દરરોજ ફક્ત રૂ.167ની બચત કરીને બની શકો છો કરોડપતિ, જાણો આકર્ષક સ્કીમ અંગે

પ્રતીકાત્મક તસવીર.

SIPમાં લાંબા ગાળાના મૂડીરોકાણ માટે સલાહ અપાય છે. જેનાથી રોકાણકારોને કમ્પાઉન્ડિંગનો લાભ મળે છે. જો કોઈ રોકાણકાર 15થી 20 વર્ષ માટે રોકાણ કરે છે, તો છેલ્લે રકમની ટકાવારી વધુ રહેશે.

  • Share this:
નવી દિલ્હી: દરેક વ્યક્તિને કરોડપતિ સુખી સંપન્ન થવું છે. પરંતુ કરોડપતિ બનવું સરળ નથી. ઓછી સેલેરી (Salary) ધરાવતા લોકો માટે કરોડપતિ બનવાનું સપનું હોય છે. આ સપનું સાકાર પણ થઈ શકે છે. ઘણી વખત લોકો નાના રોકાણ (Small investment)થી લાંબા ગાળની જરૂરિયાત મુજબ વળતર નહીં મળે તેવું વિચારે છે. પરંતુ શું તમને ખબર છે કે દરરોજ માત્ર રૂ.167ના મૂડીરોકાણથી પણ તમે કરોડપતિ બની શકો છો? આ વાત સંભવ છે મ્યુચ્યુઅલ ફંડ (Mutual funds)માં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (Systematic investment plan) એટલે કે એસઆઈપી (SIP)ના માધ્યમથી શક્ય બની શકે છે. તો ચાલો આપણે જાણીએ કે નાનકડા મૂડીરોકાણથી કરોડપતિ કેવી રીતે બની શકાય?

SIPમાં લાંબા ગાળાના મૂડીરોકાણ માટે સલાહ અપાય છે. જેનાથી રોકાણકારોને કમ્પાઉન્ડિંગનો લાભ મળે છે. જો કોઈ રોકાણકાર 15થી 20 વર્ષ માટે રોકાણ કરે છે, તો છેલ્લે રકમની ટકાવારી વધુ રહેશે. પરિણામે મોટું વળતર મળશે. મ્યુચ્યુઅલ ફંડમાં SIP શરૂ કર્યા બાદ નિશ્ચિત સમય સુધી રોકાણ કરો તે જરૂરી નથી. તમે ઇચ્છો ત્યારે તેને બંધ કરી શકો છો. બંધ કરવા સબબ કોઈ પેનલ્ટી પણ લાદવામાં આપવામાં આવતી નથી.

આ પણ વાંચો: સુરત: ઈન્જેક્શન, ઑક્સિજન, અંતિમ સંસ્કાર બાદ હવે મરણના દાખલા મેળવવા લાઈનો લાગી!

આટલા વર્ષમાં બની જશો કરોડપતિ

જો તમે દરરોજ રૂ.167ની બચત કરતા હોવ તો મહિનામાં રૂ.5000 એકઠા થાય. તમને દર મહિને રૂ.5,000ને મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ એસઆઈપી માધ્યમથી રોકાણ કરી શકો છો. જો તમારો પોર્ટફોલિયો વર્ષે 12 ટકા રિટર્ન આપે તો પણ 28 વર્ષ બાદ રૂ. 1.4 કરોડથી વધુ રકમ જમા થઇ શકે છે. આવી જ રીતે 30 વર્ષમાં તમારું રોકાણ 1.8 કરોડ રૂપિયા અને 35 વર્ષે 3.24 કરોડ રૂપિયા થઈ જશે. તમારે રોકાણ ઉપર નજર રાખવી પડશે. છ મહિને અથવા વર્ષે તેને ચેક કરવું પડશે. જો તમારા રોકાણની વેલ્યુ વધી રહી હોય તો બચત ચાલુ રાખો. જો તમને સંતોષ ન મળે તો, આ જ કેટેગરીમાં બચતને અન્ય સ્થળે ખસેડી લો.

આ પણ વાંચો: સરકારનો મોટો નિર્ણય: વધુ નવ શહેરમાં નાઇટ કર્ફ્યૂ, જાણો- શું ચાલુ રહેશે અને શું બંધ?

આ ફંડમાં SIP દ્વારા તમે 100થી 500 સુધીનું લઘુતમ રોકાણ કરી શકશો

ICICI પ્રુ ટેક્નોલોજી ફંડ

- 5 વર્ષે 26.32 ટકા રિટર્ન
-SIP માટે લઘુતમ રકમ રૂ.100
-લોન્ચ તારીખ: 1 જાન્યુઆરી, 2013
-લોન્ચ બાદ રિટર્ન 22.45 ટકા
-એસેટ 938 કરોડ (30 નવેમ્બર, 2020)
-એકસ્પેન્સ રેશિયો: 1.91 ટકા (31 ઓક્ટોબર, 2020)

આ પણ વાંચો: બાલીમાં રશિયન મહિલાએ લોકોને એવા તો મૂર્ખ બનાવ્યા કે પાસપોર્ટ જપ્ત કરાયો!

SBI ટેકનોલોજી અપોર્ચ્યુનિટી ફંડ

-5 વર્ષનું રિટર્ન: 22.33 ટકા
-SIP માટે લઘુતમ રકમ: રૂ.500
-લોન્ચ તારીખ: 1 જાન્યુઆરી 2013
-લોન્ચ બાદ રિટર્ન: 20.31 ટકા
-એસેટ: રૂ.367 કરોડ(30 નવેમ્બર, 2020)
-એકસ્પેન્સ રેશિયો: 1.69 (31 ઓક્ટોબર, 2020)

SIP દ્વારા તમે મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં એકસાથે રોકાણની જગ્યાએ દર મહિને નિશ્ચિત રકમનું રોકાણ કરી શકો છો. તમે માસિક રૂ.100ની પણ બચત કરી શકો છો. તમારી આવક ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડની સારી સ્કીમમાં રોકાણ કરી ફાયદો ઉઠાવી શકો છો. પરિણામે તમને લાંબા ગાળે સારું વળતર મળશે.
First published: