલ સાથેની ચર્ચા દરમિયાન રામાણીએ કેટલીક માહિતી આપી છે.

  સાંઈ યુનિવર્સિટીની શરૂઆત કેવી રીતે થઈ?

  ઉચ્ચ શૈત્રણિક ક્ષેત્રમાં સુધારો લાવવાના હેતુથી સાંઈ યુનિવર્સિટી શરૂ કરવામાં આવી છે. આઝાદી બાદ પણ ટોપ 50 યુનિવર્સિટીમાં એક પણ ભારતીય યુનિવર્સિટી નથી. ભારત વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબર પર આવે છે. તેમણે જણાવ્યું કે, અમે યુવાનોને ઉચ્ચ શિક્ષણ અને યોગ્ય તકો પ્રદાન કરવા ઈચ્છીએ છીએ.

  આ વર્ષે 55,000 ભારતીય વિદ્યાર્થીઓને US ના સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા છે. ભારતના યુવાનોને ભારતમાં યોગ્ય તક ન મળવાને કારણે યુવા પ્રતિભાઓ વિદેશમાં વિસ્થાપિત થઈ રહી છે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જતો એક વિદ્યાર્થી દર વર્ષે અંદાજે રૂ. 25થી રૂ. 30 લાખનો ખર્ચ કરે છે, જે ફોરેક્સ આઉટફ્લોમાં રૂ. 13 હજાર કરોડ થાય છે.

  યુનિવર્સિટીને વિશ્વની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી બનાવવાનું કહો છો, તો તે માટે અલગ શું કરવામાં આવશે?

  વિદેશમાં દર ત્રીજો કે ચોથો વિદ્યાર્થી અથવા ફેકલ્ટી ભારત અથવા ચીનના છે. શા માટે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી વિદેશ જાય છે, તે પાછળનું કારણ માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં, પરંતુ શિક્ષણનું વાતાવરણ પણ હતું. જ્યાં તેમને શૈક્ષણિક અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવે છે. શિક્ષણના આ અંતરને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

  તમે આ હેતુને પૂર્ણ કરવા માટે શું પ્લાન કરી રહ્યા છો?

  આગામી સાત વર્ષમાં 100 એકર જમીન પર લગભગ 25 લાખ ચોરસ ફૂટનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. યુનિવર્સિટીનું નામ પ્રમોટર અથવા સ્થાપકના નામ પર નહીં, પરંતુ સાંઈ (ભારતીય આધ્યાત્મિક ગુરુ)ના નામ પરથી રાખવામાં આવ્યું છે. ગ્લોબલ કોમ્પિટીશનની વાત કરવામાં આવે તો, સૌથી પહેલા આર્કિટેક્ટરની વાત કરવામાં આવે. વર્ગખંડની સાથે સાથે લેબ, વિદ્યાર્થીઓના રહેઠાણો તથા અન્ય બાબતોનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વર્લ્ડ ક્લાસ હશે. આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા કરવામાં આવશે.

  આ પણ વાંચો: Business ideas: શરુ કરો ડિસ્પોઝેબલ ગ્લાસ-કપના ઉત્પાદનનો બિઝનેસ, આટલી વસ્તુઓની પડશે જરૂર

  અમે આ વર્ષે બે અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ અને બે પોસ્ટગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સની ઓફર કરી રહ્યા છીએ. વાઈસ ચાન્સેલર જમશેદ ભરૂચાએ હાર્વર્ડમાંથી કોગ્નિટિવ ન્યુરોસાયન્સમાં PhD કર્યું છે. ફર્સ્ટ સેમિસ્ટરમાં એક ફાઉન્ડેશન કોર્સ હશે. જેમાં વિદ્યાર્થીઓ ક્રિટિકલ થિંકિંગ, એનાલિટિકલ થિંકિંગ, લોજિકલ થિંકિંગ કરી શકશે.

  શિક્ષણને સપોર્ટ કરવા માટે અનેક પ્રાઈવેટ ઈન્ડસ્ટ્રિયાલીસ્ટ અને એન્ટ્રપ્રિન્યોર છે, તમે તે અંગે શુ વિચારો છો?

  ભારતમાં અનેક પ્રાઈવેટ ઈન્ડસ્ટ્રિયાલીસ્ટ છે, જેઓ તેમની સંપત્તિની વહેંચણી કરે છે અને CSRની જવાબદારી પૂર્ણ કરે છે. સફળ એન્ટ્રપ્રિન્યોર દેશની હ્યુમન કેપિટલમાં રોકાણ કરે છે. Krea University એક ઈન્ટવોવેન, લિબરલ આર્ટ્સ, સાયન્સ એન્ડ મેનેજમેન્ટ યુનિવર્સિટી છે.

  આ પણ વાંચો: Business Ideas: ઓનલાઈન ફોટો સેલિંગ બિઝનેસ: સ્ટોક ફોટોગ્રાફર બની શરૂ કરો પોતાનો બિઝનેસ

  થોડા સમયમાં આ યુનિવર્સિટીમાં એન્જિનિયરીંગ અને મેનેજમેન્ટ પણ ઉમેરવામાં આવે છે. 4-5 વર્ષમાં, અમારી પાસે હોસ્પિટલ અને મેડ સ્કૂલ હશે. રોલઆઉટના પ્રથમ છ વર્ષમાં અમારી પાસે તમામ શાળાઓ હશે અને અભ્યાસક્રમની સંખ્યામાં વધારો પણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પાસે શિક્ષણ માટેના અનેક વિકલ્પ હશે.

  સાંઈ યુનિવર્સિટીને સમર્થન આપતા કોર્પોરેટ નેતાઓ વિશે માહિતી આપી શકો છો? તેમણે કેટલા પૈસા મૂક્યા છે અને તમારા અન્ય સ્ત્રોત શું છે? તમે ફી સિવાય યુનિવર્સિટીને ચલાવવા માટે ભંડોળ કેવી રીતે એકત્ર કરશો?

  અમે ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિને મદદ કરવા માટે કહ્યું છે. તેઓ વિશ્વભરમાં ઓછામાં ઓછી 5 કે 6 આઇવી લીગ શાળાઓના બોર્ડમાં રહી ચૂક્યા છે. હું મણિપાલના ટીવી મોહનદાસ પાઈમાં ગયો, ત્યારબાદ અમે કાયદાની શાળા શરૂ કરી. ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એમએન વેંકટાચલીયાને ગવર્નિંગ કાઉન્સિલમાં રહેવા વિનંતી કરી. IIT બોમ્બે અને IIM અમદાવાદના ગવર્નિંગ બોર્ડમાં રહેલા અશાંક દેસાઈ અને ભારતના પરમાણુ ઉર્જા આયોગના વડા અનિલ કાકોડકર અને અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

  આ પણ વાંચો: Small Business Idea: ફક્ત 10 હજારના રોકાણ સાથે શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે મોટી કમાણી

  સાંઈ યુનિવર્સિટીના કિસ્સામાં, વિશ્વ સ્તરની યુનિવર્સિટીનું સંચાલન કેવી રીતે કરશો?

  તેમણે જણાવ્યું, સાત વર્ષના અંત સુધીમાં તમામ વિભાગોમાં સંપૂર્ણ યુનિવર્સિટી તરીકે કાર્યરત થઈશું. યુનિવર્સિટી બનાવવા માટેનો કેપેક્સ ખર્ચ રૂ. 750 કરોડ છે, જેમાંથી રૂ. 300 કરોડ મારા દ્વારા સ્થાપિત ટ્રસ્ટમાંથી આવશે. અમે 1:1 ની ડેટ ઇક્વિટી રાખવાની અને નાણાકીય સંસ્થાઓ પાસેથી રૂ. 300 કરોડ ઉધાર લેવાની યોજના બનાવી રહ્યા છીએ. આ એક એન્ડોમેન્ટ જેવું છે, જ્યાં તમે પૈસાનું રોકાણ કરવાનું ચાલુ રાખો છો. કોર્પ્સમાંથી મળતું વ્યાજ એ રોકાણ છે, જે ભારતભરમાં 450 સાંઈ મંદિરો બનાવવા, શિષ્યવૃત્તિ, તબીબી સારસંભાળ અને સમગ્ર ભારતમાં ભોજન માટે 23 વર્ષથી ચૂકવણી કરી રહ્યું છે.

  હવે તમારી ઉંમર 70 થી વધુ છે, તો તમને યુનિવર્સિટી ચલાવવામાં કોણ મદદ કરશે? શું તમે સંપૂર્ણપણે સક્રિય રહેશો કે સુપરવાઇઝરનું કામ કરશો?

  ઘરે રહેવાથી બીમાર થવાય છે, આ કારણોસર એક્ટીવ રહેવું જોઈએ. અન્નદાનમનું કાર્ય માત્ર એક વ્યક્તિ પણ કરી શકે છે. આ તમામ કાર્યો માટે વધુ સ્ટાફની જરૂરિયાત નથી. અમારી પાસે એક ખૂબ જ મહેનતુ ટીમ છે, જે ખૂબ જ સારું કામ કરી રહી છે. શિક્ષણ આપવાનું કાર્ય સેવા તરીકે રહ્યું છે, તે કોઈ બિઝનેસ નથી.

  આ પણ વાંચો: Business Ideas: આ યુનિક બિઝનેસ આઈડીયાથી ઓછા ખર્ચમાં કરી શકો છો મોટી કમાણી

  તમને શેમાંથી પ્રેરણા મળે છે?

  મને સાંઈ બાબામાંથી પ્રેરણા મળે છે. 47 વર્ષથી હું ગુરુ શિરડી સાંઈ બાબાનો ભક્ત છું.

  કનેક્શન કેવી રીતે ચેન્જ થયું?

  હું અલગ જન્મ્યો નથી. જ્યારે હું શાળા અને કોલેજમાં હતો, ત્યારે હું લાસ્ટ બેન્ચર હતો. જો તમને ક્લાસ પસંદ ન હોય, તો તમે કોલેજમાંથી બહાર નીકળી શકો છો. જ્યારે હું કૉલેજમાં હતો, ત્યારે મારા ફિઝીક્સના પ્રોફેસરે અમારામાંથી આઠમાંથી સાતને બોલાવ્યા અને અમને કહ્યું કે અમે બધા આંધ્ર પ્રદેશમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ બનીશું. સખત ગરમીમાં ફાર્માસ્યુટિકલના સપ્લીમેન્ટ્સ વેચીશું અને ડૉક્ટરો સાથે મુલાકાત કરીશું અને તેમના દરવાજા આગળ રાહ જોઈશું. અમે અમારા વ્યાવસાયિક જીવનમાં સફળતા પ્રાપ્ત કરી છે.

  આ પણ વાંચો: Business Ideas: નોકરીની ચિંતા છોડી Amul સાથે શરૂ કરો બિઝનેસ, પ્રથમ દિવસથી જ થશે કમાણી

  તમારા મતે સંપત્તિ અને પૈસાનો અર્થ શું છે?

  તમારી મૂળભૂત જરૂરિયાતોને પૂરી કરવા માટે પૈસા ખૂબ જ જરૂરી છે. મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે તમારી પાસે પૂરતી સંપત્તિ હોવી જરૂરી છે. તમારી પાસે કુટુંબ, ઘર, હેલ્થ, ટ્રાન્સપોર્ટ અને કાર, ટેલિવિઝન જેવી લક્ઝરી હોવી જરૂરી છે. સારી રીતે જીવવા માટે તમારે પૈસાની જરૂર છે. એક હદ ઉપર તમારી પાસે પૈસા હોય તો તે સારી વાત નથી. ( SWATHI MOORTHY & CHANDRA R SRIKANTH, Moneycontrol)
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Business, Property, Success story, University

  આગામી સમાચાર