Home /News /business /

Jubilant Food stock: ત્રીજા ત્રિમાસિક પરિણામ બાદ બ્રોકરેજ હાઉસિસ પાસેથી જાણો, શેરની ખરીદી કરવી, હોલ્ડ કરવો કે વેચી દેવો

Jubilant Food stock: ત્રીજા ત્રિમાસિક પરિણામ બાદ બ્રોકરેજ હાઉસિસ પાસેથી જાણો, શેરની ખરીદી કરવી, હોલ્ડ કરવો કે વેચી દેવો

જુબિલન્ટ ફૂડ શેર (ફાઇલ તસવીર)

Jubilant Food Q3 result: વાર્ષિક આધારે નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ત્રિમાસિક દરમિયાન કંપનીની આવક 13.2 ટકા વધીને 1,210.8 કરોડ રૂપિયા રહી છે. ગત વર્ષે કંપનીની આવક 1,069.3 કરોડ રૂપિયા રહી હતી.

    મુુંબઇ. Jubilant Food Q3 result: જુબિલન્ટ ફૂડ (Jubilant Food stock) તરફથી 31 ડિસેમ્બર 2021ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિકનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે વાર્ષિક ધોરણે નાણાકીય વર્ષ 2021-22ના આ ત્રિમાસિક દરમિયાન કંપનીનો નફો (Profit) 7.5 ટકા વધીને 133.2 કરોડ રૂપિયા થયો છે. ગત વર્ષ સમાન ત્રિમાસિક દરમિયાન કંપનીનો નફો 123.9 કરોડ રૂપિયા હતો. વાર્ષિક આધારે નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ત્રિમાસિક દરમિયાન કંપનીની આવક (Revenue) 13.2 ટકા વધીને 1,210.8 કરોડ રૂપિયા રહી છે. ગત વર્ષે કંપનીની આવક 1,069.3 કરોડ રૂપિયા રહી હતી.

    વાર્ષિક આધારે ત્રીજા ત્રિમાસિક દરમિયાન કંપનીનો એબિટડા 14 ટકા વધીને 319.2 કરોડ રૂપિયા રહ્યો છે. વાર્ષિક આધારે કંપનીનો એબિટડા માર્જિન 26.2 ટકાથી વધીને 26.4 ટકા રહ્યો છે.

    બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય (Brokerages on Jubilant Food)

    1) MORGAN STANLEY

    મોર્ગન સ્ટેનલીએ જુબિલન્ટ ફૂડને ઓવરવેટ રેટિંગ આપ્યું છે. સાથે જ શેરનો ટાર્ગેટ 5,00 રૂપિયા આપ્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે કંપનીના વિકાસની ક્ષમતાને લઈને તેઓ સકારાત્મક છે.

    2) CLSA

    CLSA તરફથી JUBILANT FOOD પર રેટિંગ ઘટાડવામાં આવ્યું છે. આ સાથે જ શેરનો ટાર્ગેટ 3920 રૂપિયાથી ઘટાડીને 3190 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે પરિણામમાં કંપનીના માર્જિન પર દબાણ છે. જેના પગલે બ્રોકરેજે FY22-24 દરમિયાન નફાનો અંદાજ 12-14% ઘટાડ્યો છે.

    3) CS

    CS તરફથી જુબિલન્ટ ફૂડ માટે ન્યૂટ્રલ રેટિંગ આપવામાં આવ્યું છે. શેરનો ટાર્ગેટ 3,800 રૂપિયાથી ઘટાડીને 3,500 રૂપિયા કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે કંપની તરફથી સામાન્ય ગ્રોથની આશા છે. રિ-ઓપનિંગથી ડાઉન-ઇનમાં રિકવરી થઈ શકે છે.

    આ પણ વાંચો: Multibagger stock: આ ફાર્મા સ્ટોકે 19 વર્ષમાં 1 લાખ રૂપિયાને બનાવી દીધા 4.56 કરોડ રૂપિયા, શું તમારી પાસે છે?

    4) Jefferies

    જેફરીઝ તરફથી JUBILANT FOOD પર હોલ્ડ રેટિંગ આપવામાં આવ્યું છે. શેરનો ટાર્ગેટ 4,100 રૂપિયાથી ઘટાડીને 3,750 રૂપિયા કરવામાં આવ્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે તેમણે ઈપીએસ અંદાજ 7-8% ઘટાડ્યું છે.

    5) Citi

    સિટી તરફથી જુબિલન્ટ ફૂડના શેરની ખરીદીની સલાહ આપવામાં આવી છે. શેરનો ટાર્ગેટ 4,750 રૂપિયાથી ઘટાડીને 4350 રૂપિયા કરવામાં આવ્યો છે.

    6) Sharekhan

    શેરખાને આ શેરમાં ખરીદીની રેટિંગ યથાવત રાખ્યું છે. શેર માટે ટાર્ગેટ 4,707 રૂપિયા આપ્યો છે. તેમનું કહેવું છે કે કંપનીની ડોમિનોઝ તરફથી આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.

    આ પણ વાંચો: Sugar Stock: એક વર્ષમાં આ મલ્ટીબેગર સુગર શેર 240% ઉછળ્યો, બુધવારે જોવા મળી 4% તેજી

    7) Motilal Oswal

    મોતીલાલ ઓસવાલે આ શેર માટે ખરીદીનું રેટિંગ યથાવત રાખ્યું છે. શેર માટે 4200 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. બ્રોકરેજ તરફથી વર્ષ FY22/FY23/FY24 માટે EPS અંદાજ 8%/14%/15% સુધી ઘટાડ્યો છે. બ્રોકરેજનું માનવું છે કે Q4FY22 દરમિયાન ફરીથી કોવિડ પ્રતિબંધોની અસર જોવા મળી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips, ખોરાક

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन